French Open 2022: જોકોવિચ અને નડાલ ચોથા રાઉન્ડમાં પહોંચ્યા, જ્વેરેવ પણ જીત્યો

French Open 2022: 20 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન જોકોવિચ (Novak Djokovic) હવે ડિએગો શ્વાર્ટઝમેન સામે ટકરાશે. આ સાથે જ 21 વખતનો ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નડાલ (Rafael Nadal) ફ્રેન્ચ ઓપન ટાઇટલનો પ્રબળ દાવેદાર છે.

French Open 2022: જોકોવિચ અને નડાલ ચોથા રાઉન્ડમાં પહોંચ્યા, જ્વેરેવ પણ જીત્યો
Rafael Nadal and Novak Djokovic
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 3:07 PM

ટોચનો ક્રમાંકિત સર્બિયાનો નોવાક જોકોવિચ (Novak Djokovic) ફ્રેન્ચ ઓપન (French Open 2022) મેન્સ સિંગલ્સના ચોથા રાઉન્ડમાં પહોંચી ગયો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન વર્લ્ડ નંબર 1 જોકોવિચે ત્રીજા રાઉન્ડમાં સ્લોવેનિયાના એલ્જાઝ બેડેનેને સીધા સેટમાં 6-3, 6-3, 6-2 થી હરાવ્યો હતો. જોકોવિચ હવે ચોથા રાઉન્ડમાં આર્જેન્ટિનાના ડિએગો શ્વાર્ટઝમેન સામે ટકરાશે. 15મો ક્રમાંકિત શ્વાર્ટઝમેને 18મો ક્રમાંકિત બલ્ગેરિયાના ગ્રેગોર દિમિત્રોવને 6-3, 6-1, 6-2 થી હરાવ્યો હતો. જોકોવિચ અને શ્વાર્ટ્ઝમેન છેલ્લે 2020માં ATP વર્લ્ડ ટૂર ફાઇનલમાં સામસામે હતા. જ્યાં જોકોવિચે ગ્રુપ સ્ટેજમાં સીધા સેટમાં જીત મેળવી હતી.

13 વખતનો ચેમ્પિયન અને પાંચમો ક્રમાંકિત સ્પેનના રાફેલ નડાલ પણ છેલ્લા 16માં પહોંચી ગયો છે. રાફેલ નડાલ (Rafael Nadal) એ 26મી ક્રમાંકિત નેધરલેન્ડના બોટીક વાન ડી જેંડસ્ચલ્પને 6-3, 6-2, 6-4 થી હરાવ્યો હતો. ચોથા રાઉન્ડમાં રાફેલ નડાલનો મુકાબલો 21 વર્ષીય કેનેડિયન ખેલાડી ફેલિક્સ એલિસિયામ સાથે થશે. 9મી ક્રમાંકિત એલિસિયેમે ત્રીજા રાઉન્ડમાં સર્બિયાના ક્રાજિનોવિકને 7-6, 7-6, 7-5થી હરાવ્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ખાસ વાત એ છે કે હવે જો જોકોવિચ અને નડાલ ચોથા રાઉન્ડની મેચ જીતશે તો આ બંને મજબૂત ખેલાડીઓ ક્વાર્ટર ફાઇનલમાં સામસામે ટકરાશે. છેલ્લી વખત તેઓ 2021 ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલમાં સામ સામે ટકરાયા હતા. જ્યાં જોકોવિચે ‘કિંગ ઓફ ક્લે’ નડાલને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ટાઇટલ પણ જીત્યું હતું.

જ્વેરેવએ પણ જીત મેળવી

મેન્સ સિંગલ્સમાં અન્ય મેચોએ પણ અપેક્ષા મુજબ પરિણામ આપ્યું હતું. ત્રીજા ક્રમાંકિત જર્મનીના એલેક્ઝાન્ડર જ્વેરેવે અમેરિકાના બ્રાન્ડોન નાકાશિમાને 7-6, 6-3, 7-6 થી હરાવીને અંતિમ 16માં પ્રવેશ કર્યો હતો. ગત વર્ષે જ્વેરેવ સેમિ ફાઈનલમાં પહોંચ્યો હતો અને આવી સ્થિતિમાં તે આ વખતે પણ વધુને વધુ મેચ જીતીને ટાઈટલ સુધી પહોંચવા ઈચ્છશે. જ્વેરેવનો મુકાબલો સ્પેનના ઝાપાટા મિરાલે સાથે થશે. જેણે ચોથા રાઉન્ડમાં 23મી ક્રમાંકિત જોન ઈકનરને હરાવ્યો હતો.

આ સાથે જ છઠ્ઠો ક્રમાંકિત સ્પેનના કાર્લોસ અલ્કારાઝ પણ ચોથા રાઉન્ડમાં પહોંચી ગયો છે. અલ્કારાઝે 27મા ક્રમાંકિત અમેરિકન સેબાસ્ટિયન કોર્ડા સામે 6-4, 6-4, 6-2 થી જીત મેળવીને અંતિમ 16માં પ્રવેશ કર્યો હતો. ચોથા રાઉન્ડમાં અલ્કારાઝનો સામનો 21મો ક્રમાંકિત ખાચાનોવ સામે થશે. જેણે 10મો ક્રમાંકિત બ્રિટનના કેમેરોન નોરીને અપસેટ કર્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">