FIH Pro Hockey League: સવિતા ટીમની સુકાની બની રહેશે, મહિલા હોકી ટીમમાં જોવા મળશે નવો ચહેરો, જાણો સમગ્ર ટીમ

મહિલા હોકી ટીમની નિયમીત સુકાની રાની રામપાલ ઇજાના કારણે મેદાનથી બહાર છે, હાલ બેંગ્લોરમાં તેની ઇજા અંગે સારવાર ચાલી રહી છે.

FIH Pro Hockey League: સવિતા ટીમની સુકાની બની રહેશે, મહિલા હોકી ટીમમાં જોવા મળશે નવો ચહેરો, જાણો સમગ્ર ટીમ
Indian Women Hockey Team (PC: TV9)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 6:32 PM

ભારતની અનુભવી ગોલકીપર સવિતા (Savita) ને સ્પેન સામે થનારી એફઆઈએચ પ્રો લીગ (FIH Pro League) મેચ માટે ભારતીય મહિલા હોકી ટીમની (Indian Women Hockey Team) સુકાની જાહેર કરી છે. લીગની તમામ મેચ ભુવનેશ્વરમાં રમાશે. હોકી ઇન્ડિયાએ 26 અને 27 ફેબ્રુઆરીના રોજ રમાનારી આ મેચ માટે સોમવારે 22 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. દીપ ગ્રેસ ઇક્કાને ટીમમાં ઉપ સુકાની બનાવવામાં આવી છે. આ ટીમમાં એક નવો ચહેરો પણ જોવા મળશે. ઝારખંડની યુવા ફોરવર્ડ સંગીતા કુમારીને ટીમમાં જગ્યા મળી છે. તેણે જૂનિયર ઇન્ડિયા ટીમની સાથે પોતાના કારકિર્દી દરમ્યાન નોંધનીય પ્રદર્શન કર્યું હતું.

ટીમની નિયમીત સુકાની રાની રામપાલ હજુ સુધી પોતાની ઇજામાંથી બહાર નથી આવી. હાલ બેંગ્લોરમાં તેની ઇજા પર સારવાર ચાલી રહી છે. તેની ગેરહાજરીમાં સવિતા ટીમની કમાન સંભાળશે. સવિતાએ આ પહેલા ગત મહિને ઓમાનમાં રમાયેલ એશિયા કપમાં પણ ભારતનું નેતૃત્વ કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં ટીમ ત્રીજા સ્થાને રહી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ત્રણ ગોલકીપરને મળ્યું સ્થાન

ટીમમાં ત્રણ ગોલકીપરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સવિતાની સાથે રાજાની ઇતિમારપુ અને બિચુ દેવી ખેરબામનો સમાવેશ થાય છે. એશિયા કપની ટીમમાંથી ચાર ખેલાડીઓને આ ટીમમાં સમાવાયા છે. બિચુ દેવીની સાથે ઇશિકા ચૌધરી, મિડફીલ્ડર નમિતા ટોપ્પો, સ્ટ્રાઇકર સંગીતા અને રાજવિંદર કૌરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોચે શું કહ્યું…

મુખ્ય કોચ જેનેકે શોપમેને કહ્યું કે, તે નવા ખેલાડીઓ દ્વારા દેખાડવામાં આવેલ સુદારાથી તે ખુશ છે. શોપમૈને કહ્યું કે, “અમે સ્પેન સામે ઘરમાં પ્રો લીગની મેચ માટે ઉત્સાહિત છીએ. ઓમાનથી પરત ફર્યા બાદ મને વિશ્વાસ છે કે પસંદ કરેલ 22 ખેલાડીઓ એ બતાવવા માટે તૈયાર હશે કે તે સ્પેન સામે શું કરી શકે છે. જ્યારે તમારી પાસે ખેલાડીઓનું એક મજબુત પુલ હોય છે ત્યારે ટીમની પસંદગી હોય છે ત્યારે ટીમની પસંદગી મુશ્કેલ લાગે છે. પણ મને એ જોઇને ખુશી થઇ રહી છે કે નવા ખેલાડીઓમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે.”

તેમણે કહ્યું, “સ્પેન એક મજબુત હરીફ ટીમ છે. તેમણે સતત ઉચ્ચ કક્ષાનું પ્રદર્શન કર્યું છે. માત્ર ટોક્યો ઓલિમ્પિકમાં સેમિ ફાઇનલમાં ચુક થઇ ગઇ અને ગત વિશ્વ કપમાં કાંસ્ય પદક મેળવ્યો. તેમનું ડિફેન્સ સારૂ છે, એટલા માટે અમે તેની સામે જોરદાર લડત આપવા માટે ટીમની ગતિ અને કૌશલ અને મજબુત ડિફેન્સનો ઉપયોગ કરવા માંગીએ છીએ.”

ભારતીય મહિલા હોકી ટીમ આ પ્રમાણે છેઃ

ગોલકીપરઃ સવિતા (સુકાની), બિચુ દેવી ખરીબામ, રજની ઇતિમારપુ.

ડિફેન્ડર્સઃ દીપ ગ્રેસ ઇક્કા (ઉપ સુકાની), ગુરજીત કૌર, નિક્કી પ્રધાન, ઉદિતા, ઇશિકા ચૌધરી.

મિડફીલ્ડરઃ નિશા, સલીમા ટેટે, સુશીલા ચાનૂ પુખરામબમ, જ્યોતિ, મોનિકા, નેહા, નવજોત કૌર, નમિતા ટોપ્પો.

ફોરવર્ડઃ વંડના કટારિયા, શર્મિલા દેવી, નવનીત કૌર, લાલરેમ્સિયામી, સંગીતા કુમારી, રાજવિંદર કૌર.

સ્ટેન્ડબાયઃ રશ્મિતા મિંજ, અક્ષતા અબસો ઠેકાલે, સોનિકા, મારિયાના કુજુર, એશ્વર્યા રાજેશ ચવ્હાણ.

આ પણ વાંચો : INDvSL: ભારતના પ્રવાસ માટે શ્રીલંકા ટીમની થઈ જાહેરાત, ત્રણ ખેલાડીઓ થયા બહાર

આ પણ વાંચો : વેસ્ટ ઈન્ડિઝ ટીમના સૂપડા સાફ કરતાની સાથે જ Rahul Dravidની જાહેરાત, T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા તૈયાર છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">