Football Match Fixing: ભારતીય ફુટબોલમાં હલચલ મચી, ફિક્સિંગ મામલે CBI ની તપાસ તેજ થઈ

ફિક્સિંગનો પડછાયો ભારતીય ફૂટબોલ પર મંડરાઈ રહ્યો છે. એક આંતરરાષ્ટ્રીય ફિક્સરનું નામ પણ સામે આવી રહ્યું છે. સીબીઆઈએ પણ આ મામલે તપાસ શરૂ કરી છે.

Football Match Fixing: ભારતીય ફુટબોલમાં હલચલ મચી, ફિક્સિંગ મામલે CBI ની તપાસ તેજ થઈ
CBI એ ફેડરેશનમાં પહોંચતા જ હલચલ થઈ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2022 | 9:39 AM

ભારતીય ફૂટબોલ માં આ સમયે હલચલ મચી ગઈ છે. ફિક્સિંગનો મામલો સામે આવ્યો ત્યારથી ઉથલપાથલ મચી ગઈ છે. આ મામલામાં કેટલીક ક્લબોના નામ પણ સામે આવી રહ્યા છે. હવે CBIએ પણ ફૂટબોલ ફિક્સિંગ કેસમાં તપાસ શરૂ કરી છે. CBIએ કથિત ફૂટબોલ ફિક્સિંગ કેસમાં પ્રાથમિક તપાસ રજીસ્ટર કરી છે. તેની એક ટીમ પણ તાજેતરમાં વધુ માહિતી માટે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ના મુખ્યાલયે પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીબીઆઈએ ફૂટબોલમાં કથિત મેચ ફિક્સિંગ સંબંધિત તેમના રોકાણ વિશે પણ પૂછપરછ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિક્સિંગના મામલામાં 5 ભારતીય ફૂટબોલ ક્લબના નામ સામે આવી રહ્યા છે, જેમના પર સિંગાપોરના એક ફિક્સર પાસેથી શેલ ફર્મ્સ દ્વારા પૈસા મેળવવાનો આરોપ છે.

તપાસમાં સહકાર આપવાનો આદેશ

મીડિયા અહેવાલ અનુસાર, AIFFના જનરલ સેક્રેટરી શાજી પ્રભાકરનનું કહેવું છે કે ફેડરેશન મેચ ફિક્સિંગ પ્રત્યે ઝીરો ટોલરન્સ જાળવી રાખે છે. પ્રભાકરે કહ્યું કે ફેડરેશને તમામ ક્લબોને તપાસમાં સહકાર આપવા કહ્યું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

શેલ કંપનીઓના રોકાણથી ચિંતા

જનરલ સેક્રેટરીએ વધુમાં કહ્યું કે તેઓ ફિક્સર દ્વારા શેલ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા રોકાણને લઈને ચિંતિત છે. તેમણે કહ્યું કે તે દરેક પ્રયાસ કરશે કે ભારતીય ફૂટબોલને મેચ ફિક્સિંગ સાથે દૂરથી પણ સંબંધિત કોઈપણ વ્યક્તિ સાથે કોઈ સંબંધ ન હોવો જોઈએ.

CBIએ ક્લબો પાસેથી માહિતી માંગી હતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CBIએ આ 5 ક્લબનો પણ સંપર્ક કર્યો છે અને તેમને ક્લબ સાથે જોડાયેલા તમામ વિદેશી ખેલાડીઓ, વિદેશી સપોર્ટ સ્ટાફ અને સ્પોન્સર્સ વિશે માહિતી આપવા કહ્યું છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ 5 ક્લબ આઈ-લીગની છે. દેશની બીજી સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ આઈ-લીગની 5 ક્લબોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

વર્ષની શરૂઆતમાં ગોવા પ્રો લીગની 6 મેચોમાં સટ્ટાબાજી જોવા મળી હતી જે આ ફિક્સિંગની સૌથી મોટી નિશાની માનવામાં આવી હતી. હવે આ કેસ પછી સી.બી.આઈ. હવે તપાસમાં ઉંડા ઉતરવાની કાર્યવાહીમાં લાગી ચુક્યુ છે. જેના ભાગરુપે જ ફુટબોલ ફેડરેશનમાં પહોંચીને પ્રાથમિક વિગતો સહિતની બાબતો અંગેની પૂછપરછ કરાઈ હોવાનુ માનવામાં આવે છે. જે મુજબ હવે સીબીઆઈ વિગતો અને પૂરાવાઓ એકઠા કરીને આગળની કાર્યવાહી તેજ કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">