National Games 2022: મઘ્યાહન ભોજનમાં રસોઈ કરતી માતા અને ખેડૂત પિતાની દિકરીએ તિરંદાજીમાં કર્યો કમાલ, સિલ્વર અને બ્રોન્ઝ પર નિશાન

નેશનલ ગેમ્સ (National Games 2022) માં ગુજરાતી ખેલાડીઓ પુરી તાકાત લગાવી ગૌરવ અપાવવા પ્રયાસ કરી રહ્યા છે, પંચમહાલની અમિતા રાઠવા (Amita Rathva) એ પણ તિરંદાજીમાં ઇતિહાસ રચવા સ્વરુપ મેડલ જીત્યા છે.

National Games 2022: મઘ્યાહન ભોજનમાં રસોઈ કરતી માતા અને ખેડૂત પિતાની દિકરીએ તિરંદાજીમાં કર્યો કમાલ, સિલ્વર અને બ્રોન્ઝ પર નિશાન
Amita Rathva એ સિલ્વર અને બ્રોન્ઝ જીત્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 7:31 PM

અંતરિયાળ વિસ્તારોમાંથી ખેલાડીઓ આવીને મેડલ હાંસલ કરવા સુધીની સફર દરમિયાન અથાગ પ્રયાસ કરવો પડતો હોય છે. જોયેલા સપનાને વાસ્તવિકતામાં બદલવા માટે પરસેવે નહાવુ પડતુ હોય છે. પંચમહાલ (Panchmahal) જિલ્લામાં કોઈએ સપનુ જોયુ નહીં હોય કે પોતાના અંતરિયાળ વિસ્તારમાંથી આવતી યુવતી રાષ્ટ્રીય સ્તરે એક નહીં બે-બે મેડલ પર નિશાન તાકી દેશે. એટલે કે બે મેડલ પોતાના ગળામાં પહેરશે અને ગુજરાતને ગૌરવ અપાવશે. ઘોઘંબાની અમિતા રાઠવા (Amita Rathva) એ અકલ્પનિય સપનાને સાકાર કરી બતાવ્યુ છે. તેણે 36મી નેશનલ ગેમ્સ (National Games 2022) માં આર્ચરી ઈવેન્ટમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને કમાલ કર્યો છે.

રોમાંચક ફાઈનલમાં કર્યુ શાનદાર પ્રદર્શન

8 વર્ષ પહેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની ટેલેન્ટ આઇડેન્ટિફેકશન સ્કીમ હેઠળ અમિતા રાઠવાની પસંદગી કરાઈ હતી અને તેને યોગ્ય તાલીમ આપવાની શરુઆત કરાઈ હતી. જેા સફળ પરિણામ સ્વરૂપ મેડલ જીતવામાં સફળ રહી છે. એટલુ જ નહીં આ સાથે એક પ્રતિભાશાળી ખેલાડી અમિતા રાઠવાના સ્વરૂપે ગુજરાતને મળી છે. આર્ચરીની સિંગલ્સ ઇવેન્ટમાં અમિતા મણિપુરની ઓકરામ નાઓબી ચાનુ સામે રોમાંચક મુકાબલા બાદ હારી ગઇ હતી. જોરદાર ફાઇનલ મુકાબલાનું પરિણામ શૂટ ઓફ દ્વારા આવ્યું હતું જ્યારે સ્કોર 10 રાઉન્ડ બાદ 5-5 પર રહ્યો હતો. જોકે સમગ્ર ઇવેન્ટમાં તેના સાહસ અને ધૈર્યને પગલે ગુજરાતે આર્ચરીમાં પણ મેડલનું ખાતું ખોલવામાં સફળતા મેળવી હતી.

આ પહેલા આજે સવારના સેશનમાં અમિતા રાઠવાએ ઉર્વશીબા ઝાલા, સ્નેહા પટેલ અને જેનિશા જતી સાથે મળીને ટીમ રાઉન્ડ ઇવેન્ટમાં ઝારખંડને હરાવી બ્રોન્ઝ મેડલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નોંધનીય છે કે રાજ્યના ગ્રામીણ અને આદિવાસી પટ્ટામાંથી પણ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન પ્રોગ્રામ હેઠળ અમિતા હવે આગામી ટૂર્નામેન્ટમાં પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

નડિયાદમાં મેળવી તાલિમ

અમિતાના અભ્યાસની વાત કરવામા આવે તો તેણે દેવગઢ બારિયાથી ગ્રેજ્યુએટ પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ તે નડિયાદ ખાતે આવેલ સેન્ટર ઓફ એક્સિલન્સ ખાતે પહોંચી હતી. જ્યાં તેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી ટ્રેનિંગ પ્રોગ્રામમાં પોતાની પ્રતિભાને વધુ નીખારી હતી. જ્યાં તેણે યોગ્ય તાલિમ મેળવી હતી અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો ઈરાદો વધુ મજબૂત કર્યો હતો. અમિતાએ કહ્યુ હતુ કે, નડિયાદ ખાતેના ટ્રેનિંગ પ્રોગ્રામ દરમિયાન ગુજરાત સરકાર જ તમામ ખેલાડીઓનું ધ્યાન રાખે છે. ખેલાડીએ માત્ર પોતાની ગેમ અને પર્ફોમન્સ ઉપર જ ધ્યાન આપવાનું રહે છે. નડિયાદ એકેડમીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે.

માતા-પિતાની નજીવી આવક પર પરિવાર નિર્ભર

આર્ચરીમાં કમાલ કરનારી અમિતાનો પરિવાર આર્થીક રીતે ખૂબ જ નબળી સ્થિતી ધરાવે છે. ગરીબી વચ્ચે ઉછરેલી અમિતાએ મજબૂત મનોબળ સાથે તેણે પોતાના લક્ષ્યને પાર પાડ્યુ છે. અમિતાના પિતા અંતરિયાળ આદીવાસી વિસ્તારમાં ખેતી કરે છે. જ્યારે માતા સ્થાનિક સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં રસોઈ બનાવવાનુ કામ સંભાળે છે. જેના બદલ તેને નજીવી માસિક રકમની આવક થાય છે. આમ તેના માતા-પિતા આવક રળીને પરિવારનુ ગુજરાન ચલાવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">