FIFA 2022 Wales Vs Iran : છેલ્લી મિનિટોમાં 2 ગોલ કરીને ઈરાને 2-0થી મેચ જીતી, વેલ્સના ગોલકીપરને મળ્યો પહેલો રેડ કાર્ડ

FIFA 2022 Wales Vs Iran match report : વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો વેલ્સની ટીમ 19માં સ્થાને છે. આ ટીમ 64 વર્ષ પછી વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ શકી છે. ઈરાનની ટીમ વર્લ્ડ રેકિંગમાં 20માં સ્થાને છે.

FIFA 2022 Wales Vs Iran : છેલ્લી મિનિટોમાં 2 ગોલ કરીને ઈરાને 2-0થી મેચ જીતી, વેલ્સના ગોલકીપરને મળ્યો પહેલો રેડ કાર્ડ
FIFA 2022 Wales Vs Iran match reportImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2022 | 5:59 PM

આજે કતારના અહેમદ બિન અલી સ્ટેડિયમમાં ઈરાન અને વેલ્સ દેશની ફૂટબોલ ટીમો વચ્ચે ફૂટબોલ મેચ રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ખરાખરીમો જંગ જોવા મળ્યો હતો. ફિફા વર્લ્ડકપની આ 17મી મેચના પહેલા હાફમાં એક પણ ગોલ થયો ન હતો. અંતે આ મેચ છેલ્લી મિનિટમાં 2 ગોલ કરીને ઈરાને આ મેચ જીતી લીધી હતી. ફિફા વર્લ્ડકપની આ છઠ્ઠી ડ્રો મેચ હતી. સાથે સાથે ફિફા વર્લ્ડકપ 2022ની આ પાંચમી ડ્રો મેચ રહી હતી.આ મેચમાં ફિફા વર્લ્ડકપ 2022નો પહેલો રેડ કાર્ડ પણ જોવા મળ્યો હતો.

વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો વેલ્સની ટીમ 19માં સ્થાને છે. આ ટીમ 64 વર્ષ પછી વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ શકી છે. ઈરાનની ટીમ વર્લ્ડ રેકિંગમાં 20માં સ્થાને છે. જે ફિફા વર્લ્ડકપનીની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જોઈ રહ્યા હતા, તે ફિફા વર્લ્ડકપની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આખી દુનિયાના કતારમાં થયેલી ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગઈ હતી. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો.

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

છેલ્લી મિનિટોમાં 2 ગોલ કરીને ઈરાને જીતી મેચ

આજની આ મેચમાં છેલ્લે સુધી એક પણ ગોલ ન થતા મેચ ડ્રો થવાની જ સંભાવના હતી. પણ ઈરાનના Ramin Rezaeian અને Rouzbeh Cheshmi એ છેલ્લી મિનિટોમાં ગોલ કરીને આ મેચમાં ઈરાનને ધમાકેદાર જીત અપાવી હતી.

ફિફા વર્લ્ડકપ 2022નો પહેલો રેડ કાર્ડ

આ મેચ દરમિયાન Wayne Hennesseyના વર્તનને કારણે તેને રેડ કાર્ડ મળ્યો હતો. આ રેડ કાર્ડ ફિફા વર્લ્ડકપ 2022નો પહેલો રેડ કાર્ડ હતો. Wayne Hennessey ફિફા વર્લ્ડકપ ઈતિહાસનો ત્રીજો એવો ગોલ કીપર બન્યો છે જેને રેડ કાર્ડ મળ્યો હતો.

આખી મેચનો ઘટનાક્રમ

આ હતી વેલ્સ અને ઈરાનની ટીમો

ગ્રુપ બીનું પોંઈન્ટ ટેબલ

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">