જાપાનના સમર્થકો એ સ્ટેડિયમ અને ખેલાડીઓએ લોકર રુમ કર્યો સાફ, મેચની સાથે સાથે દિલ પણ જીત્યુ

આ જીતની ઉજવણી જાપાનના સમર્થકો સ્ટેડિયમમાં કરતા જોવા મળ્યા હતા પણ હાલમાં જાપનની નેશનલ ટીમ અને તેના સમર્થકો બીજા એક કારણથી પણ સોશિયલ મીડિયા પર પ્રશંસા મેળવી રહ્યા છે.

જાપાનના સમર્થકો એ સ્ટેડિયમ અને ખેલાડીઓએ લોકર રુમ કર્યો સાફ, મેચની સાથે સાથે દિલ પણ જીત્યુ
Japan supporters cleaned the stadium
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Nov 25, 2022 | 8:19 PM

ફિફા વર્લ્ડકપ 2022માં બુધવારે ખલીફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં જાપાન અને જર્મની વચ્ચે ગ્રુપ સ્ટેજની મેચ રમાઈ હતી. આ મેચમાં જાપાનની ટીમે 4 વખતની વર્લ્ડકપ ચેમ્પિયન જર્મનીને 2-1થી હરાવીને મોટો અપર્સેટ સર્જયો હતો. જાપાનના ખેલાડીઓની પ્રભાવશાળી જીતના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. આ જીતની ઉજવણી જાપાનના સમર્થકો સ્ટેડિયમમાં કરતા જોવા મળ્યા હતા પણ હાલમાં જાપાનની નેશનલ ટીમ અને તેના સમર્થકો બીજા એક કારણથી પણ સોશિયલ મીડિયા પર પ્રસંશા મેળવી રહ્યા છે.

ફિફા વર્લ્ડકપની તેમની પહેલી મેચ જીત્યા પછી જાપાનની ટીમે પોતાનો લોકર રુમ અને જાપાનના સમર્થકોએ ઉજવણી બાદ સ્ટેડિયમમાં સાફ સફાઈ કરી હતી. આ ઘટનાના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. દુનિયાભર લોકો સોશિયલ મીડિયા પર જાપાનની ટીમ અને જાપાનના સમર્થકોની પ્રશંસા કરી રહ્યા છે. મેચની સાથે સાથે જાપાનના લોકોએ દુનિયાનું દિલ પણ જીતી લીધુ હતુ.

જાપાનના સમર્થકો એ સ્ટેડિયમમાં કરી સાફ સફાઈ

સામાન્ય રીતે ફૂટબોલની મેચ બાદ સમર્થકો સ્ટેડિયમમાં જીતની ઉજવણી કરીને ગંદકી કરે છે. કેટલીકવાર તો હારને કારણે સમર્થકો સ્ટેડિયમમાં નુકશાન અને અરાજતા પણ ફેલાવે છે પણ આ બધામાં જાપાનના સમર્થકો સાફ અલગ છે. જાપાનની સંસ્કૃતિમાં સ્વચ્છતા અને શિષ્ટાચારનું ઘણુ મહ્તવ છે. રશિયામાં વર્ષ 2018ના વર્લ્ડકપમાં બેલ્જિયમ સામે 3-2થી હારવા છતા જાપાનના સમર્થકોએ સ્ટેડિયમમાં સાફ સફાઈ કરી હતી.

જાપાનની ટીમનો સાફ લોકરરુમ

સોશિયલ મીડિયા પર જાપાનની નેશનલ ફૂટબોલ ટીમના લોકરરુમનો એક ફોટો પણ વાયરલ થયો છે. સામાન્ય રીતે દરેક રમતના ખેલાડી મેચ પછી પોતાનો સામાન લઈને લોકરરુમને અવ્યવસ્થિત હાલતમાં છોડીને જતા રહેતા હોય છે પણ જર્મની સામેની મેચમાં જીત મેળવ્યા પછી રુમ સાફ કરીને કતારના સ્ટેડિયમના સ્ટાફ માટે તેમના પારંપરિક ઓરેગામી પણ ગિફ્ટમાં મુકી હતી.

ભૂતકાળમાં પણ જાપાનની ટીમ કરી ચૂકી છે આ કામ

જાપાનની નેશનલ ફૂટબોલ ટીમ આ પહેલા પર આ પ્રશંસાલાયક કામ કરી ચૂકી છે. હાલમાં વર્ષ 2018 અને 2019ના કેટલાક ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. જાપાનની ફૂટબોલ ટીમે વર્ષ 2018ના વર્લ્ડકપમાં પોતાનો લોકરરુમ સાફ કરીને આભારનો સંદેશ રશિયા માટે લખ્યો હતો. વર્ષ 2019માં એશિયન કપની ફાઈનલમાં કતાર સામે 3-1થી હાર્યા પછી પણ જાપાનની ટીમે લોકરરુમ સાફ કર્યો હતો.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati