FIFA 2022 Japan Vs Germany : વર્લ્ડકપમાં જાપાનની વિજયી શરુઆત, 4 વખતની ચેમ્પિયન ટીમ જર્મની સામે 2-1થી જીત મેળવી

FIFA 2022 Japan vs Germany match report : કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે જાપાન અને જર્મની વચ્ચે ગ્રુપ Eની પ્રથમ મેચ રમાઈ હતી. આ મેચ જોવા માટે હજારોની સંખ્યામાં ફેન્સ ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પહોંચ્યા હતા.

FIFA 2022 Japan Vs Germany : વર્લ્ડકપમાં જાપાનની વિજયી શરુઆત, 4 વખતની ચેમ્પિયન ટીમ જર્મની સામે 2-1થી જીત મેળવી
FIFA 2022 Japan vs germany match reportImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 8:54 PM

કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે જાપાન અને જર્મની વચ્ચે ગ્રુપ Eની પ્રથમ મેચ રમાઈ હતી. આ મેચ જોવા માટે હજારોની સંખ્યામાં ફેન્સ ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ મેચમાં જાપાનની ટીમે 4 વખતની વિજેતા ટીમ જર્મનીને 2-1થી હરાવી છે. જાપાનની ટીમે જર્મનીને હરાવીને મોટો અપર્સેટ સર્જયો છે. ફિફા વર્લ્ડકપ 2022માં આ બીજો મોટો અપર્સેટ સર્જાયો છે. આ પહેલા સાઉદી અરેબિયા એ લિયોનેલ મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિનાની ટીમને હરાવીને અપસેટ સર્જયો હતો. જણાવી દઈએ કે ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં 26 મેચ પછી પ્રથમ વખત ઓપનિંગ ગોલ કરી જર્મની હાર્યું છે. છેલ્લે  વર્ષ 1994ના વર્લ્ડકપની  ક્વાર્ટર ફાઇનલમાં જર્મની એ બલ્ગેરિયા સામે ઓપનિંગ ગોલ કર્યો હતો ને હારી ગઈ હતી.

વર્લ્ડ રેંકિગની વાત કરીએ તો જર્મનીની ટીમ હાલમાં 11માં સ્થાને છે. જ્યારે જાપાનની ટીમ 24માં સ્થાને છે.ફિફા વર્લ્ડકપમાં જર્મનીની ટીમ 4 વાર વિજેતા બન્યુ છે. આ ટીમે વર્ષ 1954, 1974, 1990 અને 2014માં ફિફા વર્લ્ડકપની ટ્રોફી જીતી હતી. વર્ષ 2018માં જર્મની ફિફા વર્લ્ડકપના પહેલા રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી. જાપાન એ આ વખતે સતત સાતમી વખત વર્લ્ડકપ માટે કવાલીફાય કર્યું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જે ફિફા વર્લ્ડકપનીની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જોઈ રહ્યા હતા, તે ફિફા વર્લ્ડકપની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આખી દુનિયાના કતારમાં થયેલી ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગઈ હતી. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો. ફિફા વર્લ્ડકપની શરુઆતથી જ રોમાંચક મેચો જોવા મળી રહી છે. ફિફા વર્લ્ડકપમાં આ વખતે શરુઆતમાં જ 4 મેચો ડ્રો રહી છે. જેમાંથી 3 મેચોમાં એક પણ ગોલ થયો ન હતો.

જર્મની સામે જાપાનની 2-1થી જીત

જાપાન અને જર્મની વચ્ચેની મેચનો ઘટનાક્રમ

આ હતી જાપાન અને જર્મનીની ટીમો

ગ્રુપ Eનું પોઈન્ટ ટેબલ

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">