National Games 2022 : મહિલા 10 મીટર એર રાઈફલમાં ગુજરાતની ઈલાવેનિલે જીત્યો ગોલ્ડ મેડલ. ગુજરાતના ખાતામાં 8મો મેડલ

ગુજરાત 36મી નેશનલ ગેમ રમાઈ રહી છે જેમાં દેશના કેટલાક શ્રેષ્ઠ રમતવીરો ટોચના સન્માન માટે સ્પર્ધા કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ નેશનલ ગેમમાં મેડલ ટેલીમાં આગળ છે. આ સાથે કુલ 8 મેડલ ગુજરાતના ખાતામાં જમા થયા છે.

National Games 2022 : મહિલા 10 મીટર એર રાઈફલમાં ગુજરાતની ઈલાવેનિલે જીત્યો ગોલ્ડ મેડલ. ગુજરાતના ખાતામાં 8મો મેડલ
શૂટિંગની વિમેન્સ 10 મીટર એર રાઈફલમાં ગુજરાતની ઈલાવેનિલ જીત્યો ગોલ્ડ મેડલImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 3:35 PM

National Games 2022 Medal Tally Live Updated: ગુજરાતમાં ચાલી રહેલી નેશનલ ગેમ્સ 2022 (National Games 2022)માં પશ્ચિમ બંગાળ મેડલ ટેલીમાં આગળ છે. ચાર ગોલ્ડ, એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સાથે, પશ્ચિમ બંગાળ પાસે અત્યાર સુધીમાં 9 મેડલ છે. તેમના પછી યજમાન ગુજરાત કુલ 8 મેડલ સાથે બીજા ક્રમે છે. ત્યારબાદ મહારાષ્ટ્ર, હરિયાણા, મણિપુર, ઉત્તર પ્રદેશ મેડલ ટેલીમાં છે. તો ચાલો જોઈએ 36મી નેશનલ ગેમ્સ 2022માં અપડેટેડ મેડલ ટેલી નેશનલ ગેમ્સ (National Games 2022 Medal Tally) 2022 29મી સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે અને 12મી ઓક્ટોબરે સમાપ્ત થશે, જોકે ટેબલ ટેનિસ ઈવેન્ટ્સ રમાઈ ચૂકી છે.

નેશનલ ગેમ્સની 36મી આવૃત્તિનું ગુજરાતમાં આયોજન

ગુજરાત આ વર્ષે સ્પર્ધાનું યજમાન છે અને અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર એવા સ્થળો છે જ્યાં આ સ્પર્ધાઓ યોજાશે. આ વર્ષે 7 વર્ષના લાંબા સમય બાદ નેશનલ ગેમ્સની 36મી આવૃત્તિ યોજાઈ રહી છે. છેલ્લી આવૃત્તિ 2015 માં કેરળમાં યોજાઈ હતી. COVID-19 મહામારીને કારણે 2020માં નેશનલ રમતો રદ કરવામાં આવી હતી. ઈલાવેનિલ વાલારિવાન નેશનલ ગેમ્સમાં શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવા ઉતરી ત્યારથી તે ગોલ્ડ મેડલ માટે દાવેદાર માનવામાં આવી રહી હતી. આજે વાલારિવાને ભારતની ટોચની એર રાઈફલ ખેલાડીમાં સ્થાન મેળવ્યું છે. 10 મીટર એર-રાઈફલ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ઈલેવેનિલ વાલારિવાને ગોલ્ડ જીત્યો છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

નેશનલ ગેમ્સ 2022 મેડલ ટેલી

રાજ્ય ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ બ્રોન્ઝ મેડલ કુલ મેડલ
પશ્ચિમ બંગાળ 4 1 4 9
ગુજરાત 4 0 4 8
મહારાષ્ટ્ર 1 1 4 6
હરિયાણા 1 1 0 2
મણિપુર 1 1 0 2

ઈલાવેનિલનો જન્મ 2 ઑગસ્ટ 1999ના રોજ તમિલનાડુના કુડ્ડાલોરમાં થયો હતો પરંતુ તે ગુજરાતની રહેવાસી છે. તેણે 2018માં જૂનિયર શૂટિંગ વર્લ્ડ કપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે 2019ના વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં તેના ખાતમાં સિલ્વર મેડલ આવ્યો હતો. 2019માં મ્યૂનિખમાં થયેલા શૂટિંગ વર્લ્ડ કપમાં તે ચોથા નંબરે રહી હતી. વાલારિવાન આ પહેલા જૂનિયર વર્લ્ડકપમાં બે ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. નેશનલ ગેમમાં  ગુજરાતની ટીમે અત્યાર સુધી કુલ 8 મેડલ જીત્યા છે. નેટબોલમાં 1 બ્રોન્ઝ મેડલ, શૂટિંગમાં 1 ગોલ્ડ મેડલ તેમજ ટેબલ ટેનિંસમાં કુલ 3 મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ ગુજરાતના ખાતામાં છે. આ સાથે કુલ 8 મેડલ ગુજરાતના ખાતામાં જમા થયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">