Viral Video: નિરજ ચોપડાએ વડીલ ફેનના ચરણ સ્પર્શ કર્યા, વિડીયોએ દિલ જીતી લીધુ, લોકોએ કહ્યુ- ‘સો ડાઉન ટૂ અર્થ’

નીરજ ચોપરા (Neeraj Chopra) ની નમ્રતા અને ચાહકો માટેના આદરથી દરેકનું દિલ જીતી લીધું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને તેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, 'નીરજ ચોપરા આટલો 'ડાઉન ટુ અર્થ' માણસ છે. તેમણે એક વડીલ ચાહકના આશીર્વાદ લીધા હતા.

Viral Video: નિરજ ચોપડાએ વડીલ ફેનના ચરણ સ્પર્શ કર્યા, વિડીયોએ દિલ જીતી લીધુ, લોકોએ કહ્યુ- 'સો ડાઉન ટૂ અર્થ'
Neeraj Chopra ખૂબ જ ફેન્સ ધરાવે છે
TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Jul 02, 2022 | 9:31 PM

નીરજ ચોપરા (Neeraj Chopra) ને આજે કોણ નથી ઓળખતું. તે માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્વના પ્રખ્યાત જેવલિન થ્રોઅર છે. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. વ્યક્તિગત ઓલિમ્પિક ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર તે ભારતનો બીજો ખેલાડી છે. તેનો જલવો હજુ પણ અકબંધ છે. તાજેતરમાં, તેણે ડાયમંડ લીગમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ કબજે કર્યો છે. આ સાથે તેણે પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો. નીરજ ચોપરા માત્ર ભાલા ફેંક (Javelin Thrower) ના સ્ટાર જ નથી, પણ દિલથી ખૂબ સારો વ્યક્તિ પણ છે. તેનું તાજેતરનું ઉદાહરણ તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો (Viral Video) માં જોવા મળ્યું છે. તમે સોશિયલ મીડિયા પર તેના બરછી ફેંકતા ઘણા વીડિયો જોયા હશે, પરંતુ આવો વીડિયો ક્યારેય જોયો નથી.

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે જ્યારે લોકો ફેમસ થાય છે ત્યારે દૂરથી જ ‘હાય, હેલો’ કહીને પોતાના ચાહકોને છોડી દે છે અને જો વધારે કંઈ લાગે અને થાય તો તેમની સાથે હાથ મિલાવતા હોય છે, પરંતુ ભાગ્યે જ તમે ક્યારેય કોઈ પ્રસિદ્ધ વ્યક્તિને ચાહકના ચરણ સ્પર્શ કરતા જોયા હશે. જેવલિન સ્ટાર નીરજ ચોપરાએ આ દિલને સ્પર્શી જનારુ કામ કર્યું છે. તેણે એક વડીલ ચાહકના ચરણ સ્પર્શ કરીને સૌના દિલ જીતી લીધા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે તેના કેટલાક ફેન્સ સાથે વાત કરી રહ્યો છે. આ દરમિયાન તેના કેટલાક વિદેશી ફેન્સ પણ આવે છે, જેમની સાથે તેણે ફોટોગ્રાફ્સ લીધા હતા. આ પછી, એક પછી એક તેણે તેના તમામ ચાહકો સાથે હાથ મિલાવવાનું શરૂ કર્યું અને જ્યારે વડીલ ચાહકોનો વારો આવ્યો, ત્યારે તેણે તેમના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લઈને ત્યાંથી આગળ નિકળી પડ્યો હતો.

જુઓ વિડીયો

નીરજ ચોપરાની નમ્રતા અને ચાહકો માટેના આદરથી દરેકનું દિલ જીતી લીધું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક ફેન દ્વારા શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘નીરજ ચોપરા આવો ‘ડાઉન ટુ અર્થ’ માણસ છે. તેમણે એક વડીલ ચાહકના આશીર્વાદ લીધા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati