National Games 2022 માં સોફટ ટેનિસમાં પુરૂષ ટીમે ગુજરાતને અપાવ્યો 11 મો ગોલ્ડ મેડલ

નેશનસ ગેમ્સ 2022 માં સોફ્ટ ટેનિસની ઇવેન્ટમાં પુરૂષ વર્ગમાં ગુજરાતે ગોલ્ડ મેડલ જીત્યો છે. ગુજરાતની ટીમે ફાઇનલમાં મધ્ય પ્રદેશને હરાવ્યો. સોફ્ટ ટેનિસમાં મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો.

National Games 2022 માં સોફટ ટેનિસમાં પુરૂષ ટીમે ગુજરાતને અપાવ્યો 11 મો ગોલ્ડ મેડલ
Gujarat wins Gold medal in Men's team soft tennis in National games 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2022 | 8:34 PM

નેશનલ ગેમ્સ 2022 (National Games 2022) માં ગુજરાતના અમદાવાદ ખાતે આયોજિત સોફ્ટ ટેનિસ ઈવેન્ટમાં પુરૂષ વર્ગમાં ગુજરાતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલા ટીમની વાત કરીએ તો ફાઈનલમાં હારના કારણે સિલ્વર મેડલથી સંતોષ કરવો પડયો હતો. સોફ્ટ ટેનિસ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના ટેનિસ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. સોફ્ટ ટેનિસ રમતની શરૂઆત 7 ઓક્ટોબરથી થઈ હતી અને 11 ઓક્ટોબર સોફ્ટ ટેનિસની તમામ રમતનો સમાપન થશે. હાલમાં અમદાવાદમાં પુરૂષ અને મહિલા વર્ગમાં સોફ્ટ ટેનિસમાં ટીમ ઈવેન્ટનું સમાપન થયું હતું. પુરૂષ વર્ગમાં ગુજરાતે ગોલ્ડ તો મહિલા વર્ગમાં સિલ્વર મેડ઼લ જીત્યો હતો. ગુજરાતનો આ 11મો ગોલ્ડ મેડલ હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સોફ્ટ ટેનિસમાં ગુજરાતની પુરૂષ ટીમે જીત્યો ગોલ્ડ મેડલ

સોફ્ટ ટેનિસમાં પુરૂષ ટીમ ઇવેન્ટમાં ગુજરાતની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગુજરાતનો નેશનલ ગેમ્સ 2022માં આ 11 મો ગોલ્ડ મેડલ હતો. ગુજરાતે ફાઇનલ મુકાબલામાં મધ્ય પ્રદેશને માત આપી હતી. ગુજરાતની ફાઈનલમાં 2-0થી જીત થઈ હતી. પ્રથમ મેચમાં ગુજરાતની 5-3થી તો બીજી મેચમાં ગુજરાતની 4-1 થી જીત થઈ હતી. ગુજરાતે સેમિફાઈનલમાં હરિયાણાને 2-0થી માત આપી હતી. પ્રથમ મેચમાં ગુજરાતની 5-3થી જીત થઈ હતી તો બીજી મેચમાં ગુજરાતની 4-2થી જીત થઈ હતી. મધ્ય પ્રદેશે સેમિફાઇનલમાં દિલ્હીને 2-1 થી માત આપી હતી. પ્રથમ મેચમાં મધ્ય પ્રદેશની 5-2 થી જીત તો બીજી મેચમાં 0-4 થી હાર અને ત્રીજી મેચમાં 5-3 થી જીત થઇ હતી.

સોફ્ટ ટેનિસમાં ગુજરાતની મહિલા ટીમે જીત્યો સિલ્વર મેડલ

મહિલા ટીમે સોફ્ટ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલમાં હારના કારણે ગુજરાતે રજત પદક સાથે સંતોષ કરવો પડયો હતો. ફાઇનલમાં ગુજરાતની તમિલનાડુ સામે 2-1 થી હાર થઇ હતી. પ્રથમ મેચમાં ગુજરાતની 4-5 થી હાર થઇ હતી તો બીજી મેચમાં ગુજરાતે 4-2 થી જીત મેળવી હતી પણ ત્રીજા અને નિરણાયક સેટમાં ગુજરાતની 0-5 થી હાર થઇ હતી. સેમિફાઇનલમાં ગુજરાતનો છત્તીસગઢ સામે વિજય થયો હતો. સેમિફાઇનલમાં ગુજરાતે 2-1 થી જીત મેળવી હતી. પ્રથમ મેચમાં ગુજરાતને 4-5 થી હાર મળી હતી તો બીજી મેચમાં 4-1 થી જીત મળી હતી અને ત્રીજી મેચમાં 5-4 થી જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">