National Games 2022 માં આજથી કેનોઇંગ અને સાયકલિંગ ઇવેન્ટની શરૂઆત

નેશનલ ગેમ્સ 2022 માં કેનોઇંગ અને સાયકલિંગની શરૂઆત થઇ હતી. કેનોઇંગનું આયોજન અમદાવાદ ખાતે તો સાયકલિંગનું આયોજન ગાંધીનગર ખાતે થઇ રહ્યું છે. રાજ્યના રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ કેનોઇંગ ઇવેન્ટ સ્થળની મુલાકાત લીધી હતી.

National Games 2022 માં આજથી કેનોઇંગ અને સાયકલિંગ ઇવેન્ટની શરૂઆત
Canoeing and Cycling started in National Games 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2022 | 4:51 PM

નેશનલ ગેમ્સ 2022  (National Games 2022) માં અમદાવાદમાં આજથી કેનોઇંગની (Canoeing) અને ગાંધીનગરમાં સાયક્લિંગની (Cycling) શરૂઆત થઇ હતી. કેનોઇંગનું આયોજન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે થઇ રહ્યું છે અને કેનોઇંગની ઇવેન્ટ 8 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન ચાલશે. સાયકલિંગની ઇવેન્ટનું આયોજન ગાંધીનગરમાં થઇ રહ્યું છે. સાયકલિંગની ઇવેન્ટ 8 ઓક્ટોબર અને 9 ઓક્ટોબર દરમિયાન રમાશે. 36 મી નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાત ખાતે થઇ રહ્યું છે જેમાં વિવિધ રમતોનું આયોજન ગુજરાતના 6 મુખ્ય શહેર અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભાવનગર, રાજકોટ અને બરોડા ખાતે થઇ રહ્યું છે. નેશનલ ગેમ્સની શરૂઆત ભવ્ય ઓપનિંગ સેરેમનીથી કરાઇ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા.

કેનોઇંગની નેશનલ ગેમ્સમાં અમદાવાદ ખાતે શરૂઆત

અમદાવાદમાં શનિવારે 8 ઓક્ટોબરે કેનોઇંગની શરૂઆત થઇ હતી. કેનોઇંગનું આયોજન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે થઇ રહ્યું છે. કેનોઇંગમાં રાજ્યોની ટીમો ગોલ્ડ મેડલ માટે એક બીજા સાથે જંગ માટે નદીમાં ઉતરશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેનોઇંગના સ્થળની લીધી મુલાકાત

કેનોઇંગની શરૂઆત અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે શનિવારે થઇ હતી. ગૃહ રાજ્ય મંત્રી અને રાજ્યના રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કેનોઇંગ ઇવેન્ટ સ્થળની મુલાકાત લીધી હતી. હર્ષ સંઘવીએ ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.

સાયકલિંગની નેશનલ ગેમ્સમાં ગાંધીનગર ખાતે શરૂઆત

નેશનલ ગેમ્સમાં ગાંધીનગર ખાતે સાયકલિંગની શરૂઆત થઇ હતી. સાયકલિંગની ઇવેન્ટનું આયોજન ગાંધીનગર ખાતે 8 ઓક્ટોબર અને 9 ઓક્ટોબરના રોજ થશે. ગાંધીનગર ખાતે સાયકલિંગની મહિલા 80 કિમી માસ સ્ટાર્ટ ફાઈનલ યોજાઇ હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">