Argentina vs Croatia: મેસ્સી અને મોડ્રિકનું સપનું દાવ પર, જાણો કોણ કોના પર છે ભારે

Argentina vs Croatia FIFA World Cup semifinal આજે શાનદાર ટક્કર જોવા મળશે. શું આ વખતે મેસ્સીની ટીમ મોડ્રિકની ટીમને હરાવી શકશે?

Argentina vs Croatia: મેસ્સી અને મોડ્રિકનું સપનું દાવ પર, જાણો કોણ કોના પર છે ભારે
મેસ્સી અને મોડ્રિકનું સપનું દાવ પરImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2022 | 9:59 AM

ફિફા વર્લ્ડ કપ 2022ની પ્રથમ સેમિફાઇનલમાં આર્જેન્ટિનાનો મુકાબલો ક્રોએશિયા સામે થશે. આ મેચમાં તમામની નજર લિયોનેલ મેસ્સી અને લુકા મોડ્રિચ પર રહેશે, જેમના માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સેમિફાઇનલ સાથે જ બે દિગ્ગજ ખેલાડીઓમાંથી એક મેસ્સી અને લુકા મોડ્રિકનું વર્લ્ડ કપ જીતવાનું સપનું કદાચ કાયમ માટે તૂટી જશે. જેણે આર્જેન્ટિનાને સેમિફાઈનલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.માત્ર 40 લાખની વસ્તી ધરાવતા ક્રોએશિયાએ છેલ્લા વિશ્વ કપમાં આર્જેન્ટિનાને 3-0થી હરાવીને ફૂટબોલની સૌથી મુશ્કેલ ટીમ તરીકેની પ્રતિષ્ઠા બનાવી છે.

આ મેચ મહત્વની રહેશે કારણ કે, આર્જેન્ટિના પાસે ગોલ કરવાની ક્ષમતા છે. તો ક્રોએશિયા પાસે શાનદાર ડિફેન્સ છે, ચાલો આંકડાઓની સાથે તમને જણાવીએ કે, મેસીની ટીમ વધુ મજબુત છે કે પછી મોડ્રિચની સેનામાં વધુ તાકાત છે.

FIFA World Cup સેમિફાઇનલનો કાર્યક્રમ

  • 13 ડિસેમ્બર – ક્રોએશિયા વિરુદ્ધ આર્જેન્ટિના (રાત્રે 12.30)
  • 14 ડિસેમ્બર – મોરોક્કો વિરુદ્ધ ફ્રાન્સ (રાત્રે 12.30)

ક્રોએશિયા-આર્જિન્ટિના વચ્ચે કાંટાની ટક્કર

તમને જણાવી દઈએ કે, ક્રોએશિયા અને આર્જેન્ટિના વચ્ચે હંમેશા કાંટાની ટક્કર જોવા મળી છે. બંન્ને ટીમો વચ્ચે અત્યારસુધી 5 મેચ રમાઈ ચુકી છે અને 2 મેચ આર્જેન્ટિનાએ જીતી અને 2 મેચમાં ક્રોએશિયાએ જીત મેળવી છે. વર્ષે 1994માં બંન્ને ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી જે ડ્રો રહી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વર્લ્ડકપમાં ક્રોએશિયા-આર્જેન્ટિના બરાબર

વર્લ્ડકપના આંકડા પર નજર કરીએ તો ક્રોએશિયા અને આર્જેન્ટિના બંન્ને બરાબરી પર છે. બંન્ને વર્લ્ડકપમાં અત્યારસુધી 2 વાર ટક્કર જોવા મળી છે અને બંન્ને 1-1 જીત મળી છે. આર્જેન્ટિનાએ વર્ષે 1998 વર્લ્ડકપમાં ક્રોએશિયાને 1-0થી હાર આપી હતી તો 2018માં મોડ્રિચની ટીમ પલટવાર કરતા 3-0થી મેચ હતી.

ક્યાં ખેલાડી પર રહેશે નજર ?

કેપ્ટન મેસીએ આર્જેન્ટિના માટે કુલ ચાર ગોલ કર્યા છે બીજી તરફ ક્રોએશિયા માટે લુકા મોડ્રિચ સિવાય એન્ડ્રેસ ક્રેમેરિચે પણ જોરદાર પ્રદર્શન કર્યું છે. ક્રેમેરિચે બે ગોલ કર્યા છે, હવે જોવાનું એ રહે છે કે, સેમિફાઇનલમાં કયો સ્ટાર શ્રેષ્ઠ રમત બતાવે છે.

મોરોક્કો ફૂટબોલ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ આફ્રિકન દેશ છે. અગાઉ, કેમરૂને 1990માં, સેનેગલ 2002માં અને ઘાનાએ 2010માં અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ ત્રણમાંથી એક પણ ટીમ સેમિફાઇનલમાં પહોંચી શકી નહોતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">