Ghana vs Uruguay : છેલ્લી મેચમાં જીત છતા ઉરુગ્વેની ટીમ વર્લ્ડકપમાંથી બહાર, ગોલ ડિફરેન્સને કારણે ગ્રુપમાં ત્રીજા સ્થાને રહી ઉરુગ્વે

FIFA World cup 2022 Ghana vs Uruguay match Result : ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો ઘાનાની ટીમ આ યાદીમાં 61માં સ્થાને છે, જ્યારે ઉરુગ્વેની ટીમ આ યાદીમાં 14માં સ્થાને છે.

Ghana vs Uruguay : છેલ્લી મેચમાં જીત છતા ઉરુગ્વેની ટીમ વર્લ્ડકપમાંથી બહાર, ગોલ ડિફરેન્સને કારણે ગ્રુપમાં ત્રીજા સ્થાને રહી ઉરુગ્વે
FIFA World cup 2022 Ghana vs Uruguay match Result Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2022 | 10:52 PM

આજે કતારના અલ જાનુબ સ્ટેડિયમમાં આજે ઘાના અને ઉરુગ્વેની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. ગ્રુપ Hની ટીમો વચ્ચેની આ મેચ રોમાંચક રહી હતી. આ મેચ ફિફા વર્લ્ડકપ 2022ની 46મી મેચ હતી. બંને ટીમોની ગ્રુપ સ્ટેજની આ છેલ્લી મેચ હતી. મેચના પ્રથમ હાફમાં ઉરુગ્વેની ટીમે 2 ગોલ કરીને 2-0થી મેચ પર દબદબો બનાવ્યો હતો. અંતે ઉરુગ્વેની ટીમે 2-0થી જીત મેળવી પણ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ હતી. પોઈન્ટ ટેબલમાં દક્ષિણ કોરિયા અને ઉરુગ્વેના પોઈન્ટ અને ગોલ ડિફરેન્સ પણ એક હતો. પણ ટુર્નામેન્ટમાં ઉરુગ્વે એ કોરિયાના 4 ગોલ સામે ફક્ત 2 ગોલ જ માર્યા હોવાથી ઉરુગ્વેની ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે.

ફિફા વર્લ્ડકપ 2022ની પ્રથમ મેચમાં ઉરુગ્વેની ટીમે કેનેડા સામે 2-0થી જીત મેળવી હતી. જ્યારે બીજી મેચ 0-0થી ડ્રો રહી હતી. ઘાનાની ટીમ પ્રથમ મેચમાં પોર્ટુગલ સામે 2-3થી હારી હતી. જ્યારે દક્ષિણ કોરિયા સામે ઘાનાની ટીમે 3-2થી જીત મેળવી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધી 46 મેચ રમાઈ છે. જેમાં 10 મેચ ડ્રો રહી છે. આ મેચોમાં 3 મેચ 1-1ના સ્કોરથી ડ્રો રહી છે. જ્યારે બાકીની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી છે. જયારે એક મેચ 3-3 થી ડ્રો રહી હતી.

આજે એક સાથે 2 મેચ કેમ ?

જણાવી દઈએ કે આજે ગ્રુપ Hની ચારે ટીમો વચ્ચે છેલ્લી મેચો એકસાથે રમાઈ હતી. ચારે ટીમો પોઈન્ટ ટેબલને જોઈને પોતાની રમત ન રમે અને ફિફા વર્લ્ડકપમાં ફેરપ્લે થાય તેવા માટે આવી તમામ ગ્રુપની છેલ્લી મેચો એક સમય પર જ રમાશે.

આ હતી બંને ટીમો

ગ્રુપ Hનું પોઈન્ટ ટેબલ

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

ફિફા વર્લ્ડકપ 2022ના 8 ગ્રુપમાં વિભાજીત થઈ 32 ટીમો

ગ્રુપ A: કતાર, એક્વાડોર, સેનેગલ, નેધરલેન્ડ ગ્રુપ B: ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસએ, વેલ્સ ગ્રુપ C: આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ ગ્રુપ D : ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ટ્યુનિશિયા ગ્રુપ E: સ્પેન, કોસ્ટા રિકા, જર્મની, જાપાન ગ્રુપ F: બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા ગ્રુપ G: બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ, કેમરૂન ગ્રુપ H: પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે, દક્ષિણ કોરિયા

ફિફા વર્લ્ડકપ 2022 માટે કતારના 8 સ્ટેડિયમ

1. અલ બાયત સ્ટેડિયમ 2. લુસેલ સ્ટેડિયમ 3. અહમદ બિન અલી સ્ટેડિયમ 4. અલ જાનુબ સ્ટેડિયમ 5. અલ થુમામા સ્ટેડિયમ 6. એજ્યુકેશન સિટી સ્ટેડિયમ 7. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ 8. સ્ટેડિયમ 974

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">