યુવા ખેલાડીઓ માટે મેરી કોમે લીધો મોટો નિર્ણય, એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે નહીં

ભારતની સ્ટાર બોક્સર મેરી કોમે વિશ્વ ચેમ્પિયનશિપમાં દેશ માટે છ ગોલ્ડ અને એશિયન ગેમ્સમાં એક ગોલ્ડ મેડલ જીત્યો છે.

યુવા ખેલાડીઓ માટે મેરી કોમે લીધો મોટો નિર્ણય, એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે નહીં
MC Mary Kom (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 8:29 PM

છ વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર મેરી કોમે (MC Mary Kom) એક મોટો નિર્ણય લીધો છે અને જાહેરાત કરી છે કે તે આ વર્ષે યોજાનારી IBA મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ (IBA World Boxing Championship) અને એશિયન ગેમ્સ 2022માં (Asian Games 2022) ભાગ નહીં લે. આ ગેમ્સ માટે ટ્રાયલ સોમવારથી શરૂ થવા જઈ રહી છે અને મેરી કોમે નિર્ણય લીધો છે કે તે આ ટ્રાયલ્સમાં ભાગ નહીં લે. તે ઈચ્છે છે કે યુવા ખેલાડીઓને હવે તક મળે. વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે 12 કેટેગરીના ટ્રાયલ સોમવારથી બુધવાર દરમિયાન યોજાશે.

આ સાથે એશિયન ગેમ્સની શ્રેણી માટે પણ ટ્રાયલ થશે. 51 કિગ્રા અને 69 કિગ્રા વજનની શ્રેણીઓ વિશ્વ ચેમ્પિયનશિપનો ભાગ નથી. આવી સ્થિતિમાં, 11 થી 14 માર્ચ સુધી આ શ્રેણીઓ માટે અલગ ટ્રાયલ થશે. આ શ્રેણીના ખેલાડીઓને વધુ તક મળશે. IBA મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ 6 થી 21 મે દરમિયાન તુર્કીની રાજધાની ઇસ્તંબુલમાં યોજાશે. તે જ સમયે, બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે.

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં ભાગ નહીં લે મેરીકોમ

ભારતીય બોક્સિંગ ફેડરેશનને આપેલા નિવેદનમાં મેરી કોમે કહ્યું, “હું એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ નહીં લવ. હું ઈચ્છું છું કે નવી પેઢી આગળ આવે અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લઈને એક્સપોઝર મેળવે. હું અત્યારે કોમનવેલ્થ ગેમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું.”

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મેરી કોમના આ નિર્ણય પર બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખે કહ્યું, “મેરી કોમ બે દાયકાથી વધુ સમયથી ભારતીય બોક્સિંગનો ચહેરો છે. તેણે દેશભરના ઘણા બોક્સરોને પ્રેરણા આપી છે. અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને યુવાનોને આ તકનો લાભ લે તે માટે પ્રયત્ન કરીશું. અમને ખુશી છે કે અમારી પાસે ખૂબ જ મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ છે. તે દેશનું નામ રોશન કરવા માટે તૈયાર છે. હું મેરી કોમને કોમનવેલ્થ ગેમ્સની તૈયારી માટે શુભેચ્છા પાઠવું છું.

પુરુષોની ટ્રાયલ્સ મે મહિનામાં થશે

નેશનલ કેમ્પમાં ભાગ લેનાર ખેલાડીઓ અને ટોક્યો ઓલિમ્પિકનો ભાગ રહી ચૂકેલા બોક્સર પસંદગી માટે લાયક છે. પસંદગી સમિતિમાં BFI ના પ્રમુખ અથવા તેમના નોમિનીમાંથી કોઈ એક હોય છે. તે જ સમયે, અનુભવી બોક્સર અને નિષ્ણાત પેનલ પણ હશે જે મુકાબલો રેકોર્ડ કરશે અને પછી ચુકાદો આપશે. પુરુષો માટે મે મહિનામાં એશિયન ગેમ્સ માટે ટ્રાયલ થશે. તે જ સમયે, જૂનમાં કોમનવેલ્થ ગેમ્સ માટે પુરૂષો અને મહિલાઓ માટે ટ્રાયલ થશે.

આ પણ વાંચો : રવીન્દ્ર જાડેજાની બેવડી સદી પહેલા ઈનિંગ ડિકલેર કરવાને લઇને રોહિત શર્માએ આપી મોટી પ્રતિક્રિયા

આ પણ વાંચો : IND vs SL: અશ્વિને મોહાલીમાં નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ, કપિલ દેવને પાછળ છોડીને બનાવ્યો મોટો રેકોર્ડ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">