France vs Poland : ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ પહોંચ્યુ કવાર્ટર ફાઈનલમાં, પોલેન્ડ સામે 1-3થી ભવ્ય જીત

FIFA World cup 2022 France vs Poland match Result : ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો ફ્રાન્સની ટીમ આ યાદીમાં ચોથા સ્થાને છે, જ્યારે પોલેન્ડની ટીમ આ યાદીમાં 26માં સ્થાને છે.

France vs Poland : ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ પહોંચ્યુ કવાર્ટર ફાઈનલમાં, પોલેન્ડ સામે 1-3થી ભવ્ય જીત
FIFA World cup 2022 France vs Poland match ResultImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 9:55 PM

આજે કતારના અલ થુમામા સ્ટેડિયમમાં આજે ફ્રાન્સ અને પોલેન્ડની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી.ફિફા વર્લ્ડકપ 2022ની ત્રીજી પ્રી કવાર્ટરફાઈનલ મેચ હતી. ફિફા વર્લ્ડકપ 2022ના 15માં દિવસે આ 51મી મેચ રમાઈ હતી. આ રસાકસીવાળી મેચમાં પ્રથમ હાફમાં ફ્રાન્સની ટીમ 1-0થી આગળ હતી. બીજા હાફમાં ફ્રાન્સની ટીમે 2 ગોલ જ્યારે પોલેન્ડની ટીમે એક પેનલ્ટી ગોલ કર્યો હતો. આજની મેચમાં જીત મેળવી ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ફ્રાન્સ કવાર્ટર ફાઈનલમાં પહોંચી છે. ફ્રાન્સની ટીમ છઠ્ઠીવાર કવાર્ટર ફાઈનલમાં પહોંચી છે. આ ટીમ છેલ્લા ત્રણ વર્ષથી કવાર્ટર ફાઈનલમાં પહોંચી રહી છે.

ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો ફ્રાન્સની ટીમ આ યાદીમાં ચોથા સ્થાને છે, જ્યારે પોલેન્ડની ટીમ આ યાદીમાં 26માં સ્થાને છે.ફિફા વર્લ્ડકપ 2022ની 3 ગ્રુપ સ્ટેજમાંથી ફ્રાન્સની ટીમ 2 મેચ જીતી અને 1 મેચ ડ્રો રહી હતી. પોલેન્ડની ટીમે ગ્રુપ સ્ટેજની 3 મેચોમાં 1 મેચમાં જીત, 1 મેચ ડ્રો અને 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

ફ્રાન્સની ટીમ વર્ષ 1998 અને 2018માં વર્લ્ડકપ વિજેતા ટીમ રહી છે. પોલેન્ડની ટીમ વર્ષ 1974 અને 1982માં વર્લ્ડકપમાં ત્રીજા સ્થાને રહી હતી.ફ્રાન્સ અને પોલેન્ડ વચ્ચે રમાયેલી 16 મેચમાંથી 8 મેચોમાં ફ્રાન્સની ટીમ અને 3 મેચોમાં પોલેન્ડની ટીમ વિજેતા રહી હતી. જ્યારે 5 મેચ ડ્રો રહી હતી. આ મેચોમાં ફ્રાન્સની ટીમે 27 ગોલ અને પોલેન્ડની ટીમે 16 ગોલ કર્યા હતા.

ફ્રાન્સની ટીમે 3-1થી જીતી મેચ

ફ્રાન્સ માટે ફરી એકવાર ઓલિવર ગીરોડ અને કીલિયન એમબાપ્પેની જોડીએ ફરી ધમાલ મચાવી હતી. આ મેચમાં એમબાપ્પે એ 2 ગોલ જ્યારે ઓલિવર ગીરોડ એ 1 ગોલ માર્યો હતો. એમબાપ્પે ફિફા વર્લ્ડકપ 2022માં 5 ગોલ સાથે ટોપ ગોલ સ્કોરર બની થયો છે.એમબાપ્પે દ્વારા આપવામાં આવેલા પાસમાં 44ની મિનિટે ગોલ કરીને ઓલિવર ગીરોડ ફ્રાન્સ તરફથી સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી બની ગયો છે. ઓલિવર ગીરોડે ફ્રાન્સ માચે સૌથી વધારે 52 ગોલ કર્યો છે, આ યાદીમાં થિરી હેનરી 51 ગોલ સાથે બીજા સ્થાને છે.

આખી મેચનો ઘટનાક્રમ

ફાઈનલ મેચ સુધીનો રસ્તો

પોલેન્ડને હરાવીને ફ્રાન્સની ટીમે ફિફા વર્લ્ડકપ 2022ના કવાર્ટર ફાઈનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની થઈ છે. આ પહેલા અમેરિકાને હરાવી નેધરલેન્ડની ટીમ અને ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી મેસ્સની આર્જેન્ટિનાની ટીમ કવાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. હવે આર્જેન્ટિના અને નેધરલેન્ડની ટીમ વચ્ચે કવાર્ટર ફાઈનલ મેચ રમાશે.

આ હતી બંને ટીમો

દરેક ગ્રુપની ટોપ 2 ટીમો

પ્રી કવાર્ટર ફાઈનલની મેચો

ફિફા વર્લ્ડકપ 2022 માટે કતારના 8 સ્ટેડિયમ

1. અલ બાયત સ્ટેડિયમ 2. લુસેલ સ્ટેડિયમ 3. અહમદ બિન અલી સ્ટેડિયમ 4. અલ જાનુબ સ્ટેડિયમ 5. અલ થુમામા સ્ટેડિયમ 6. એજ્યુકેશન સિટી સ્ટેડિયમ 7. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ 8. સ્ટેડિયમ 974

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">