FIFA WC:’આર્જેન્ટિના માટે મારી છેલ્લી મેચ’, મેસ્સી વર્લ્ડ કપ ફાઇનલ બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે

પોતાના છેલ્લા વર્લ્ડ કપમાં મેસ્સી પાસે ટીમને ટાઈટલ સુધી લઈ જવા અને ગોલ્ડન બૂટ જીતવાની શાનદાર તક છે. ફાઇનલમાં આર્જેન્ટિનાનો સામનો ફ્રાન્સ અથવા મોરોક્કો બંન્નેમાંથી વિજેતા ટીમ સાથે થશે.

FIFA WC:'આર્જેન્ટિના માટે મારી છેલ્લી મેચ', મેસ્સી વર્લ્ડ કપ ફાઇનલ બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે
આર્જેન્ટિના માટે મારી છેલ્લી મેચImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2022 | 11:17 AM

આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમના કેપ્ટન અને સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ સ્પષ્ટ કર્યું છે કે, તે 2022 ફિફા વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈ લેશે. આ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં મેસ્સી છેલ્લી વખત પોતાના દેશ માટે રમતા જોવા મળશે. મેસ્સી પાસે આ મેચમાં પોતાની ટીમને ચેમ્પિયન બનાવીને વર્લ્ડ કપ જીતવાની અને ગોલ્ડન બૂટ પોતાના નામે કરવાની તક છે. તેમજ મેસ્સી રોનાલ્ડોનો રેકોર્ડ તોડી શકે છે.

ફિફા વર્લ્ડ કપ 2022 ફાઇનલ પછી નિવૃત્તિ લેશે

લિયોનેલ મેસીએ પોતે પુષ્ટિ કરી છે કે, તે 18 ડિસેમ્બરે ફિફા વર્લ્ડ કપ 2022 ફાઇનલ પછી નિવૃત્તિ લેશે. આર્જેન્ટિનાના કેપ્ટન મેસ્સીએ ક્રોએશિયા સામેની સેમી ફાઈનલ મેચમાં પેનલ્ટી પર ગોલ કરીને તેની ટીમને ફાઇનલમાં પહોંચવામાં મદદ કરી હતી. તેના સિવાય, જુલિયન અલ્વારેઝે બે ગોલ કર્યા અને આર્જેન્ટિનાએ ક્રોએશિયાને 3-0થી હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું. આ પછી મેસ્સીએ સ્પષ્ટ કર્યું કે તે છેલ્લી વખત પોતાના દેશ માટે ફાઇનલમાં રમશે.

મેસ્સીએ આર્જેન્ટિનાના મીડિયા આઉટલેટ ડાયરિયો ડિપોર્ટિવો ઓલેને જણાવ્યું હતું કે, “હું આ હાંસલ કરી શક્યો તે બદલ હું ખૂબ જ ખુશ છું,” ફાઇનલમાં છેલ્લી ગેમ રમીને મારી વર્લ્ડ કપ સફર સમાપ્ત કરીશ. આર્જેન્ટિનાના કેપ્ટને કહ્યું, “આગામી (વર્લ્ડ કપ)માં ઘણા વર્ષો છે અને મને નથી લાગતું કે હું તે કરી શકીશ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મેસીનો પાંચમો વર્લ્ડ કપ

35 વર્ષેનો મેસી પોતાનો પાંચમો વર્લ્ડ કપ રમી રહ્યો છે. તેમણે આર્જેન્ટિનાના જ મારાડોના અને ઝેવિયર માશેરાને પાછળ છોડ્યા છે. જેમણે 4 વર્લ્ડકપ રમ્યા છે. મેસ્સીએ કતાર વર્લ્ડ કપમાં તેનો પાંચમો ગોલ કર્યો અને વર્લ્ડ કપ ગોલ કરવાના રેકોર્ડમાં ગેબ્રિયલ બટિસ્તુતાને પાછળ છોડી દીધો. ગેબ્રિયલ બતિસ્તુતાએ વર્લ્ડ કપમાં 11 ગોલ કર્યા છે અને મેસ્સી તેને પાછળ છોડી ગયો છે.

36 વર્ષના દુષ્કાળનો અંત

આર્જેન્ટિનાની ટીમ છઠ્ઠી વખત ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. આ પછી ટીમના ચાહકોએ રસ્તા પર આવીને ઉજવણી કરી હતી. ફાઇનલમાં આર્જેન્ટિનાનો સામનો 2018ના ચેમ્પિયન ફ્રાન્સ અથવા મોરોક્કોમાંથી થશે.મેસ્સી આર્જેન્ટિના માટે તેની છેલ્લી મેચ જીતીને ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા ઈચ્છશે. આર્જેન્ટિનાએ છેલ્લે વર્ષ 1986માં વર્લ્ડ કપ જીત્યો હતો. આશા છે કે મેસ્સીની છેલ્લી મેચમાં 36 વર્ષના દુષ્કાળનો અંત આવશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">