Exclusive: ગોપીચંદે લક્ષ્ય સેનને બહાર નિકાળી દેવાનો રસ્તો નિકાળી દીધો, કોચ વિમલ કુમારનો સનસનીખેજ દાવો

Exclusive: ગોપીચંદે લક્ષ્ય સેનને બહાર નિકાળી દેવાનો રસ્તો નિકાળી દીધો, કોચ વિમલ કુમારનો સનસનીખેજ દાવો
Lakshya Sen

લક્ષ્ય સેન (Lakshya Sen) ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં ચાર દિવસની પસંદગી ટ્રાયલમાં સામેલ હતો. પરંતુ, તે રાઉન્ડ-રોબિન ગ્રુપ સ્ટેજની મેચમાં તેની પ્રથમ મેચ હારી ગયો.

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Oct 21, 2021 | 9:40 PM

લેખકઃ શિરીષ નાડકર્ણી

છેલ્લા કેટલાક વર્ષોમાં, તે સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતના અગ્રણી બેડમિન્ટન ખેલાડીઓ કિંદબી શ્રીકાંત અને બી સાઈ પ્રણીથનું પ્રદર્શન નબળું પડ્યું છે, અને દેશના નંબર વન શટલરની જવાબદારી લક્ષ્ય સેન (Lakshya Sen) પર આવી ગઈ છે. તેથી, બેડમિન્ટન પ્રેમીઓને મોટો આંચકો ત્યારે મળ્યો જ્યારે સુદીરમન કપ અને થોમસ કપ માટે સેનની પસંદગી ન થઈ શકી. સુદીરમાન કપ સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ફિનલેન્ડના વાંતામાં યોજાયો હતો, જ્યારે થોમસ કપ રવિવારે ડેનમાર્કમાં સમાપ્ત થયો હતો

સત્તાવાર વલણ એ હતું કે સેન ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં ચાર દિવસની પસંદગી ટ્રાયલમાં સામેલ હતો. પરંતુ, તે રાઉન્ડ-રોબિન ગ્રુપ સ્ટેજની મેચમાં તેની પ્રથમ મેચ હારી ગયો. તેને બેડમિન્ટનની રમતમાં લગભગ અજાણ્યા નામ સાંઈ ચરણ કોયાએ હરાવ્યા હતા. કોયાની બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન રેન્કિંગ (BWF) 1414 છે.

હકીકતમાં, સેન હૈદરાબાદ પહોંચી ગયા હતો અને મેચ રમવા માંગતો હતો. પરંતુ ટ્રાયલ પહેલા બનાવેલા નિયમો અનુસાર, તેને 9-16 પોઝિશનમાં રમવાનું કહેવામાં આવ્યું હતું. જે તેને પસંદ નહોતું. તે બાકીની મેચ રમ્યા વિના બેંગ્લોરમાં તેની તાલીમ એકેડમીમાં પાછો ફર્યો હતો.

દેશના મુખ્ય ખેલાડીની અચાનક હકાલપટ્ટી સાથે, સેનના કોચ વિમલ કુમાર અને ગોપીચંદ (Gopichand) વચ્ચે શબ્દોનું યુદ્ધ શરૂ થયું. આ ટ્રાયલ હૈદરાબાદમાં જ ગોપીચંદની એકેડમીમાં હાથ ધરવામાં આવ્યા હતા.

પસંદગી ટ્રાયલ દરમિયાન વિમલ કુમાર હૈદરાબાદ પહોંચી શક્યો ન હતો. પરંતુ, તે દાવો કરે છે કે, સેન પેટમાં સંક્રમણને કારણે મેચ હારી ગયો હતો. તેને નંબર વન શટલર તરીકે પોતાની ક્ષમતા બતાવવાની વધારાની તક આપવી જોઈતી હતી. તે જ સમયે, તેમણે ગોપીચંદ પર તેમની એકેડમીના ખેલાડીઓની પક્ષ લેવાનો સીધો આરોપ લગાવ્યો હતો.

ગોપીચંદે એક અથવા બીજા બહાને લક્ષ્ય સેનને હાંકી કાઢવાનો રસ્તો શોધી કાઢયો હતો. વિમલ કુમારે ન્યૂઝ 9 સાથેની વાતચીતમાં આ દાવો કર્યો હતો.

શરુઆતી ટ્રાયલ મેચોમાં ટોચના ખેલાડીને ગુમાવવો એ મોટી વાત નથી. ઉદાહરણ તરીકે, ટ્રાયલમાં ટોપ કરનાર કિરણ જ્યોર્જે એચ.એસ. પ્રણોય અને સમીર વર્મા જેવા ટોપ ખેલાડીઓને હરાવ્યા હતા. જોકે ઓપનીંગ મેચમાં શંકર મુથુસ્વામી સામે હારી ગયો હતો. બાદમાં તેણે સૌને હરાવી દીધા હતા.

