Indonesia Open Badminton: પીવી સિંધુ પહેલા જ રાઉન્ડમાં હારતા ટુર્નામેન્ટમાંથી થઈ બહાર

Indonesia Open Badminton: બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતની અનુભવી બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ઇન્ડોનેશિયા ઓપનના પ્રથમ રાઉન્ડમાં હારી ગઈ છે.

Indonesia Open Badminton: પીવી સિંધુ પહેલા જ રાઉન્ડમાં હારતા ટુર્નામેન્ટમાંથી થઈ બહાર
PV Sindhu (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 10:50 PM

ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ (PV Sindhu)ને ઈન્ડોનેશિયા ઓપન સુપર 100 (Indonesia Open Super 100) બેડમિન્ટન ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. પીવી સિંધુ મહિલા સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં ચીનની હે બિન્ગ જીઓ (He Bing Jiao) એ 21-14, 21-18થી હારીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ. બંને ખેલાડીઓ વચ્ચેની મેચ 47 મિનિટ સુધી ચાલી હતી. આગામી બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ પહેલા પીવી સિંધુની તૈયારીઓને મોટો ફટકો પડ્યો છે.

ચીનની ખેલાડીએ સાતમી ક્રમાંકિત બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ સામે પોતાનો રેકોર્ડ 10-8થી બનાવ્યો છે. બીજી તરફ, મેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં બી સાઈ પ્રણીતનો મુકાબલો ડેનમાર્કના હંસ ક્રિસ્ટિયન સોલબર્ગ વિન્ટિંગ્સ સામે હતો. આ મેચમાં પણ ભારતીય ખેલાડીનો પરાજય થયો હતો. વ્હાઈટિંગ્સે બી સાઈ પ્રણીતને 21-16, 21-19થી હરાવી તેને બહાર કરી દીધો.

ચીનની ખેલાડીએ સાતમી ક્રમાંકિત બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ (PV Sindhu) સામે પોતાનો રેકોર્ડ 10-8થી બનાવ્યો છે. બીજી તરફ મેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં બી સાઈ પ્રણીતનો મુકાબલો ડેનમાર્કના હંસ ક્રિસ્ટિયન સોલબર્ગ વિન્ટિંગ્સ સામે હતો. આ મેચમાં પણ ભારતીય ખેલાડીનો પરાજય થયો હતો. વ્હાઈટિંગ્સે બી સાઈ પ્રણીતને 21-16, 21-19થી હરાવી તેને બહાર કરી દીધો.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

પીવી સિંધુએ જિયાઓ સામે ધીમી શરૂઆત કરી હતી

પીવી સિંધુએ Bing Xiao સામે ધીમી શરૂઆત કરી હતી. ચાઈનીઝ ખેલાડીએ ટૂંક સમયમાં મેચમાં 9-2ની લીડ મેળવી લીધી હતી અને બ્રેક સમયે 11-4થી આગળ હતી. પીવી સિંધુએ ત્યારબાદ સતત ચાર પોઈન્ટ બનાવ્યા હતા. પરંતુ બિંગ ઝિયાઓએ તેને વધુ કમબેક કરવાની તક આપી ન હતી. Bing Xiaoએ બીજી ગેમમાં પણ 5-1થી સરસાઈ મેળવી હતી. પીવી સિંધુએ મેચ નજીક લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ચીનની ખેલાડીને જીતતા રોકી શકી નહીં.

ભારતીય મિક્સ ડબલ્સની જોડી પણ પહેલા રાઉન્ડમાં હારી ગઇ

ભારતની મિક્સ ડબલ્સમાં ઈશાન ભટનાગર અને તનિષા ક્રાસ્ટોની જોડી પણ નિરાશ થઈ હતી. આ જોડી માત્ર 32 મિનિટમાં હોંગકોંગના ચાંગ ટાક ચિંગ અને એનજી વિંગ યુંગ હોંગ સામે 14-21, 11-21થી હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી.

ઈન્ડોનેશિયા માસ્ટર્સમાં ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર થઈ હતી

આ પહેલા પીવી સિંધુને ઈન્ડોનેશિયા માસ્ટર્સની ક્વાર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરના સમયમાં પીવી સિંધુ તેના ઉપરના ક્રમાંકિત ખેલાડી સામે જીત માટે સંઘર્ષ કરતી જોવા મળી હતી. કોમનવેલ્થ ગેમ્સ પહેલા તેના માટે આ ટૂર્નામેન્ટમાં આગળ વધવાની અને પોતાની તૈયારીઓને મજબૂત કરવાની સારી તક હતી. પરંતુ તેણે તે ગુમાવી દીધી છે.

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">