Commonwealth Games: મેચ પહેલા કોચ ભાગ્યો તો ક્યાંક ખેલાડીઓ ગાયબ હતા, કોમનવેલ્થ ગેમ્સમાં એથ્લીટ્સના ગાયબ થવાથી મચ્યો હતો ખળભળાટ

ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી છેલ્લી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) દરમિયાન ઘણા બધા ખેલાડીઓ ગુમ થઈ ગયા હતા. એક ટીમનો કોચ ટોયલેટ બ્રેક પર ગયો અને પછી પરત ફર્યો જ નહીં.

Commonwealth Games: મેચ પહેલા કોચ ભાગ્યો તો ક્યાંક ખેલાડીઓ ગાયબ હતા, કોમનવેલ્થ ગેમ્સમાં એથ્લીટ્સના ગાયબ થવાથી મચ્યો હતો ખળભળાટ
Commonwealth Games ની ખળભળાટ મચાવનારી ઘટના
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jul 21, 2022 | 6:08 PM

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) શરૂ થવામાં હવે માત્ર થોડાક જ દિવસો બાકી છે. કોમનવેલ્થ 28 જુલાઈથી શરૂ થશે અને 8 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. ખેલાડીઓએ 20 રમતોની 280 ઇવેન્ટ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ખેલાડીઓ પણ બર્મિંગહામ પહોંચવા લાગ્યા છે. ખેલાડીઓ બર્મિંગહામ (Birmingham) પહોંચ્યા બાદ હવે આયોજકો સમક્ષ સૌથી મોટો પડકાર માત્ર રમતોને સફળતાપૂર્વક આયોજિત કરવાનો નથી, પરંતુ છેલ્લી વખત જેવી પરિસ્થિતિઓને ટાળવાનો પણ છે. હકીકતમાં, 2018 માં ગોલ્ડ કોસ્ટ, ક્વીસલેન્ડમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ઘણા ખેલાડીઓ ગુમ થઈ ગયા હતા, જેના કારણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો.

અગાઉ 4 દેશોના 13 ખેલાડીઓ ગુમ થયા હતા

ઓસ્ટ્રેલિયા ગેમ્સની સાથે તે આ કારણોસર પણ ચર્ચામાં રહ્યુ હતુ. ઓસ્ટ્રેલિયન સરકાર ચિંતિત હતી. હકીકતમાં, 2018ની કોમનવેલ્થ ગેમ્સમાંથી કેમરૂન, યુગાન્ડા, સિએરા લિયોન અને રવાન્ડાના 13 ખેલાડીઓ ગુમ થયા હતા. આ પછી સમાચાર આવ્યા કે ગેમ્સ બાદ આફ્રિકાના લગભગ 100 ખેલાડીઓ અને અધિકારીઓ ગુમ થઈ ગયા હતા. ઘણા ખેલાડીઓ રમતો દરમિયાન તેમની ઇવેન્ટ્સ પૂર્ણ કર્યા વિના જ ગાયબ થઈ ગયા હતા. આ ઘટનાએ વિશ્વભરમાં ચર્ચા જગાવી દીધી હતી. કારણ કે એક બે નહી પરંતુ અહીં તો ખેલાડીઓ ગૂમ થવાની સંખ્યા સદી વટાવી ચુકી હતી.

ટોયલેટ બ્રેક દરમિયાન કોચ ભાગી ગયા

એવા સમાચાર પણ હતા કે તે ખેલાડીઓ તેમના ઘરે પાછા ફરવા માંગતા ન હતા અને રમતો સમાપ્ત થયા પછી પણ ઘણા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં ગેરકાયદેસર રીતે રહે છે. 2018 ની ગેમ્સમાં ગુમ થયેલા કેમેરોનિયન ખેલાડીઓમાં વેઈટલિફ્ટર ઓલિવિયર માટામ, ફૌડોઝી અને મિનકોમ્બા વગેરેનો સમાવેશ થાય છે. તે જ સમયે, રવાન્ડાના વેઇટલિફ્ટિંગ કોચ ટોઇલેટ બ્રેક દરમિયાન ભાગી ગયા હતા.

અધિકારીઓ શોધખોળમાં લાગ્યા

2006ની મેલબોર્ન કોમનવેલ્થ ગેમ્સમાં ભાગેડુ ખેલાડીઓની સંખ્યા 40 હતી. 2018ની કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ખેલાડીઓના ભાગી જવાના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. તેની પણ ઘણી શોધખોળ કરવામાં આવી હતી. વર્ષ 2000 બાદ સિડનીમાં ઓલિમ્પિક 100 થી વધુ ખેલાડીઓ તેમના વિઝાની મુદત પૂરી થવા છતાં ઓસ્ટ્રેલિયામાં રોકાયા હતા. બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં લગભગ 72 દેશો ભાગ લેશે. આવામાં ફરી એકવાર આયોજકો સામે આવી સ્થિતિને ટાળવાનો મોટો પડકાર છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati