Messi vs Ronaldo: આજે ફૂટબોલના મેદાન પર ટકરાશે દિગ્ગજો, જાણો મેચના સ્થળ, સમય અને લાઈવ સ્ટ્રિમિંગ વિશે

Messi vs Ronaldo Friendly match : આજે સાઉદી અરેબિયાના રિયાદમાં ફૂટબોલના દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે જંગ જામશે. રોનાલ્ડો અને મેસ્સી વચ્ચેની આ ધમાકેદાર મેચ માટે આખી દુનિયામાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે.

Messi vs Ronaldo: આજે ફૂટબોલના મેદાન પર ટકરાશે દિગ્ગજો, જાણો મેચના સ્થળ, સમય અને લાઈવ સ્ટ્રિમિંગ વિશે
Messi vs RonaldoImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 5:12 PM

ફિફા ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલ મેચ એક મહિના પહેલા કતારમાં થઈ હતી. 18 ડિસેમ્બર, 2022ના મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમ ત્રીજીવાર વર્લ્ડ કપ ચેમ્પિયન બની હતી. ફિફા વર્લ્ડ કપના એક મહિના બાદ ફૂટબોલ ચાહકો માટે આજે ખુશીનો દિવસ છે. દુનિયાના લોકપ્રિય અને દિગ્ગજ ખેલાડીઓમાંથી એક આર્જેન્ટિનાના મેસ્સી અને પોર્ટુગલના રોનાલ્ડો આજે ફૂટબોલના મેદાન પર ટકરાશે. ચાલો જાણીએ આજની મેચના સ્થળ,સમય અને લાઈવ સ્ટ્રિમિંગ વિશે.

આજે 19 જાન્યુઆરીના રોજ સાઉદી અરેબિયાના રિયાદમાં ફૂટબોલ દિગ્ગજ રોનાલ્ડો અને મેસ્સી આમને-સામને હશે. બંને ખેલાડીઓ પોતાની નવી ફૂટબોલ કલબની ટીમ સાથે જોવા મળશે. રોનાલ્ડો તેની નવી ફૂટબોલ કલબ અલ નાસર અને મેસ્સી પેરિસ સેન્ટ જર્મેન તરફથી રમતા જોવા મળશે. આ ફ્રેન્ડલી મેચને લઈને આખી દુનિયાના ફૂટબોલ પ્રેમીઓમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આ પહેલા આર્જેન્ટિનાના મેસ્સી બાર્સિલોના કલબ તરફથી રમતો હતો. થોડા સમય પહેલા જ તે પેરિસની ફૂટબોલ કલબ પેરિસ સેન્ટ જર્મેન સાથે જોડાયો હતો. પોર્ટુગલ ટીમનો કેપ્ટન રોનાલ્ડો ઈંગ્લિશ ક્લબ મેનચેસ્ટ યૂનાઈટેડ છોડીને સાઉદી અરબની અલ નાસરમાં જોડાયો હતો. આજની મેચ પેરિસ સેન્ટ જર્મેન અને સાઉદી અરબની બે ક્લબ અલ નાસર અને અલ હિલાલના ખેલાડીઓને મળીને બનાવેલી ટીમ રિયાદ  ST-11 વચ્ચે રમાશે.

આ સ્ટેડિયમમાં રમાશે ફ્રેન્ડલી મેચ

આર્જેન્ટિનાના કેપ્ટન મેસ્સી અને પોર્ટુગલના કેપ્ટન રોનાલ્ડો ઘણા લાંબા સમય બાદ એકબીજા સામે રમતા જોવા મળશે. આજે 19 જાન્યુઆરીના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 10.30 વાગ્યે રમાશે. આ મેચ સાઉદી અરબના રિયાદમાં કિંગ ફહદ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. પેરિસિનો યુવા ફૂટબોલર એમબામ્બે અને બ્રાઝિલનો લોકપ્રિય ફૂટબોલર નેમાર પણ આ મેચમાં જોવા મળશે.

મેસ્સી સહિતા ટીમના ખેલાડીઓ પહોંચ્યા રિયાદ

આજે રાત્રે રમાનારી મેચ માટે પેરિસ સેન્ટ જર્મેન ફૂટબોલ કલબના ખેલાડીઓ રિયાદ પહોંચી ચૂકયા છે. મેસ્સી સહિત અનેક દિગ્ગજ ખેલાડીઓ આજે આ મેચમાં રમતા જોવા મળશે. જણાવી દઈએ કે આજની મેચ ભારતના કોઈપણ ટીવી ચેનલ પર જોવા મળશે નહીં. પણ તમે પેરિસ સેન્ટ જર્મેન ફૂટબોલ કલબના સોશિયલ મીડિયા પેજ પરથી આ મેચને લાઈવ નિહાળી શકશો.

મેસ્સી અને રોનાલ્ડોનું ફિફા વર્લ્ડ કપ 2022નું પ્રદર્શન

રોનાલ્ડોના નેતૃત્વવાળી પોર્ટુગલ ટીમ ફિફા વર્લ્ડ કપની કવાર્ટર ફાઈનલ સુધી પહોંચી શકી હતી. રોનાલ્ડો આ વર્લ્ડ કપમાં કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. જ્યારે મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમ ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં ત્રીજીવાર વર્લ્ડ કપ જીતી હતી. દિગ્ગજ ખેલાડી મેસ્સી વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડન બોલ એવોર્ડ જીત્યો હતો.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">