Afghanistan: તાલીબાનીઓની ધમકીઓ બાદ મહિલા ફુટબોલરોએ દેશ છોડ્યો, જીવ બચાવવા બીજા દેશમાં આશરો લીધો

તાલિબાન (Taliban) નેતાઓએ થોડા દિવસો પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે અફઘાનિસ્તાનમાં મહિલાઓને કોઈપણ પ્રકારની રમતો અથવા મનોરંજન સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

Afghanistan: તાલીબાનીઓની ધમકીઓ બાદ મહિલા ફુટબોલરોએ દેશ છોડ્યો, જીવ બચાવવા બીજા દેશમાં આશરો લીધો
Afghanistan Women Football team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 8:53 PM

અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનો (Taliban)ના કબજા બાદથી દેશમાં રમતોની સ્થિતિ અંગે અનિશ્ચિતતા છે. પુરૂષ ક્રિકેટ ટીમને ટેકો આપવાની વાત તાલિબાન કેમ્પમાંથી આવતી રહી છે, પરંતુ સૌથી મોટી ચિંતા દેશની મહિલા ખેલાડીઓની છે.

તાલિબાન નેતાઓએ પહેલેથી જ દેશમાં મહિલાઓને રમવાની પરવાનગી આપવાનો ઈન્કાર કર્યો છે, તેને ઈસ્લામ વિરુદ્ધ ગણાવ્યુ છે. આવી સ્થિતિમાં દેશમાં મહિલા ખેલાડીઓનું ભવિષ્ય અંધકારમાં છે. આ દરમિયાન 32 મહિલા ફૂટબોલરોએ દેશ છોડીને પાકિસ્તાનમાં આશરો લીધો છે. અહેવાલો અનુસાર આ ખેલાડીઓ અને તેમના પરિવારો તાલિબાન તરફથી ધમકીઓનો સામનો કરી રહ્યા હતા.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

મીડિયા અહેવાલો અનુસાર આ ખેલાડીઓ રાષ્ટ્રીય જુનિયર ટીમના સભ્યો છે અને તેઓ પહેલા કતાર જવાના હતા. પરંતુ કાબુલ એરપોર્ટ પર 26 ઓગસ્ટના બ્લાસ્ટ બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ અને તેઓ દેશ છોડી શક્યા નહીં. હવે તેઓએ પાકિસ્તાનમાં આશ્રય લીધો છે. અહેવાલો અનુસાર પાકિસ્તાન સરકાર દ્વારા આ ખેલાડીઓને અફઘાનિસ્તાનમાંથી બહાર નિકાળવા માટે કટોકટી માનવતાવાદી વિઝા આપવામાં આવ્યા હતા. જે બાદ તેઓ પાકિસ્તાન પહોંચ્યા હતા.

પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશને આશ્રય આપ્યો

આ ખેલાડીઓને અફઘાનિસ્તાનમાંથી બહાર નિકાળવા માટે બ્રિટનની એનજીઓ ‘ફૂટબોલ ફોર પીસ’ એ, પાકિસ્તાની સરકાર અને પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશનની મદદ લીધી હતી. ત્યારબાદ તેમને પાકિસ્તાન લાવવામાં આવ્યા હતા.

આ તમામ ખેલાડીઓને ટૂંક સમયમાં પેશાવરથી લાહોર લઈ જવામાં આવશે. જ્યાં તેમને પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશનના હેડક્વાર્ટરમાં રાખવામાં આવશે. અહેવાલો અનુસાર મહિલા ખેલાડીઓને ફૂટબોલ રમવા માટે તાલિબાન તરફથી ધમકીઓનો સામનો કરવો પડતો હતો. આ ખેલાડીઓ દેશમાં સત્તા પરિવર્તન બાદથી છુપાઈ રહી હતી.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ધમકી આપી

દેશમાં મહિલા રમતને મંજૂરી ન આપવાને કારણે અફઘાનિસ્તાનના રમતગમત સમુદાયમાંથી બહિષ્કારનુ સંકટ છે. તેના સંકેત થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયાથી આવ્યા હતા. એક ઓસ્ટ્રેલિયન ચેનલ સાથે વાત કરતા તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે તેઓ મહિલાઓને રમતનો હિસ્સો બનવા દેશે નહીં. આ પછી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે જો અફઘાનિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમને ટેકો ન મળે તો આકરો નિર્ણય લેશે. તેઓ આ વર્ષે નવેમ્બરમાં હોબાર્ટમાં પુરુષ ક્રિકેટ ટીમ સામેની ટેસ્ટ મેચ રદ કરી શકે છે.

આ પણ વાંચોઃ IPL 2021: ધોની બાદ રવિન્દ્ર જાડેજાએ ફેન્સ સમક્ષ ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન બનવાની ઇચ્છા દર્શાવી ! જાડેજાની ઇચ્છાએ જગાવી ખૂબ ચર્ચા

આ પણ વાંચોઃ Cricket: બુમરાહ, શામી અને સિરાજની ત્રિપુટીએ આ ઈંગ્લીશ બેટ્સમેનને પરેશાન કર્યો, કહ્યું તેમની સામે બેટીંગ કરવી ખૂબ મુશ્કેલ

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">