વર્લ્ડકપની મેચ દરમિયાન એક જ ટીમના 2 ખેલાડીઓએ એકબીજાના વાળ ખેચી ઝગડ્યો કર્યો, જુઓ VIDEO

માલીના બે ખેલાડીઓ વચ્ચે આ લડાઈ ત્યારે થઈ જ્યારે સર્બિયાની ખેલાડી સાસા કાડો પોતાની ટીમની જીત બાદ ઈન્ટરવ્યુ આપી રહી હતી. વર્લ્ડ કપમાં માલીની ટીમ ગ્રુપ Bમાં સૌથી નીચના સ્થાન પર છે.

વર્લ્ડકપની મેચ દરમિયાન એક જ ટીમના 2 ખેલાડીઓએ એકબીજાના વાળ ખેચી ઝગડ્યો કર્યો,  જુઓ VIDEO
વર્લ્ડકપની મેચ દરમિયાન એક જ ટીમના 2 ખેલાડીઓ ઝગડ્યા
Image Credit source: VideoGrab
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Sep 27, 2022 | 4:16 PM

Basketball : સિડનીમાં મહિલા વર્લ્ડકપ (Women’s World Cup) મેચમાં થયેલી લડાઈને લઈ FIBA એટલે કે ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ ફેડરેશન એક્શનમાં છે. મહિલાઓની બાસ્ટકેટબોલની વર્લ્ડકપ મેચમાં આ લડાઈ માલી ટીમના 2 ખેલાડીઓ વચ્ચે થઈ હતી. આવું ત્યારે થયું જ્યારે ટીમ મહિલા વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. સિડનીમાં 26 સપ્ટેમ્બરના રોજ રમાયેલી મહિલાઓની ગ્રુપ બી મેચમાં માલીની ટીમને સાર્બિયાને 81-68થી બહાર થઈ હતી. આ ટૂર્નામેન્ટ (tournament)માં માલીની ટીમની સતત ચોથી હાર હતી.

વર્લ્ડકપ મેચ દરમિયાન ફાઈટ જોવા મળી

માલીની 2 ખેલાડીઓ વચ્ચે લડાઈ તે દરમિયાન જોવા મળી જ્યારે સાર્બિયાની ખેલાડી સાસા કાડો પોતાની ટીમની જીત બાદ ઈન્ટરવ્યુ આપી રહી હતી. તે જે જગ્યા પર ઈન્ટરવ્યુ આપી રહી હતી તે સ્થળ પર જ માલીની 2 ખેલાડીઓએ એક બીજા પર મંચનો વરસાદ કર્યો હતો.

FIBA તપાસ શરુ કરી

હવે દુનિયાભરમાં બાસ્કેટબોલની સર્વોચ્ચ સંસ્થા FIBA આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. સંસ્થાએ નિવેદન આપ્યું કે, અમે મેદાન પર મેચ દરમિયાન થયેલી મારપીટને લઈ તપાસ શરુ કરી છે. એક વખત તપાસ પરી થઈ જશે ત્યારબાદ સમગ્ર માહિતી વિશે જાણ થશે.

વર્લ્ડ કપમાં માલીની ટીમ ગ્રુપ Bમાં સૌથી નીચના સ્થાન પર છે. 4 મેચ રમ્યા બાદ તેના 4 પોઈન્ટ છે. માલીની બાસ્કેટબોલ રમતી મહિલાઓ ટૂર્નામેન્ટમાંથી પહેલા જ બહાર થઈ ગઈ છે, પરંતુ તેઓ 27 સપ્ટેમ્બરે કેનેડા સામે તેની છેલ્લી મેચ રમશે. આફ્રો અમેરિકન ચેમ્પિયન નાઈજીરિયાની ટીમે ટૂર્નામેન્ટમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો ત્યારે માલીને વર્લ્ડ કપમાં રમવાની તક મળી.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati