ટોયલેટમાં રસોઈ બનાવવા મુદ્દે, ધવન અને હરભજને મહિલા ખેલાડીઓ માટે અવાજ ઉઠાવ્યો

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક ટૂર્નામેન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય મહિલા ખેલાડીઓ પ્લેટમાં ટોઈલેટમાં રાખેલા ચોખાને બહાર કાઢતી જોવા મળી રહી છે.

ટોયલેટમાં રસોઈ બનાવવા મુદ્દે, ધવન અને હરભજને મહિલા ખેલાડીઓ માટે અવાજ ઉઠાવ્યો
ટોઈલેટમાં રસોઈ બનાવવા મુદ્દે, ધવન અને હરભજને મહિલા ખેલાડીઓ માટે અવાજ ઉઠાવ્યો
Image Credit source: Video Screenshot
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Sep 22, 2022 | 5:05 PM

Kabaddi: ભારતના સ્ટાર ક્રિકેટર શિખર ધવન  (Shikhar Dhawan) અને અનુભવી બોલર હરભજન સિંહે (Harbhajan Singh) મહિલા કબડ્ડી ખેલાડીઓ માટે અવાજ ઉઠાવ્યો છે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રમત મંત્રાલયને અપીલ કરી છે. થોડા દિવસ પહેલા મહિલા કબડ્ડી ખેલાડીઓને ટોઈલેટમાં રાંધવામાં આવેલો ખોરાક પીરસવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ધવને વીડિયો ટ્વિટ કરીને કહ્યું કે રાજ્ય સ્તરની ટૂર્નામેન્ટમાં કબડ્ડી ખેલાડીઓને ટોઈલેટમાંથી ભોજન લેતા જોવું ખૂબ જ નિરાશાજનક છે.

ધવન અને હરભજને અવાજ ઉઠાવ્યો

ભારતીય ઓપનર ધવને કહ્યું કે, હું યુપીના મુખ્યમંત્રી અને રમતગમત વિભાગને વિનંતી કરું છું કે તેઓ આ મામલે તપાસ કરે અને કાર્યવાહી કરે. પૂર્વ ભારતીય બોલર હરભજન સિંહે પણ શિખર ધવનના વીડિયોને રિટ્વીટ કરીને આ મામલે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. તેમણે મુખ્યમંત્રી આદિત્યનાથને આ મામલાની તપાસ કરવાની અપીલ કરી છે.

શું છે સમગ્ર મામલો

મામલો સહારનપુરનો હતો. જ્યાં 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન અંડર-17 રાજ્ય સ્તરીય ગર્લ્સ કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 300 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને આપવામાં આવતા ભોજનને લઈને હોબાળો થયો હતો. જમવાનું તૈયાર કરીને એક મોટા વાસણમાં ટોઈલેટમાં રાખવામાં આવતું હતું અને ખેલાડીઓ ટોઈલેટમાં આવતા અને જાતે જ ખોરાક લેતા જોવા મળ્યા હતા.

આ મામલો વધ્યા બાદ સહારનપુરના સ્પોર્ટ્સ ઓફિસર અનિમેષ સક્સેનાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ સક્સેનાએ આ આરોપોને બકવાસ ગણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે ફૂડ સ્વિમિંગ પૂલ પાસે તૈયાર કરવામાં આવ્યું હતું. વરસાદ પડતો હોવાથી તેને ત્યાં રાખવામાં આવ્યો હતો.  કારણ કે, કામ ચાલી રહ્યું હોવાને કારણે સ્ટેડિયમમાં ક્યાંય જગ્યા નહોતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati