Davis Cup: રોહન બોપન્ના-દિવિજ શરણની રોમાંચક જીત, ભારતે 3-0થી ડેનમાર્કને હરાવ્યું

ભારતે પહેલા દિવસે સિંગલ્સ મેચમાં જીત મેળવીને ડેનમાર્ક સામે 2-0થી લીડ મેળવી લીધી હતી. બાકીનું કામ રોહન બોપન્ના અને દિવિજ શરહે કરી દીધું હતું.

Davis Cup: રોહન બોપન્ના-દિવિજ શરણની રોમાંચક જીત, ભારતે 3-0થી ડેનમાર્કને હરાવ્યું
Rohan Bopanna and Divij Sharna (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 10:46 PM

ભારતે ડેવિસ કપમાં (Davis Cup 2022) ડેનમાર્ક સામે 4-0ની અજેય સરસાઈ મેળવીને વર્લ્ડ ગ્રુપમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. રોહન બોપન્ના (Rohan Bopanna) અને દિવિજ શરણની જોડીએ રોમાંચક ડબલ્સ મેચમાં ફ્રેડરિક નીલ્સન અને મિકેલ ટોર્પગાર્ડને હરાવ્યા હતા. ફેબ્રુઆરી 2019 પછી પ્રથમ વખત ડેવિસ કપ મેચ રમી રહેલા દિવિજ શરણ અને રોહન બોપન્નાએ 6-7(4), 6-4, 7-6(4) થી એક કલાક અને 58 મિનિટમાં જીત મેળવી હતી. આ જીતને કારણે ભારત 2022ની સિઝનમાં વર્લ્ડ ગ્રુપ 1માં પહોંચી ગયું છે. ડેનમાર્કને વર્લ્ડ ગ્રુપ 2માં જવું પડશે. ડબલ્સ પછીના પ્રથમ રિવર્સ સિંગલ્સમાં, રામકુમારે જોહાન્સ ઇંગિલસેનને 5-7 7-5 10-7થી હરાવ્યો હતો. પાંચમી મેચ રમાઈ ન હતી.

નવેમ્બર 2019 પછી ભારતની આ પ્રથમ જીત છે. ત્યારે તેણે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું હતું. રોહિત રાજપાલે કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી. આ પછી ભારતને ફિનલેન્ડ અને ક્રોએશિયા સામે 3-1ના માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો. યુકી ભામ્બરી અને રામકુમાર રામનાથને ડેનમાર્ક સામે પ્રથમ દિવસે પોતપોતાની મેચ જીતી લીધી હતી અને ભારતને 2-0થી જીતાડ્યું હતું. ભારતે ડબલ્સમાં જીત મેળવી લેતાં જ ડેનમાર્કની હાર નક્કી થઈ ગઈ હશે. પરંતુ ડેનિસની જોડીએ જોરદાર લડત આપી અને પ્રથમ સેટ જીતી લીધો.

ડબલ્સ મેચમાં જોરદાર ટક્કર

ત્રીજી મેચમાં ટકી રહેવા માટે સર્વ કરતા દિવિજ શરણે 12મી ગેમમાં ત્રણ મેચ પોઈન્ટ બચાવ્યા હતા. આ દરમિયાન બીજી સર્વ પર બે મેચ પોઈન્ટ બચાવ્યા હતા. જેના કારણે મેચ ટાઈ-બ્રેકરમાં ગઈ હતી. જ્યાં ભારતીય જોડીએ 4-1ની સરસાઈ મેળવી હતી અને સેટ અને મેચ જીતી લીધી હતી.

રોહન બોપન્નાની સર્વિસથી ભારતને ઘણી મદદ મળી. જેના કારણે ભારતીય જોડી માટે સ્પર્ધા કઠીન બની હતી. નીલ્સને પ્રથમ સેટમાં તેની સર્વિસ પર એક પણ પોઈન્ટ ગુમાવ્યો ન હતો. આવી સ્થિતિમાં મેચ ટાઈબ્રેકરમાં ગઈ હતી. જેમાં ડેનિસની જોડી આસાનીથી જીતી ગઈ હતી.

આ પણ વાંચો : IND vs PAK, LIVE Streaming: ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ, જાણો આ મેચ ક્યા અને કેવી રીતે જોઈ શકાશે ?

આ પણ વાંચો : IND vs SL: રવિન્દ્ર જાડેજાને કેમ ના મળ્યો બેવડી સદી ફટકારવાનો મોકો? જાતે જ કર્યો ખુલાસો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">