બ્રોન્ઝ મેડલ વિજેતા Bajrang Punia નું દિલ્હીમાં કરાયુ જબરદસ્ત સ્વાગત, પિતા અને કોચ સાથે કારમાં નિકળ્યો

બ્રોન્ઝ મેડલ વિજેતા Bajrang Punia નું દિલ્હીમાં કરાયુ જબરદસ્ત સ્વાગત, પિતા અને કોચ સાથે કારમાં નિકળ્યો
Bajrang Punia

બજરંગ પૂનિયાએ કહ્યું મને ખૂબ સારુ લાગી રહ્યું છે. આટલો પ્રેમ અને સન્માન મળી રહ્યું છે. જે જોઈને ખુશી થઈ રહી છે. ખૂબ સારુ લાગી રહ્યું છે.

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Aug 09, 2021 | 8:05 PM

ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics)થી ભારતીય દળ પરત ફર્યા છે. ભારત મેડલ વિજેતાઓના સ્વાગતમાં કોઈ પણ પ્રકારની કસર છોડવા માંગતુ નથી. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં 7 મેડલ પોતાના નામે કર્યા છે. આ તેમનું ઓલિમ્પિક રમતોમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ મેડલ વિજેતાઓમાં પુરુષ રેસલર બજરંગ પુનિયા (Bajrang Punia) સામેલ છે.

ભારતીય સમૂહ સાથે બજરંગ પુનિયા સ્વદેશ પરત ફરી ચુક્યો છે, જ્યાં તેનું જબરદસ્ત સ્વાગત થયુ હતુ. બજરંગ પુનિયાએ દિલ્હી એરપોર્ટ બહાર જેવો પગ રાખ્યો, તેની જયજયકાર થવા લાગી હતી. એરપોર્ટ પર તેમના સ્વાગત માટે અનેક લોકો હાજર હતા. બજરંગ પુનિયાને લેવા માટે ગાડી આવી હતી, જેના સુધી પહોંચવુ બજરંગ માટે ભીડને લઈને ખૂબ જ મુશ્કેલી અનુભવવી પડી હતી.

તેણે પોતાના કોચ અને પિતાને પણ મુશ્કેલીથી ગાડીમાં બેસાડ્યા હતા. આ દરમ્યાન બજરંગે કહ્યું મને ખૂબ સારુ લાગી રહ્યું છે. આટલો પ્રેમ અને સન્માન મળી રહ્યું છે. જે જોઈને ખુશી થઈ રહી છે. ખૂબ સારુ લાગી રહ્યું છે. આગળ વધારે તૈયારી કરીશુ અને આગળના ઓલિમ્પિક માટે જે ક્ષતિઓ રહી ગઈ છે પુરી કરીશુ.

રમતગમત પ્રધાન દ્વારા સ્વાગત

સોમવારે સાંજે કેન્દ્રીય રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુર (Anurag Thakur) દ્વારા ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનારા ખેલાડીઓના સ્વાગત મુલાકાત કરવાનું આયોજન કર્યુ હતુ. ભારત માટે બજરંગ પુનિયા ઉપરાંત નિરજ ચોપરા, રવિ દહિયા, મીરાબાઈ ચાનૂ, પીવી સિંધુ, ભારતીય હોકી ટીમ, લવલિના બોરગોહેને પણ મેડલ જીત્યા છે.

આ પણ વાંચોઃ Tokyo Olympics 2020: ગોલ્ડન બોય નિરજ ચોપરા સહિતના ખેલાડીઓનું એરપોર્ટ પર સ્વાગત કરાયું, એરપોર્ટ ઢોલ-નગાડાથી ગુંજી ઉઠ્યું

આ પણ વાંચોઃ IND vs ENG: કેએલ રાહુલ નિવેદનને લઈને બોલર જસપ્રિત બુમરાહ પર ભડક્યો, કહ્યુ ખબર નહી કેમ લોકો આમ કહે છે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati