CWG માટે મહિલા હોકી ટીમની જાહેરાત, રાણી રામપાલને ન મળ્યું સ્થાન સવિતા બની કેપ્ટન

ભારતીય મહિલા હોકી ટીમ (Indian women's hockey team)પુલ Aમાં ઈંગ્લેન્ડ, કેનેડા, વેલ્સ અને ધાનાને સાથે રાખવામાં આવ્યા છે. ભારત પોતાના અભિયાનની શરુઆત 28 જૂલાઈના રોજ ધાના વિરુદ્ધ કરશે.

CWG માટે મહિલા હોકી ટીમની જાહેરાત, રાણી રામપાલને ન મળ્યું સ્થાન સવિતા બની કેપ્ટન
CWG માટે મહિલા હોકી ટીમની જાહેરાત, રાણી રામપાલને ન મળ્યું સ્થાન સવિતા બની કેપ્ટનImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 11:39 AM

Indian women’s hockey team : ભારતે આગામી રાષ્ટ્રમંડલ રમત માટે ગુરુવારના રોજ 18 સભ્યોની મહિલા હોકી ટીમ (Indian Women Hockey Team) ની જાહેરાત કરી છે. ફરીથી સ્ટાર સ્ટ્રાઈકર રાની રામપાલ બહાર થઈ ગઈ છે કારણ કે, તે ઈજામાંથી બહાર આવી ફીટ થઈ નથી.કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)ની ટીમ આવતા મહિને વર્લ્ડકપમાં ભાગ લેનારી ટીમનો સામનો કરી રહી છે, ગોલકીપર સવિતા પૂનિયા ટીમની કેપ્ટન હશે. જ્યારે અનુભવી ડિફેંડર દીપ ગ્રેસ અક્કા 28 જૂલાઈથી 8 ઓગસ્ટ સુધી બર્મિંગહામમાં ચાલનાર (Commonwealth Games) ઉપકેપ્ટનની જવાબદારી સંભાળશે. બંન્ને ખેલાડી વર્લ્ડકપમાં મહત્વની ભૂમિકા ભજવશે

વર્લ્ડ કપની ટીમમાં 3 ફેરફાર

કોમનવેલ્થ ગેમ્સની ટીમ માટે વર્લ્ડકપ ટીમમાં માત્ર 3 ફેરફાર કર્યા છે. બીચુ દેવી ખરીબામના સ્થાને રજની એતિમાર્પુને બીજા ગોલકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે વર્લ્ડકપ ટીમ સભ્ય સોનિકા (મિડફીલ્ડર)ને કોમનવેલ્થ ગેમની ટીમમાં સામેલ કરવામાં આવી નથી. ફૉરવર્ડ સંગીતા કુમારીને વર્લ્ડકપ માટે અવેજી ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી છે પરંતુ તે કોમનવેલ્થની ટીમમાં સભ્ય તરીકે સામેલ છે

ભારત પૂલ Aમાં ઈંગ્લેન્ડ, કનાડા, વેલ્સ અને ધાનાની સાથે રાખવામાં આવ્યા છે , ભારત પોતાના અભિયાનની શરુઆત 28 જૂલાઈ ધાના વિરુદ્ધ કરશે. ભારત મહિલા ટીમ પોતાની આગેવાનીમાં ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક ચોથા સ્થાને પહોંચનારી રાનીને હૈમસ્ટ્રિંગની ઈજા બાદ બેલ્જિયમ અને નેધરલેન્ડ વિરુદ્ધ એફઆઈએચ પ્રો લીગ મેચમાં પસંદગી થઈ છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પ્રો લીગમાં નહિ રમે રાની રામપાલ

રાની પ્રો લીગના યૂરોપીય તબક્કાના 4 મેચમાં રમશે નહિ, તે વર્લ્ડકપની ટીમમાં પોતાનું સ્થાન ગુમાવ્યું છે, ગોલ્ડ કોસ્ટ 2014 કોમન્વેલ્થ ગેમમાં ભારત બ્રોન્ઝ મેડલના મેચમાં ઈંગ્લેન્ડ સામે હારી ચોથા સ્થાને રહી હતી, પ્રથમ એફઆઈએચ પ્રો લીગમાં શાનદાર રમત બાદ ભારતીય ટીમ હવે બર્મિગહામમાં પોડિયમ સ્થાન મેળવવા પ્રયત્ન કરી રહી છે. ટીમ એફઆઈએચ પ્રો લીગમાં આર્જેટીના અને નેધરલેન્ડ પછી ત્રીજા સ્થાને રહી હતી

કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય મહિલા હોકી ટીમ:

ગોલકીપર્સ: સવિતા (કેપ્ટન), રજની એતિમાર્પુ

ડિફેન્ડર્સઃ ડીપ ગ્રેસ એક્કા (વાઈસ કેપ્ટન), ગુરજીત કૌર, નિક્કી પ્રધાન, ઉદિતા

મિડફિલ્ડર્સઃ નિશા, સુશીલા ચાનુ, પુખરમ્બમ, મોનિકા, નેહા, જ્યોતિ, નવજોત કૌર, સલીમા ટેટે

ફોરવર્ડ્સ: વંદના કટારિયા, લાલરેમસિયામી, નવનીત કૌર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">