Badminton: 13 માં રેન્કિંગના બેડમિન્ટન ખેલાડી Ajay Jayaram એ નિવૃત્તી જાહેર કરી, હવે MBA નો અભ્યાસ કરશે

Badminton: 13 માં રેન્કિંગના બેડમિન્ટન ખેલાડી Ajay Jayaram એ નિવૃત્તી જાહેર કરી, હવે MBA નો અભ્યાસ કરશે
Ajay Jayaram એ સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી

અજય જયરામ (Ajay Jayaram) મેન્સ બેડમિન્ટન વર્લ્ડ રેન્કિંગમાં 13મા નંબરે પહોંચી ગયો છે. તેણે 2015માં કોરિયા ઓપન સુપર સિરીઝમાં રનર અપ બનવા ઉપરાંત બે વખત ડચ ઓપન જીતી હતી.

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Mar 28, 2022 | 8:15 AM

ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડી અજય જયરામે (Ajay Jayaram) આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન (International Badminton) માંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આનાથી તેની લગભગ બે દાયકા લાંબી વ્યાવસાયિક કારકિર્દીનો અંત આવ્યો. વર્લ્ડ રેન્કિંગ પહેલા 13મા ક્રમે રહેલા આ ખેલાડીએ 2015માં કોરિયા ઓપન સુપર સિરીઝમાં રનર્સઅપ થવા ઉપરાંત બે વખત ડચ ઓપન જીતી હતી. આ 34 વર્ષીય ખેલાડીએ સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. જયરામે એમ પણ કહ્યું હતું કે તેણે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલ ISB (Indian School of Business) માં પ્રવેશ પરીક્ષા પાસ કરી છે અને હવે તે MBA કરશે.

તેણે શનિવારે એક ટ્વિટર પોસ્ટમાં લખ્યું, ‘જેમ બધી સારી વસ્તુઓનો અંત આવે છે, તેવી જ રીતે મારી વ્યાવસાયિક બેડમિન્ટનની લગભગ બે દાયકાની સફર પણ સમાપ્ત થાય છે. મેં સ્પર્ધાત્મક બેડમિન્ટનમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આ લખતી વખતે મારી આંખો ભીની છે અને મારું ગળું રુંધાયેલુ છે. આજે હું જે છું તેમાં બેડમિન્ટનનો મોટો રોલ છે. આ રમતે મને પરિભાષિત કર્યો છે. તેણે મને જમીન પર રહેવાનું અને મોટા સપના જોવાનું શીખવ્યું છે.

જયરામ લંડન ઓલિમ્પિક રમવાનો હતો

2012 લંડન ઓલિમ્પિક માટે અજય જયરામ પણ ક્વોલિફાય થવાનો હતો. પરંતુ ઘટનાઓના નાટકીય વળાંકમાં પારુપલ્લી કશ્યપે તેને પાછળ છોડી દીધો. કશ્યપને 2012 ઈન્ડિયા ઓપન સુપર સિરીઝમાં ચીનના ચેન જિન દ્વારા વોકઓવર આપવામાં આવ્યો હતો. જેના કારણે જયરામ પાછળ રહી ગયેલા અજય જયરામની કારકિર્દીમાં પણ વારંવાર ઇજાઓ થવાથી રૂકાવટ આવી હતી. આ સાથે તેને આર્થિક સંકટનો પણ સામનો કરવો પડ્યો હતો.

અજય જયરામે એમબીએના અભ્યાસ વિશે લખ્યું હતું, મારું ધ્યાન ભણતર તરફ રહ્યું છે. મેં હંમેશા નિવૃત્તિ પછીની ઉચ્ચ શિક્ષણની પોસ્ટ વિશે વિચાર્યું છે. થોડા મહિના પહેલા મેં ફેરફાર વિશે વિચાર્યું અને કંઈક નવું શોધવાનો પ્રયાસ કર્યો. ઇન્ડિયન બિઝનેસ સ્કૂલ એ ભારતની સર્વોચ્ચ ક્રમાંક ધરાવતી બી-સ્કૂલ છે. ત્યાંથી, MBA ખૂબ જ સારો વિકલ્પ લાગતો હતો કારણ કે તેમાંથી ઘણા પ્રકારની પ્રોફાઇલ મેળવી શકાય છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે, મેં GMAT માં પ્રયાસ કર્યો, જ્યાં મેં 700 પ્લસ સ્કોર કર્યા. અને તે બતાવે છે કે હું ભાગ્યશાળી છું કે હું ISB હૈદરાબાદમાં શિષ્યવૃત્તિ દ્વારા પ્રવેશ મેળવી રહ્યો છું.

આ ટુર્નામેન્ટમાં જયરામ રનર-અપ રહ્યો હતો

જયરામ 2018 વિયેતનામ ઓપન સુપર 100માં રનર અપ હતો. તે જ સમયે, તેઓ 2010 અને 2016માં ડચ ઓપન ગ્રાન્ડ પ્રિકસ, 2018માં વ્હાઈટ નાઈટ્સ ઈન્ટરનેશનલ ચેલેન્જ અને 2021માં બેલ્જિયન ઓપન ઈન્ટરનેશનલની ફાઇનલમાં હારી ગયો હતો.

આ પણ વાંચોઃ Gujarat Titans vs Lucknow Super Giants Playing XI IPL 2022: ગુજરાત અને લખનૌ વચ્ચે કાંટાની ટક્કર, આવી હશે પ્લેયીંગ ઈલેવન!

આ પણ વાંચોઃ Ishan Kishan Injury, IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની વધી ચિંતા, 81 રનની તોફાની રમત દરમિયાન ઘાયલ થયો ઈશાન કિશન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati