Wrestling: શહેરમાં બુરખો પહેરી રૂઢિચુસ્ત માહોલમાં રહેવા છતા, રમત સાથે જીવી લેવા રેસલર તાહિરા ખાતૂને આજીવન કુંવારી રહેવા તૈયાર

ઓડિશાની રેસલર તાહિરા (Wrestler Tahira Khatun) તેની હિંમત અને રમત પ્રત્યેના જુસ્સાને કારણે એક ઉદાહરણ બની ગઈ છે. રૂઢીચુસ્ત વિચારધારાને પાછળ છોડી તેણે રમતને પોતાની ઓળખ બનાવી છે.

Wrestling:  શહેરમાં બુરખો પહેરી રૂઢિચુસ્ત માહોલમાં રહેવા છતા, રમત સાથે જીવી લેવા રેસલર તાહિરા ખાતૂને આજીવન કુંવારી રહેવા તૈયાર
Wrestling Championship
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 9:30 AM

જ્યારે તેણે કુસ્તીના અખાડામાં પગ મૂક્યો ત્યારે તેને બુરખો પહેરીને ઘરે રહેવાનું કહેવામાં આવ્યું હતું અને તેના પરિવાર સિવાય કોઈએ તેને ટેકો આપ્યો ન હતો, પરંતુ ઓડિશા (Odisha ) ની તાહિરા ખાતૂન (Wrestler Tahira Khatun) પણ ધૂન પર અડગ હતી અને તેણે તેના ‘ધર્મ’નું પાલન કરીને પોતાનામા રમતને જીવંત રાખી હતી. તેણે પોતાનો જુસ્સો પણ જાળવી રાખ્યો હતો. ઓડિશામાં કુસ્તી એ લોકપ્રિય રમત નથી અને મુસ્લિમ પરિવારની તાહિરા જાણતી હતી કે તેનો માર્ગ પડકારોથી ભરેલો હશે પરંતુ તેણે હાર માની નહીં.

પોતાના રાજ્યમાં અત્યાર સુધી અજેય રહેલી તાહિરા રાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી શકી નથી. કટકમાં ક્લબમાં પ્રેક્ટિસ કરવા માટે તેને મજબૂત જોડીદાર નહોતો મળ્યો કે સારો આહાર પણ મળ્યો ન હતો. રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ (National Wrestling Championship) માં નિષ્ફળ જવા છતાં તે ઉદાસ નથી, પરંતુ મેટ પર પહોંચવા થી જ તેની આંખોમાં ચમક આવી જાય છે. તેણે મીડિયા રિપોર્ટમાં કહ્યું, ‘મેં કુસ્તી સાથે લગ્ન કર્યા છે. જો હું લગ્ન કરીશ તો મને કુસ્તી છોડી દેવાનું કહેવામાં આવશે અને તેથી જ હું લગ્ન કરવા માંગતી નથી.

સંબંધીઓ અને પડોશીઓ ગાળો આપે છે

રેસલરે કહ્યું, મારા ત્રણ સાથી કુસ્તીબાજોના લગ્ન થઈ ગયા છે અને હવે તેઓ પરિવારના દબાણને કારણે રમતા નથી. હું નથી ઈચ્છતી કે મારી સાથે આવું થાય. મેં શરૂઆતથી જ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. સંબંધીઓ અને પડોશીઓ હંમેશા મને નિરાશ કરતા. તેઓ ઈચ્છતા હતા કે હું ઘરમાં જ રહું પરંતુ મારી માતા સોહરા બીબીએ મને ટેકો આપ્યો. જ્યારે તાહિરા 10 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું, તેના ભાઈઓ (ઓટો ડ્રાઈવર અને ચિત્રકાર) ઉપરાંત કોચ રાજકિશોર સાહુએ તેમને મદદ કરી. તેણે કહ્યું, ‘કુસ્તીથી મને આનંદ મળે છે. હું રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં સારું નથી રમી શકીતો શુ વાંધો, રમવાનો મોકો તો મળ્યો. મે્ટ પર પગ મુકીને જ હું આનંદ અનુભવું છું.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

નેશનલ ચેમ્પિયનશિપમાં કમાલ નથી બતાવી શકી

તાહિરા ગોંડામાં નેશનલ ચેમ્પિયનશિપમાં 65 કિગ્રા વર્ગના પ્રથમ રાઉન્ડમાં જ હારી ગઈ હતી. પિતાના અવસાન બાદ ડિપ્રેશનને દૂર કરવા માટે ટેનિસ રમતી તાહિરાને રેસલિંગ કોચ રિહાન્નાએ આ રમતમાં આવવા માટે કહ્યું હતું. એક મહિનાની પ્રેક્ટિસ પછી, તેણીએ જિલ્લા ચેમ્પિયનશિપ જીતી અને ત્યારબાદ ક્યારેય પાછળ વળીને જોયું નથી. તાહિરા રમતગમતની સાથે પોતાના લોકોને ખુશ રાખવા માંગે છે. તેણે કહ્યું, ‘હું જ્યારે કટક જાઉ છું ત્યારે બુરખો પહેરું છું. મારે કરિયરની સાથે મારો ધર્મ પણ બચાવવાનો છે. જ્યારે હું રમવા માટે બહાર જાઉં છું ત્યારે હું જે જરૂરી હોય તે પહેરું છું પણ હું મારા વડીલોનું અપમાન કરતી નથી. ધર્મની પણ જરૂર છે અને કર્મની પણ.

તાહિરા નોકરી શોધી રહી છે

તાહિરાએ કહ્યું, ‘મારે નોકરી મેળવવી છે. ગાર્ડ ની પણ ભલે હોય. હું યોગ શીખવીને મારો ખર્ચ નિકાળી રહી છુ અને લોકોને ફિઝિયોથેરાપી માટે પણ મદદ કરું છું. આ હું જાતે શીખી છું. પણ મારો ભાઈ ક્યાં સુધી મારો ખર્ચ ઉઠાવશે? મને નોકરીની સખત જરૂર છે.’ તેને પ્રોટીન ફૂડ કે ડ્રાયફ્રૂટ્સ પૂરતા નથી. શાકભાજી અને ચોખા પર તેનો નિર્વાહ રહે છે. જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને હિમોગ્લોબિનની ઉણપ થાય છે. તે પોતાના જુસ્સાના બળ પર, તાકાતની આ રમતમાં ટકી રહે છે.

આ પણ વાંચોઃ  SMAT 2021: બોલરોએ પણ જબરદસ્ત પ્રદર્શન વડે જમાવ્યુ આકર્ષણ, હવે IPL ઓક્શનમાં આ ખેલાડીઓ પર થશે ધનવર્ષા

આ પણ વાંચોઃ  SMAT 2021: બોલરોએ પણ જબરદસ્ત પ્રદર્શન વડે જમાવ્યુ આકર્ષણ, હવે IPL ઓક્શનમાં આ ખેલાડીઓ પર થશે ધનવર્ષા

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">