અમદાવાદનો ફાયરમેન નવઘણ જોગરાણા નેશનલ ગેમ્સમાં સિલેક્ટ, લક્ષ્ય મેડલ જીતવા પર

નવઘણ જોગરાણાએ જણાવ્યું કે, ઇન્ટર યુનિવર્સિટી અને ખેલ મહાકુંભના થઈને મારી પાસે અત્યારે 45 જેટલા મેડલ છે. જેમાંથી 25 જેટલા ગોલ્ડમેડલ છે, જેમાંથી મોટા ભાગના લોંગ જમ્પ માટેના જ છે. હવે માત્ર લક્ષ્ય નેશનલ ગેમમાં મેડલ જીતવા પર

અમદાવાદનો ફાયરમેન નવઘણ જોગરાણા નેશનલ ગેમ્સમાં સિલેક્ટ, લક્ષ્ય મેડલ જીતવા પર
અમદાવાદનો ફાયરમેન નવઘણ જોગરાણા નેશનલ ગેમ્સમાં સિલેક્ટImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 1:32 PM

36th National Games : આજથી નેશનલ ગેમ્સની રમતનો પ્રારંભ સુરતમાં થઈ ગયો છે. ગુજરાત રાજ્યમાં આ ઈવેન્ટ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર એમ 6 શહેરોમાં યોજાશે.નેશનલ ગેમ્સ (National Games)માં દેશભરના 7000 ખેલાડીઓ ગુજરાત પહોંચી ગયા છે. ખેલાડીઓ પોતાની તાકાત દેખાડવા માટે પણ તનતોડ મહેનત કરી રહ્યા છે. બે નવી ઈવેન્ટ્સ યોગાસન અને મલખંભનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.ત્યારે આજે આપણે વાત કરીશું અમદાવાદના એક એવા યુવાનની જે નેશનલ ગેમ્સમાં પોતાની તાકાત દેખાડશે. આ યુવા ખેલાડી અત્યારસુધીમાં ઇન્ટર યુનિવર્સિટી અને ખેલ મહાકુંભમાં કુલ 45 જીત્યા છે, સતત 10 વર્ષથી ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવીને બેઠો છે. આ ખેલાડી નવઘણ જોગરાણાનું 36મી નેશનલ ગેમ્સની ટીમમાં સિલેક્શન થયું છે.

નવઘણ જોગરાણાનું સિલેક્શન

એક મીડિયા રિપોર્ટ અનુસાર નવઘણ જોગરાણા હાલમાં ફાયરમેન તરીકે નિકોલ ફાયર સ્ટેશન ખાતે નોકરી કરે છે. આ ખેલાડી મૂળ ધંધૂકા તાલુકાના રાયકા ગામનો છું. આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી જેને કારણે ભણવાનું છોડીને નોકરી ચાલુ કરી હતી. નવઘણ જોગરાણા કોલેજના પહેલા વર્ષમાં હતો ત્યારે પણ યુનિવર્સિટીનો ચેમ્પિયન અને બેસ્ટ પ્લેયર રહી ચૂક્યો છેનેશનલ ગેમમાં લોંગ જમ્પમાં ગુજરાતમાંથી એક જ ખેલાડી છે. અંદાજે 20 લોકોમાંથી નવઘણ જોગરાણાનું સિલેક્શન થયું છે.

નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા પર

નવઘણ જોગરાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,અમારો મુખ્ય વ્યવસાય ગાયો ચરાવવાનો છે. માતાપિતા હાલમાં પણ ગામડે જ રહે છે. આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી, જેને કારણે ભણવાનું છોડીને નોકરી ચાલુ કરી દીધી હતી. ઓલ ઈન્ડિયા ફાયરબ્રિગેડની પહેલી ગેમ નાગપુરમાં થઈ હતી જેમાં ખેલાડીએ ગોલ્ડમેડલ જીત્યો હતો. બીજી ગેમ લખનૌ થઈ. ત્યાં 100 મીટર અને લાંબી કૂદમાં બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યા. ખેલાડીએ કહ્યું કે, અત્યારે મારું ધ્યાન માત્ર નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા પર છે

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ગરવા ગુજરાતમાં નેશનલ ગેમ્સના આયોજનથી ભારત દેશના ધુરંધર રમતવીરો ગુજરાત રાજ્યના અત્યાધુનિક સ્પોર્ટ્સ ઇંફ્રાસ્ટ્રક્ચરથી વાકેફ થશે. ગુજરાત જ્યારે વિશ્વ સ્તરીય રમતગમતના માળખાથી સજ્જ છે, અને ગુજરાતના લોકોમાં રમતગમત પ્રત્યે નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત રાજ્ય આ રાષ્ટ્રીય રમતોત્સવને અત્યાર સુધીના શ્રેષ્ઠ યજમાન બનવામાં કોઈ કસર છોડશે નહીં.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">