FIFA World Cupમાં મોટી દુર્ઘટના ટળી, સ્ટેડિયમ પાસે ભીષણ આગ ફાટી નીકળી

આજે કતારના લુસેલના કેતાફેન આઈલેન્ડ પાસે બનેલા ફેન વિલેજમાં આગ લાગી હતી. આ આગ એટલી બધી વધી ગઈ હતી કે તેના માટે અગ્નિશામક વાહન બોલાવવા પડયા હતા. મળતી માહિતી અનુસાર આ આગ એક ખાલી બિલ્ડિંગમાં લાગી હતી.

FIFA World Cupમાં મોટી દુર્ઘટના ટળી, સ્ટેડિયમ પાસે ભીષણ આગ ફાટી નીકળી
Qatar fierce fire broke out near the stadiumImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 6:34 PM

વિવાદો સાથે શરુ થયેલી કતાર ફિફા વર્લ્ડકપ હાલમાં ભારે ચર્ચામાં છે. રોમાંચક મેચની સાથે સાથે કતારના વિચિત્ર નિયમોને કારણે પણ આ ફિફા વર્લ્ડકપ ભારે ચર્ચામાં છે. ફિફા વર્લ્ડકપના ઉત્સાહ વચ્ચે કતારમાં ફૂટબોલ ફેન્સ હાલમાં મુશ્કેલીમાં મુકાયા હતા. મળતી માહિતી અનુસાર આજે કતારના લુસેલના કેતાફેન આઈલેન્ડ પાસે બનેલા ફેન વિલેજમાં આગ લાગી હતી. આ આગ એટલી બધી વધી ગઈ હતી કે તેના માટે અગ્નિશામક વાહન બોલાવવા પડયા હતા. મળતી માહિતી અનુસાર આ આગ એક ખાલી બિલ્ડિંગમાં લાગી હતી.

મળતી માહિતી અનુસાર આ આગ બપોરના સમયે શરુ થઈ હતી. આ આગ જે જગ્યા પર લાગી ત્યાંથી લુસેલ સ્ટેડિયમ 3.5 કિમી દૂર છે. આ આગથી આકશમાં કાળા ધુમાડા જોવા મળ્યા હતા. જોકે આ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર મળ્યા નથી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સ્ટેડિયમ પાસે ભીષણ આગ

લુસેલ આઇકોનિક સ્ટેડિયમ

ભારતીય સમય અનુસાર 27 નવેમ્બરે મધરાત્રે 12:30 કલાકે લુસેલ સ્ટેડિયમમાં આર્જેર્ટિના અને મેક્સિકો વચ્ચે મેચ રમાવાની છે. તે પહેલા જ આ સ્ટેડિયમ પાસે બનેલા ફેન વિલેજ પાસે આગ લાગી હતી. કતારમાં ફિફા વર્લ્ડકપ માટે લુસેલ સ્ટેડિયમને કરોડોનો ખર્ચ કરીને બનાવવામાં આવ્યુ છે. ફિફા વર્લ્ડકપની ફાઈનલ મેચ 18 ડિસેમ્બરે આ જ સ્ટેડિયમમાં રમાવવાની છે.

કતારનું ફેન વિલેજ

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમ એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">