ARG vs AUS : 1000મી મેચમાં Messiનો કરિશ્મા , આર્જેન્ટિના રમશે ક્વાર્ટર ફાઈનલ

મેસ્સી (Messi)નો જાદુ ઓસ્ટ્રેલિયા સામે જોવા મળ્યો, જેણે મેચમાં મોટો ફેરફાર કર્યો. ઓસ્ટ્રેલિયન ફૂટબોલ ચાહકોને પણ મેસ્સીની રાઉન્ડ ઓફ 16 મેચમાં છોડી દેવાની અસર અનુભવાઈ હતી.

ARG vs AUS : 1000મી મેચમાં Messiનો કરિશ્મા , આર્જેન્ટિના રમશે ક્વાર્ટર ફાઈનલ
1000મી મેચમાં Messiનું કારનામુંImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2022 | 11:36 AM

ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022)માં રાઉન્ડ ઓફ 16ની બીજી મેચમાં આર્જેન્ટિનાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. આર્જેન્ટિનાએ આ મેચ 2-1થી જીતી લીધી અને આ સાથે ક્વાર્ટર ફાઈનલની ટિકિટ પણ કાપી લીધી. ખાસ વાત એ છે કે ,આ મેસ્સીના કરિયરની 1000મી મેચ હતી. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી આ ઐતિહાસિક મેચમાં તેણે મોટો ફેરફાર કર્યો હતો. ફિફા વર્લ્ડ કપની આ મેચમાં મેસ્સી આર્જેન્ટિના માટે મહત્વની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો.

રાઉન્ડ ઓફ 16ની મેચમાં મેસ્સી અસર ઓસ્ટ્રેલિયન ફૂટબોલ ચાહકોએ પણ અનુભવી હતી, જેઓ તેમની ટીમની હાર બાદ એમ કહેતા જોવા મળ્યા હતા કે અમે આર્જેન્ટિના સામે નહીં પરંતુ મેસ્સી સામે હારી ગયા. તેણે સ્વીકાર્યું કે જો મેસ્સી ન હોત તો તેની ટીમ આર્જેન્ટિનાની બરાબરી ફૂટબોલ રમી હોત.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

મેસીએ 1000મી મેચમાં મારાડોનાને પાછળ છોડી દીધો

પહેલા આર્જેન્ટિના vs ઓસ્ટ્રેલિયા મેચની સ્થિતિ જાણી લઈએ. આ મેચમાં પહેલો ગોલ મેસ્સીના બુટમાંથી નીકળ્યો હતો. તેણે મેચની 35મી મિનિટે આ ગોલ કર્યો હતો. આ રીતે પ્રથમ હાફમાં આર્જેન્ટિના 1-0થી આગળ હતું. આ ઉપરાંત મેરાડોનાને પાછળ છોડીને, મેસ્સી વિશ્વ કપમાં આર્જેન્ટિના માટે સૌથી વધુ 9 ગોલ કરનાર બીજો ખેલાડી બન્યો. આ વર્ષે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં આર્જેન્ટિના માટે આ તેનો 14મો ગોલ હતો.

આર્જેન્ટિના 2-1થી જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં

આ પછી મેચના બીજા હાફની 57મી મિનિટે આર્જેન્ટિનાએ ઓસ્ટ્રેલિયાના ગોલપોસ્ટ પર વધુ એક ગોલ કર્યો હતો. આ વખતે ગોલ સ્કોરર અલ્વારેઝ હતો. આ રીતે આર્જેન્ટિનાની લીડ 2-0 થઈ ગઈ. એટલે કે સ્પર્ધા પર તેની પકડ વધુ મજબૂત છે. જોકે મેચની 77મી મિનિટે ઓસ્ટ્રેલિયાના એન્ઝો ફર્નાન્ડિઝે ગોલ કરીને આર્જેન્ટિનાની લીડ ઘટાડવાનું કામ કર્યું હતું.

ઓસ્ટ્રેલિયાને મેચની 97મી મિનિટે ગોલ કરવાની બીજી તક મળી જ્યારે 18 વર્ષ 79 દિવસનો ગારાંગ કુઓલ ગોલ કરવાનું ચૂકી ગયો. ફિફા વર્લ્ડ કપની નોકઆઉટ મેચ રમનાર પેલે પછી તે સૌથી યુવા ફૂટબોલર છે. તેની ચૂકી ગયેલી તક સાથે આર્જેન્ટિનાની 2-1થી જીત પાક્કી થઈ ગઈ હતી. આ સાથે તેના માટે ક્વાર્ટર ફાઈનલ રમવાનો રસ્તો પણ સાફ થઈ ગયો હતો.

ક્વાર્ટર ફાઈનલમાં નેધરલેન્ડ સામે ટક્કર

ફિફા વર્લ્ડકપ 2022ની પ્રથમ ક્વાર્ટર ફાઈનલ હવે આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચે શુક્રવારના રોજ થશે. ઈતિહાસ સાક્ષી છે કે, મેસ્સીના કારણે આર્જેન્ટિના નેધરલેન્ડ સામે ક્યારેય હાર્યું નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">