Milkha Singh: મિલ્ખા સિંહે એક સમયે સલમાન ખાનનો વિરોધ કર્યો હતો, જો કે નરગિસ અને મધુબાલાના ફેન હતા

મિલ્ખા સિંહ (Milkha Singh) એ 91 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી છે. આ સાથે જ દેશ એ એક મહાન ખેલાડીને કોરોનાને લઇને ગુમાવવા પડ્યા છે. તેઓ માટે કહેવાતુ હતુ કે, તેઓ દોડતા નહોતા, ઉડતા હતા. આમ પણ તેઓ 'ફ્લાઇંગ શીખ' (Flying Sikh) તરીકે જાણીતા હતા. તેઓ નરગીસ અને મધુબાલાના મોટા ફેન હતા. બંને અભિનેત્રીઓની એક પણ ફિલ્મને જોવાનુ ચુકતા નહોતા.

Milkha Singh: મિલ્ખા સિંહે એક સમયે સલમાન ખાનનો વિરોધ કર્યો હતો, જો કે નરગિસ અને મધુબાલાના ફેન હતા
Madhubala, milkha singh, Nargis,
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 19, 2021 | 7:50 AM

મિલ્ખા સિંહ (Milkha Singh) એ 91 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી છે. આ સાથે જ દેશ એ એક મહાન ખેલાડીને કોરોનાને લઇને ગુમાવવા પડ્યા છે. તેઓ માટે કહેવાતુ હતુ કે, તેઓ દોડતા નહોતા, ઉડતા હતા. આમ પણ તેઓ ‘ફ્લાઇંગ શીખ’ (Flying Sikh) તરીકે જાણીતા હતા. મિલ્ખા સિંહ રમતો ઉપરાંત ફિલ્મો પ્રત્યે પણ ખૂબ આકર્ષિત હતા. મિલ્ખા સિંહને ફિલ્મો જોવાનો ખૂબ શોખ હતો. રમત થી જ્યારે સમય મળતો ત્યારે તેઓ હિન્દી ફિલ્મો જોઇ લેતા. હિન્દી ફિલ્મોમાં એવા કેટલાક કલાકારો હતા જેમના મિલ્ખા સિંહ ફેન હતા.

અભિનેત્રી નરગિસ (Nargis) અને મધુબાલા (Madhubala) ના દિવાના સૌ કોઇ રહ્યા છે. પરંતુ મિલ્ખા સિંહને પણ આ બંને અભિનેત્રીઓનો અભિનય ખૂબ પસંદ હતો. તેઓ એક ઇન્ટરવ્યુમાં પણ તે વાતને કહી ચુક્યા છે. તેઓ નરગીસ અને મધુબાલાના મોટા ફેન હતા. બંને અભિનેત્રીઓની એક પણ ફિલ્મને જોવાનુ ચુકતા નહોતા. જોકે 1960 બાદ મિલ્ખા સિંહ એ કોઇ પણ ફિલ્મ ને જોઇ નહોતી. પરંતુ જોકે તેઓ સિનેમાના સંદર્ભેનુ સઘળુ જ્ઞાન રાખતા હતા.

મીડિયા રિપોર્ટસનુસાર, મિલ્ખા સિંહે કહ્યુ હતુ, મે આપને બતાવ્યુ કે મે 1960 બાદ કોઇ ફિલ્મ જોઇ નથી. જો કે હું સિનેમા પર નજર બનાવી રાખતો હતો. મે આવારા, શ્રી 420, મધર ઇન્ડીયા અને મહલ જેવી ફિલ્મોને અનેક વાર જોઇ છે. મારા પસંદગીના કલાકાર અશોક કુમાર, દિલીપ કુમાર, રાજ કપૂર હતા. મને લતા મંગેશકર અને રફીના ગીત સાંભળવા ખૂબ જ પંસદ છે. જોકે 60 ના દશક બાદ ફિલ્મો થી મારુ કોઇ આકર્ષણ રહ્યુ નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

દોડવીર મિલ્ખા સિંહને જ્યારે પુછવામાં આવ્યુ કે તમારા પસંદગીના કલાકારોમાં કોઇ અભિનેત્રી નથી. તો તેમણે જવાબ આપ્યો હતો, અરે મને નરગીસ અને મધુબાલા ખૂબ પસંદ છે. હું તે સમયગાળામાં ક્યારેય તેમની કોઇ ફિલ્મ જોવાનુ મિસ કરતો નહોતો. ક્યારેય નહી.

સલમાન ખાનને લઇને દર્શાવ્યો હતો વિરોધ

આ ઉપરાંત મિલ્ખા સિંહ ભારતીય કલાકારો પર પોતાનો મત ખુલીને રજુ કરતા હતા. મિલ્ખા સિંહે તે સમયે વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે સલમાન ખાન (Salman Khan) ને ઇન્ડીયન ઓલિંમ્પિક એસોસિયશનનો ગુડવીલ એમ્બેસેડર બનાવ્યો હતો. મિલ્ખા સિંહે તે સમયે કહ્યુ હતુ કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના બદલે કોઇ રમત સાથેના ચહેરાને IOA નો ગુડવીલ એમ્બેસેડર બનાવવો જોઇએ. જોકે આ વાત સલમાન ખાનના પિતાને પસંદ પડી નહોતી. તેમણે મિલ્ખા સિંહને ટ્વીટ કરીને તે વાતનો જવાબ આપ્યો હતો.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">