શરમજનક ! ટોઈલેટમાં રસોઈ બનાવીને ખેલાડીઓને ખવડાવી, જુઓ વીડિયો

ટોયલેટમાં રાખવામાં આવેલી પ્લેટમાંથી ભારતીય ખેલાડીઓને ભાત પીરસવામાં આવ્યા હતા. કેટલાક ખેલાડીઓ શૌચાલયમાં આવતા અને જાતે ભોજન લેતા જોવા મળ્યા હતા.

શરમજનક ! ટોઈલેટમાં રસોઈ બનાવીને ખેલાડીઓને ખવડાવી, જુઓ વીડિયો
શરમજનક ! ટોઈલેટમાં બનેલી રસોઈ ખેલાડીઓને ખવડાવવામાં આવીImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 12:26 PM

Kabaddi : સોશિયલ મીડિયા (Social media) પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોએ ભારતીય રમત જગતને હચમચાવી નાખ્યું. આ ફોટો ટોયલેટનો છે, જેમાં ચોખાથી ભરેલી પ્લેટ રાખવામાં આવી છે અને આ ચોખા ખેલાડીઓને પીરસવામાં આવ્યા હોવાના અહેવાલ છે. મામલો ઉત્તર પ્રદેશના સહારનપુરનો છે, જ્યાં ડો. ભીમરાવ આંબેડકર સ્પોર્ટ્સ સ્ટેડિયમના ટોયલેટ (toilet)માં રસોઈ બનાવી રાખવામાં આવી અને ત્યારબાદ અંડર-17 સ્ટેટ લેવલ ગર્લ્સ કબડ્ડી ટુર્નામેન્ટ (Girls Kabaddi Tournament)માં ભાગ લેવા આવેલા 200 ખેલાડીઓને તે જ ભાત પીરસવામાં આવ્યા હતા.

ખેલાડીઓના સ્વાસ્થ

ખેલાડીઓના સ્વાસ્થ સાથે છેડા થવાને કારણે ચાહકો પણ નારાજ છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ગુસ્સો કાઢી રહ્યા છે. વાયરલ ફોટા અને વીડિયોને ટેગ કરીને નેતાઓને પૂછવામાં આવી રહ્યું છે કે આ મામલે અત્યાર સુધી વહીવટીતંત્ર ક્યાં છે? ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ, એક જુનિયર ખેલાડીએ આ વિશે માહિતી આપી. સહારનપુરના સ્પોર્ટ્સ ઓફિસર અનિમેષ સક્સેનાએ આ આરોપોને સંપૂર્ણ ખોટા ગણાવીને ફગાવી દીધા.

“https://twitter.com/hashtag/Saharanpur?src=hash&ref_src=twsrc%5Etfw”>#Saharanpur #Up pic.twitter.com/Oy969GiJEW

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

— Sachin Gupta | सचिन गुप्ता (@sachingupta787) September 19, 2022

રમતગમત અધિકારી અનિમેષ સક્સેનાએ જણાવ્યું હતું કે, વરસાદના કારણે સ્વિમિંગ પૂલની બાજુમાં આવેલા ચેન્જિંગ રૂમમાં જમવાનો સામાન રાખવામાં આવ્યો હતો, કારણ કે સ્ટેડિયમની ચારે બાજુ બાંધકામ ચાલી રહ્યું છે, જેના કારણે અમે ચેન્જિંગ રૂમમાં ભોજન રાંધવાની વ્યવસ્થા કરી હતી.

સ્વિમિંગ પૂલ પાસે ખોરાક તૈયાર કરવામાં આવ્યો

કેટલાક ખેલાડીઓ ટોઇલેટમાં જતા અને પોતાની પ્લેટમાં ભાત કાઢતા જોવા મળ્યા હતા. બપોરના ભોજનમાં ખેલાડીઓને ભાત પીરસવામાં આવ્યા હતા. કેટલાક ખેલાડીઓએ સ્ટેડિયમના અધિકારી સમક્ષ મામલા પર સવાલ ઉઠાવ્યો હતો. અધિકારીએ રમત ગમત અધિકારીને પણ જાણ કરી હતી. જે બાદ સક્સેનાએ રસોઈયોને ઠપકો પણ આપ્યો હતો. રમતગમતના અધિકારીએ જણાવ્યું હતું કે જગ્યાની અછત હતી અને સ્વિમિંગ પૂલ પાસે ખોરાક તૈયાર કરવામાં આવ્યો હતો. રાજ્ય કક્ષાની જુનિયર ગર્લ્સ કબડ્ડી ટુર્નામેન્ટ 16 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. ટૂર્નામેન્ટમાં ફૂડને લઈને હોબાળો થયો છે.

આ સમગ્ર મામલે સહારનપુરના સ્પોર્ટ્સ ઓફિસર અનિમેષ સક્સેનાને સહારનપુરમાં યોજાયેલી ગર્લ્સ કબડ્ડી સ્પર્ધામાં ખેલાડીઓને ખરાબ ભોજન પીરસવા અને રસોડા તરીકે શૌચાલયનો ઉપયોગ કરવા બદલ રમત નિર્દેશાલય દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">