BWF World Championships: પ્રણોયે વિશ્વ નંબર 9 ક્રમાંતીને પરાસ્ત કરીને કરી શરુઆત, આજે પીવી સિંધૂ પર નજર

વિશ્વમાં નંબર 9 સામે પ્રણોયની આ પ્રથમ જીત છે. તેણે છેલ્લા 5 વર્ષમાં 4 મેચ રમીને આ જીત મેળવી છે.

BWF World Championships: પ્રણોયે વિશ્વ નંબર 9 ક્રમાંતીને પરાસ્ત કરીને કરી શરુઆત, આજે પીવી સિંધૂ પર નજર
HS Prannoy-PV Sindhu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 9:56 AM

ભારતીય શટલર એચએસ પ્રણોયે (HS Prannoy) સ્પેનના મેડ્રિડમાં રમાઈ રહેલી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ (BWF World Championships) માં ધમાકેદાર રીતે તેની સફર શરૂ કરી છે. સોમવારે રમાયેલી પ્રથમ રાઉન્ડની મેચમાં તેણે વિશ્વના 9 નંબરના હોંગકોંગના શટલરને હરાવ્યો હતો. એચએસ પ્રણોયે આ મેચ 71 મિનિટમાં 13-21, 21-18, 21-19 થી જીતી લીધી હતી. વિશ્વમાં નંબર 9 સામે પ્રણયની આ પ્રથમ જીત છે. તેણે છેલ્લા 5 વર્ષમાં 4 મેચ રમીને આ જીત મેળવી છે.

જોકે, વિશ્વનો નંબર વન અને ઓલિમ્પિક ચેમ્પિયન વિક્ટર ભારતના એચએસ પ્રણય જેટલો ભાગ્યશાળી નહોતો. પહેલા જ રાઉન્ડમાં હાર્યા બાદ તેને પલટવારનો સામનો કરવો પડ્યો હતો. વિક્ટરને 22મા ક્રમાંકિત ખેલાડી લોહ યુએ હરાવ્યો હતો. આ વર્ષે રમાયેલી 65 મેચોમાં વિશ્વના નંબર વન વિક્ટરની આ ચોથી હાર છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આજે પીવી સિંધુ પર નજર રહેશે

આજે પણ 3 મજબૂત ભારતીય શટલર્સ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના કોર્ટ પર ઉતરશે. આમાં સૌથી મોટું નામ મહિલા વર્ગમાં સ્ટાર ખેલાડી પીવી સિંધુ (PV Sindhu) નું હશે. સિંધુ આજે માર્ટિના રેપ્સિકા સામે ટકરાશે. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિંધુ ભારતની સૌથી મોટી આશા છે. અને, તે આ મેચ જીતશે તેવી અપેક્ષા છે.

શ્રીકાંત અને લક્ષ્ય પણ મેદાનમાં હશે

આ સિવાય 2 ભારતીય શટલર્સ પુરૂષ વિભાગમાં પ્રવેશ કરશે, જેમાંથી એક કિદામ્બી શ્રીકાંત અને બીજો લક્ષ્ય સેન હશે. શ્રીકાંતનો મુકાબલો લી શી ફેંગ સામે થશે. અગાઉ તેણે પોતાની પ્રથમ મેચ સીધી ગેમમાં 21-12, 21-16 થી જીતી હતી. બીજી તરફ લક્ષ્ય સેનને જાપાનના નિશિમોટોના પડકારનો સામનો કરવો પડશે. આ બંને ખેલાડીઓ વચ્ચે આ પ્રથમ ટક્કર હશે. આ પહેલા તેમની વચ્ચે કોઈ મેચ રમાઈ ન હતી. આવી સ્થિતિમાં આ બંને ખેલાડીઓ એકબીજાની નબળાઈઓથી અજાણ હશે.

વર્લ્ડ ચેમ્પિયનશિપના કોર્ટ પર ભારતની બીજી મેચની વાત કરીએ તો, 2 મેચ ડબલ્સમાં રમાશે. એકમાં ચિરાગ અને સાત્વિકસાઈરાજની જોડી કોર્ટ પર હશે. બીજી મેચમાં સૌરભ શર્મા અને અનુષ્કા પરીખની જોડી ઉતરશે.

આ પણ વાંચોઃ IND vs AFG: ટીમ ઇન્ડિયા માર્ચમાં રમશે વન ડે સિરીઝ, યુવા ખેલાડીઓને લાગશે લોટરી!

આ પણ વાંચોઃ IND Vs SA: રોહિત શર્મા ટેસ્ટ સિરીઝ થી બહાર, વિરાટ કોહલી એ વન ડે સિરીઝ થી નામ પરત ખેંચ્યુ, ટીમ ઇન્ડિયામાં બધુ બરાબર હોવા પર સંદેહ!

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">