સેન માટે ટ્રાયલ પૂર્ણ કરવુ અશક્ય બનાવી દીધુ

વિમલ કુમારે આગળ કહ્યું, બીજા દિવસે ગોપીએ સેનને ‘9-16’ પોઝિશન માટે મેચ રમવા કહ્યું – જેના માટે સેન તૈયાર ન હતો. તે એકમાત્ર ખેલાડી છે જે સારું પ્રદર્શન કરી રહ્યો છે? પરંતુ તેણે એવી પરિસ્થિતિ ઉભી કરી કે તે સેન માટે ટ્રાયલ પૂર્ણ કરવુ અશક્ય બની ગઈ.

જવાબમાં ગોપીચંદે દલીલ કરી હતી કે પસંદગીના માપદંડ બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (BAI) ના મહાસચિવ અજય સિંઘાનિયા, સચિવ ઉમર રશીદ, મુખ્ય કોચ પુલેલા ગોપીચંદ, જુનિયર મુખ્ય કોચ સંજય મિશ્રા અને મુખ્ય રેફરીની બનેલી પાંચ સભ્યોની પેનલ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. ખેલાડી માટે નિયમો બદલી શકાતા નથી, પછી ભલે તે ગમે તેટલો લાયક દેખાય.

આવી સ્થિતિમાં પસંદગીની પ્રક્રિયાને સમજવી જરૂરી બની જાય છે, જેના કારણે દેશના બે મોટા બેડમિન્ટન કોચ સામસામે થઈ ગયા છે.

BWF રેન્કિંગના ટોચના 20 ખેલાડીઓને ટ્રાયલ રમવાની જરૂર નહીં પડે અને સીધી પસંદગી કરવામાં આવશે તે બાબતે સહમતી બની હતી. મતલબ કે શ્રીકાંત, સાઈ પ્રણીથ, પીવી સિંધુ, સાઈના નેહવાલ, સાત્વિકસાઈરાજ રંકીરેડી અને ચિરાગ શેટ્ટીને પસંદગી ટ્રાયલમાં હાજર રહેવાની જરૂર રહેશે નહીં.

આવી સ્થિતિમાં, સુદીરમન કપ અને થોમસ કપમાં પુરુષ સિંગલ્સ વર્ગ માટે સંભવિત ઉમેદવારોની સંખ્યા ઘટીને 20 થઈ ગઈ. ચાર દિવસની ટ્રાયલ મેચ તમામ ખેલાડીઓ વચ્ચેની સીધી મેચને યોગ્ય માની ન હોવાથી, આઠ રાઉન્ડ-રોબિન ગ્રુપ બનાવવાનું નક્કી થયું. દરેક ગ્રુપમાં બે કે ત્રણ ખેલાડીઓ મૂકવામાં આવ્યા હતા અને નિયમો અનુસાર માત્ર ગ્રુપ વિજેતા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા.

દરેક ખેલાડીઓને આઠ જૂથમાં વહેંચ્યા

જો કે, પસંદગી સમિતિના સભ્યોએ 20 ખેલાડીઓને ચાર રાઉન્ડ-રોબિન જૂથોમાં વહેંચવાનું પણ વિચાર્યું હતું. જેમાં દરેક જૂથમાં પાંચ ખેલાડીઓ હતા. પરંતુ આવી સ્થિતિમાં દરેક ખેલાડીએ ચારેય દિવસ સવારે અને સાંજે મેચ રમવાની રહેશે. ત્યારબાદ દરેક ગ્રુપમાં ચાર-ચાર મેચ રમનાર આ ખેલાડીઓમાંથી બે ટોચના ખેલાડીઓ ક્વાર્ટર ફાઇનલ રમશે. એટલે કે, વિજેતા અને રનર અપ ચાર દિવસમાં કુલ સાત મેચ રમશે, જે ખૂબ જ કંટાળાજનક કાર્યક્રમ હશે.

તેથી પસંદગીકારોએ ખેલાડીઓને આઠ જૂથોમાં વહેંચ્યા, કેટલાક જૂથોમાં ત્રણ ખેલાડીઓ હતા, કેટલાકમાં માત્ર બે હતા.સેનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી અને કિરણ જ્યોર્જને તેમની પાછળ રાખવામાં આવ્યા. બંનેને એવા જૂથોમાં મૂકવામાં આવ્યા હતા જેમાં ફક્ત બે ખેલાડીઓ હતા. આ દરેક ખેલાડીઓએ છેલ્લા આઠમાં પહોંચવાનું હતું.

