FIFA WC: કઈ કઈ ટીમો છે જેમણે રાઉન્ડ-16 માં સ્થાન મેળવ્યુ, જાણો અહીં

FIFA World Cup 2022: કતારમાં રમાઈ રહેલા ફુટબોલ વિશ્વકપ 2022 નો ગ્રુપ મેચોનો તબક્કો શુક્રવારે સમાપ્ત થઈ ચુક્યો છે અને હવે આગળના તબક્કાની 16 ટીમો પણ નક્કી થઈ ચુકી છે.

FIFA WC: કઈ કઈ ટીમો છે જેમણે રાઉન્ડ-16 માં સ્થાન મેળવ્યુ, જાણો અહીં
રાઉન્ડ-16 માં કઈ કઈ ટીમો પહોંચી, જુઓ યાદી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 8:21 AM

શુક્રવારે ફુટબોલ વિશ્વકપ ની ગ્રુપ મેચોનો તબક્કો સમાપ્ત થયો હતો. બ્રાઝીલની હારના અપસેટ સાથે જ આ તબક્કો સમાપ્ત થવા સાથે આગળના રાઉન્ડમાં પહોંચ્યો હતો. હવે રાઉન્ડ 16 ની મેચો રમાશે અને જે માટેની 16 ટીમો પણ નક્કિ થઈ ચૂકી છે, જે નોકઆઉટ મેચો રમશે. ગ્રુપ મેચોના તબક્કામાં ખૂબ જ અપસેટ જોવામ મળ્યા હતા, અનુભવી ટીમો તેનો શિકાર બનતી જોવા મળી હતી. કેટલીક ટીમોએ તો અપસેટને લઈ શરુઆતના તબક્કે જ બહારનો રસ્તો જોવો પડ્યો હતો. અંતિમ દિવસે જ આવો અપસેટ બ્રાઝીલ અને કેમરુન વચ્ચેની મેચમાં જોવા મળ્યો હતો. જે મેચને કેમરુને 1-0 થી જીતી લીધી હતી. પ્રથમ આફ્રિકન દેશ હતો કે જેણે બ્રાઝીલને વિશ્વકપમાં હાર આપી હોય.

કતારમાં રમાઈ રહેલા ફિફા વિશ્વકપમાં હિસ્સો લેનારી ટીમોને 8 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. આમ 4 ટીમો વચ્ચે મેચો રમાઈ હતી અને આવી સ્થિતીમાં દરેક ગ્રુપમાં ટોચના બે સ્થાને રહેલી 2 ટીમોને રાઉન્ડ 6માં સ્થાન મળ્યુ હતુ, જ્યારે બાકીની બે ટીમોએ બહાર થવુ પડ્યુ હતુ. શુક્રવારે અંતિમ બે મેચો બાદ રાઉન્ડ 16 માટેનુ ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ હતુ. જે આ ટીમો તમને જણાવી રહી છે.

આ ટીમો ક્વોલિફાય થઈ

ગ્રુપ-Aમાંથી નેધરલેન્ડની ટીમે સાત પોઈન્ટ સાથે ગ્રુપ રાઉન્ડમાં પ્રથમ સ્થાને રહીને આગળના રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું હતું. બીજી તરફ સેનેગલની ટીમ બીજા સ્થાને રહીને આ ગ્રુપમાંથી આગળના રાઉન્ડમાં પહોંચી ગઈ છે. ગ્રુપ-બીમાં ઈંગ્લેન્ડ સાત પોઈન્ટ સાથે આગામી રાઉન્ડ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે. આ સાથે જ અમેરિકાની ટીમ પાંચ પોઈન્ટ સાથે આ ગ્રુપમાંથી રાઉન્ડ-16માં પહોંચી ગઈ છે. ગ્રુપ-સીમાં આર્જેન્ટિનાની ટીમ પોતાની પ્રથમ મેચમાં ઉલટફેરનો ભોગ બન્યા બાદ પણ છ પોઈન્ટ સાથે નોક-આઉટ રાઉન્ડમાં જવામાં સફળ રહી છે. આ ગ્રુપમાંથી આગલા રાઉન્ડમાં પહોંચેલી ટીમ પોલેન્ડ છે, જેણે મેક્સિકોને ચાર પોઈન્ટ સાથે ગોલ ડિફરન્સના આધારે હરાવીને આગલા રાઉન્ડની ટિકિટ કાપી લીધી છે.

નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો

ગ્રુપ-ડીમાંથી વર્તમાન વિજેતા ફ્રાન્સ છ પોઈન્ટ સાથે આગળના રાઉન્ડમાં પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા બીજા નંબરે હતું. બંને ટીમોના છ-છ પોઈન્ટ છે પરંતુ ફ્રાન્સે વધુ સારા ગોલ તફાવત સાથે ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જાપાન અને સ્પેને ગ્રુપ-ઈમાંથી આગલા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. જાપાન પ્રથમ અને સ્પેન બીજા ક્રમે હતું. ગોલ તફાવત પર સ્પેને જર્મનીને હરાવ્યું. મોરોક્કો સાત અને ક્રોએશિયા પાંચ પોઈન્ટ સાથે ગ્રુપ-એફમાંથી આગળના રાઉન્ડમાં પહોંચી ગયું છે. બ્રાઝિલે ગ્રુપ-જીમાંથી પ્રથમ સ્થાન મેળવીને ક્વોલિફાય કર્યું છે. બીજી તરફ સ્વિટ્ઝર્લેન્ડ બીજા સ્થાને રહીને આગળના રાઉન્ડમાં પ્રવેશ્યું છે.

બ્રાઝીલ-ફ્રાંસનુ લાઇન અપ

હવે રાઉન્ડ-16માં યોજાનારી મેચો પર નજર કરીએ. આ રાઉન્ડમાં પ્રથમ મેચ નેધરલેન્ડ અને અમેરિકા વચ્ચે રમાશે. આર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ફ્રાન્સની ટીમ પોલેન્ડ સામે હશે. ઈંગ્લેન્ડની ટીમ સેનેગલ સામે ટકરાશે. વર્તમાન રનર અપ ક્રોએશિયાનો સામનો જાપાન સાથે થશે. બ્રાઝિલની ટીમ દક્ષિણ કોરિયા સામે ટકરાશે. મોરોક્કો સ્પેન સામે ટકરાશે. પોર્ટુગલની ટીમ સ્વિત્ઝર્લેન્ડ સામે ટકરાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">