Cristiano Ronaldo ઈન્સ્ટાગ્રામમાં સૌથી વધુ 40 કરોડ ફોલોઅર્સ ધરાવતો વિશ્વનો પહેલો વ્યક્તિ

ઈન્સ્ટાગ્રામમાં સૌથી વધુ ફોલોવર્સ ધરાવતી વ્યક્તિમાં ટોપ 10માં રોનાલ્ડો અને ત્યારબાદ લિયોનેલ મેસ્સી માત્ર બે જ ખેલાડીઓ છે. તો રેસલરમાંથી અભિનેતા બનેલ ડ્વેન જોનસન (ધ રોક) ચોથા ક્રમે છે.

Cristiano Ronaldo ઈન્સ્ટાગ્રામમાં સૌથી વધુ 40 કરોડ ફોલોઅર્સ ધરાવતો વિશ્વનો પહેલો વ્યક્તિ
Cristiano Ronaldo (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 9:34 PM

ફૂટબોલ જગતમાં દિગ્ગજ ખેલાડીઓમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ મોખરે આવે છે. રોનાલ્ડો કોઈને કોઈ કારણથી લોકોમાં અને સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બનતો રહે છે. ત્યારે ફરી એકવાર આજે તે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોર્ટુગલના આ સ્ટાર ફૂટબોલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) આ વખતે સોશિયલ મીડિયાના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વાત એમ છે કે રોનાલ્ડો ઈન્સ્ટાગ્રામમાં (Instagram) 40 કરોડ (400 મિલિયન) ફોલોઅર્સ ધરાવતો વિશ્વનો પહેલો વ્યક્તિ બની ગયો છે.

રસપ્રદ વાત એ છે કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના જાન્યુઆરી 2020માં 20 કરોડ (200 મિલિયન) ફોલોઅર્સ હતા. ત્યારે પણ તે સમયે 20 કરોડના આંકડા સુધી પહોંચનાર તે વિશ્વનો પહેલો વ્યક્તિ હતો. આ બે વર્ષમાં રોનાલ્ડોના ઈન્સ્ટાગ્રામનો આંકડો ડબલ થઈ ગયો છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પોસ્ટ મોટાભાગે પરિવાર, ફૂટબોલ અને તેનું લેબલ CR7 ના પ્રમોશન પર હોય છે. રોનાલ્ડોએ શનિવારે પોતાનો 37મો જન્મદિવસ માવ્યો અને એક ફોટો પોસ્ટ કરી જેમાં લગભગ 1.5 કરોડ (15 મિલિયન) લાઈક્સ આવી હતી.

પાંચવારના બેલન ડી’ઓર વિજેતા રોનાલ્ડોએ પોતાના ચાહકોની શુભેચ્છાઓ માટે ધન્યવાદ કહ્યું અને લખ્યું જીવન એક રોલર કોસ્ટર છે. સખત મહેનત, હાઈ સ્પીડ, તત્કાલ ગોલ, આશાઓનું ભારણ છે પણ અંતમાં આ બધુ પરિવાર, પ્રેમ, ઈમાનદારી, મિત્રો, મુલ્યો માટે આવે છે. તમામ સંદેશો માટે ધન્યવાદ. 37 અને વધુ ગણતરી ચાલુ છે.

રોનાલ્ડો 115 ગોલ સાથે ટોપ ગોલ સ્કોરર બન્યા બાદ પુર્વ રિયલ મેડ્રિડ ફોરવર્ડને ગત મહિને ફીફા ધ બેસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. લિયોનેલ મેસ્સી પણ ઈન્સ્ટાગ્રામમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા લિસ્ટમાં બીજો ફૂટબોલર છે. તેના ઈન્સ્ટાગ્રામમાં 30 કરોડ (300 મિલિયન) ફોલોઅર્સ છે. પેરિસ સેન્ટ જર્મન પોરવર્ડ અને આર્જેન્ટિનાના સુકાની લિયોનેલ મેસ્સી સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વ્યક્તિઓની વિશ્વની ટોપ 10 લિસ્ટમાં ત્રીજા સ્થાને છે.

ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા લોકો

1) ક્રિસ્ટિયાનો રોનાલ્ડો: પોર્ટુગલ અને માન્ચેસ્ટર યૂનાઇટેડ ખેલાડીઃ 400 મિલિયન ફોલોઅર્સ 2) કાઈલી જેનરઃ અમેરિકાની મોડલ, બિઝનસ મહિલાઃ 309 મિલિયન ફોલોઅર્સ 3) લિયોનેલ મેસ્સીઃ આર્જેન્ટિના અને પીએસજી ખેલાડીઃ 306 મિલિયન ફોલોઅર્સ 4) ડ્વેન જોનસન (ધ રોક): અભિનેતા અને રેસલરઃ 295 મિલિયન ફોલોઅર્સ 5) સેલેના ગોમેજઃ અમેરિકી ગાયિકા અને અભિનેત્રીઃ 295 મિલિયન ફોલોઅર્સ 6) એરિયાના ગ્રાન્ડેઃ અમેરિકી ગાયિકા અને અભિનેત્રીઃ 294 મિલિયન ફોલોઅર્સ 7) કિમ કાર્દશિયનઃ અમેરિકી મોડલ, બિઝનસ મહિલાઃ 284 મિલિયન ફોલોઅર્સ 8) બેયૉન્સે નોલ્સઃ અમેરિકી મોડલ, બિઝનસ મહિલાઃ 284 મિલિયન ફોલોઅર્સ 9) જસ્ટિન બીબરઃ અમેરિકી ગાયકઃ 219 મિલિયન ફોલોઅર્સ 10) ખ્લો કાર્દશિયનઃ અમેરિકી મોડલઃ 219 મિલિયન ફોલોઅર્સ

આ પણ વાંચો : IND vs WI: ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ ટીમ સામે 238 રનનુ લક્ષ્ય રાખ્યુ, સૂર્યકુમારનુ અર્ધશતક

આ પણ વાંચો : IPL Auction: વિજય માલ્યા જ્યારે યુવરાજ સિંહને ખરીદવાને લઈને ગુસ્સે થયા, ત્યારે ફરીથી હરાજી કરવી પડી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">