કમનસીબે, સેન તેના રાઉન્ડ-રોબિન ગ્રુપ મેચ કોયા સામે હાર્યો. જેમ બે વખતના વિશ્વ ચેમ્પિયન કેન્ટો મોમોટા (Kento Momota) સાથે ટોક્યો ઓલિમ્પિકમાં થયું. તેને એવા ગ્રુપમાં પણ મૂકવામાં આવ્યો હતો જેમાં માત્ર બે ખેલાડીઓ હતા, જેમાંથી એક કોરિયાનો હીઓ ક્વાંગ હી (Heo Kwang Hee) હતો. ક્વાંગ હીએ મોમોટાને હરાવ્યો અને સ્પર્ધામાંથી બહાર થઈ ગયો.

સેન દેશનો શ્રેષ્ઠ ખેલાડી-ગોપીચંદ

બીજી બાજુ, ગોપીચંદ કહે છે, “હું માનું છું કે લક્ષ્ય સેન અત્યારે દેશના શ્રેષ્ઠ ખેલાડી છે અને તે આ બંને સ્પર્ધાઓમાં સામેલ થવાને લાયક છે. આપી શકાય તેમ નથી. પરંતુ, પહેલી જ મેચમાં હાર બાદ તેને નિયમો મુજબ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. હું એમ નથી કહેતો કે આ નિયમો આદર્શ હતા, પરંતુ, સારા કે ખરાબ ગમે તે હોય, તે પાંચ સભ્યોની સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. જેના માટે ન તો કોઈ સમિતિના સભ્ય કે ન તો કોઈ ખેલાડીએ વાંધો ઉઠાવ્યો – ન તો તે રાત્રીએ ત્યારે આ નિયમો બનાવવામાં આવ્યા, જ્યારે તે સવારે જ્યારે ગ્રુપ મેચો શરૂ થઈ.

તેથી, ગોપીચંદે સેનને 9 થી 16 પ્લેઓફમાં રમવાની સલાહ આપી હતી અને પસંદગીકારોએ એક રસ્તો શોધી કાઢયો હોત, જેથી તેને 1 થી 8 પ્લેઓફના વિજેતા અથવા રનર-અપ સાથે મેચ કરી, અને તેને ટીમમાં સામેલ કર્યો. પરંતુ જો સેન માટે નિયમો બદલવામાં આવ્યા હોત તો ગોપીચંદ પર ખેલાડીની તરફેણ કરવાનો આરોપ લાગ્યો હોત.

કાર્યવાહીનુ રેકોર્ડીંગ કરાયુ

સંભવિત આક્ષેપોને ધ્યાનમાં રાખીને, દેશના મુખ્ય કોચ અને દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા ગોપીચંદે નિયમ બનાવવાની પ્રક્રિયા સહિતની તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. આ સાથે તમામ મેચ યુ ટ્યુબ પર રિલીઝ કરવામાં આવી હતી. જેથી પસંદગી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર કોઈ પ્રશ્ન ઉભો ન થાય. ગોપીચંદ દુઃખી હતા કે દેશના શ્રેષ્ઠ પુરુષ સિંગલ્સ ખેલાડી, જે હાલમાં BWF રેન્કિંગમાં 25 મા ક્રમે છે, પસંદગીમાં નિષ્ફળ રહ્યા છે. પરંતુ પારદર્શિતા અને નિષ્પક્ષતાની સામે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.

દુર્ભાગ્યપૂર્ણ છે કે સેનની હારથી દેશના બે ટોચના કોચ વચ્ચે ઝઘડો વધી ગયો. તે પણ દુઃખદ છે કે મહિલા વર્લ્ડ ચેમ્પિયન સિંધુ વ્યક્તિગત રમતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ બંને સ્પર્ધાઓથી દૂર રહી.

જૂના જમાનામાં દેશ માટે રમવું ગૌરવની વાત હતી. પરંતુ આજકાલ, કેટલાક ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ટીમ ઇવેન્ટ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાને બદલે વ્યક્તિગત ગૌરવને વધુ મહત્વ આપે છે. તેઓએ થોમસ કપ ટુર્નામેન્ટની ઇન્ડોનેશિયાની ટીમ પાસેથી શીખવું જોઈએ, જેમાં તમામ ખેલાડીઓ તેમની તમામ શક્તિ સાથે કોર્ટમાં ગયા હતા અને 19 વર્ષનો વનવાસ પૂર્ણ કર્યા બાદ ટ્રોફી તેમના દેશમાં લઈ ગયા હતા.

આ પણ વાંચોઃ T20 World Cup 2021: પાકિસ્તાન ભારત સામે ‘હારેલી’ ટીમને મેદાનમાં ઉતારશે, બાબર આઝમની પ્લેઇંગ 11 આવી હશે!

આ પણ વાંચોઃ India vs Pakistan: એક સમયે ભારતની જીતનુ ઝનૂન હતુ આ ત્રણ ક્રિકેટરોને, સમયે કરવટ બદલતા પાકિસ્તાનની ટીમનો હિસ્સો બની ગયા!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati