Cristiano Ronaldo: માન્ચેસ્ટર યુનાઈટેડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ગુમાવી શકે છે! ચેમ્પિયન્સ લીગમાં લિયોનેલ મેસી સાથે જોડી બનાવી શકે છે

Football : માન્ચેસ્ટર યુનાઇટેડ (Manchester United) ક્લબ આ વર્ષે યુઇએફએ ચેમ્પિયન્સ લીગ (Champions League) માટે ક્વોલિફાય કરી શકી નથી. તે ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં છઠ્ઠા સ્થાને રહ્યો હતો.

Cristiano Ronaldo: માન્ચેસ્ટર યુનાઈટેડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ગુમાવી શકે છે! ચેમ્પિયન્સ લીગમાં લિયોનેલ મેસી સાથે જોડી બનાવી શકે છે
Cristiano Ronaldo and Lionel Messi (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 7:15 AM

પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) હવે તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. તેની ઉંમર 37 વર્ષ છે. રોનાલ્ડોએ ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડ (Manchester United) સાથે બે વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જે આવતા વર્ષે સમાપ્ત થવાની તૈયારીમાં છે. પરંતુ તે પહેલા ક્લબ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યુનાઈટેડ ક્લબ સાથેનો તેમનો કરાર પુરો કરવાનું મન બનાવી લીધું છે. એટલે કે આ સિઝનમાં યુનાઈટેડ ક્લબ તેના સ્ટાર ખેલાડી રોનાલ્ડોને ગુમાવી શકે છે. જોકે ધ રેડ ડેવિલ્સ ક્લબ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબમાંથી ટ્રેનિંગ છોડીને હાલમાં પરિવાર સાથે રજાઓ માણી રહ્યો છે.

રોનાલ્ડો આ ક્લબ સાથે જોડાઇ શકે છે

રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ રેડ ડેવિલ્સ ક્લબ છોડ્યા બાદ રોનાલ્ડો ઇંગ્લિશ ક્લબ ચેલ્સી અથવા ફ્રેન્ચ ક્લબ પેરિસ સેન્ટ-જર્મન (Paris Saint Germain FC) માં જોડાઈ શકે છે. જર્મનીની ક્લબ બાયર્ન મ્યુનિકમાં પણ જોડાવાના અહેવાલો મળી રહ્યા છે. જોકે અત્યાર સુધી કોઈ ક્લબ તરફથી કોઈ ઓફર આવી નથી.

મેસ્સી-રોનાલ્ડોનો ડબલ ડોઝ જોવા મળી શકે છે

જો રોનાલ્ડો પીએસજી (PSG) નો હાથ પકડશે તો ફૂટબોલ ચાહકોને એક જ મેચમાં દર વખતે ડબલ ધડાકો જોવા મળશે. હકિકતમાં આર્જેન્ટિનાના સ્ટાર લિયોનેલ મેસી (Lionel Messi) પણ પીએસજી તરફથી રમે છે. આવી સ્થિતિમાં જો પોર્ટુગીઝ સ્ટાર્સ પણ જોડાય છે તો મેસ્સી અને રોનાલ્ડોનો મિજાજ એકસાથે જોવા મળી શકે છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

રોનાલ્ડો માન્ચેસ્ટર યુનાઇટેડ છોડવાનું કારણ શું છે?

હકિકતમાં માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબ આ વર્ષે ચેમ્પિયન્સ લીગ માટે ક્વોલિફાય કરી શકી નથી. તે ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં છઠ્ઠા સ્થાને રહી હતી. જ્યારે રોનાલ્ડો તેની વધતી ઉંમરને કારણે આ વર્ષે ચેમ્પિયન્સ લીગમાં રમવા માંગે છે. કારણ કે આવતા વર્ષની ટૂર્નામેન્ટ સુધીમાં તેની ઉંમર 38ને વટાવી જશે. આ જ કારણ છે કે રોનાલ્ડો અન્ય ક્લબમાં જોડાઈને ચેમ્પિયન્સ લીગ રમવા માંગે છે.

રોનાલ્ડો અને ક્લબ વચ્ચેનો કરાર આવતા વર્ષે પુરો થઇ રહ્યો છે

માન્ચેસ્ટર યુનાઈટેડએ રોનાલ્ડો સાથે બે વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા. જે 30 જૂન 2023 ના રોજ પુરો થવા જઇ રહ્યો છે. પરંતુ તે પહેલા રોનાલ્ડોએ ક્લબ છોડવાનું મન બનાવી લીધું છે. જો કે રેડ ડેવિલ્સ ક્લબ પાસે પણ રોનાલ્ડો સાથેના આ કરારને એક વર્ષ માટે લંબાવવાનો અધિકાર છે. પરંતુ ક્લબ પણ રોનાલ્ડોને છોડવા માટે રાજી થઈ ગઈ છે. 2021માં કરાર થયા બાદથી રોનાલ્ડોએ યુનાઈટેડ ક્લબ માટે 38 મેચોમાં 24 ગોલ કર્યા છે.

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">