36th National Games: ગુજરાતની ઝીલ દેસાઈએ ટેનિસમાં મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

આજે એટલે કે, બુધવારના રોજ ગુજરાતના ખાતામાં વધુ એક મેડલ જમા થયો છે. ગુજરાતના ખાતામાં 7 ગોલ્ડ મેડલ 5 સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલની સાથે કુલ 21 મેડલ જમા થયા છે.

36th National Games: ગુજરાતની ઝીલ દેસાઈએ ટેનિસમાં મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો
ગુજરાતની ઝીલ દેસાઈએ ટેનિસની મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 2:50 PM

36th National Games : ભારતીય ખેલાડીઓ સહિત સમગ્ર દેશની રાહ પૂરી થઈ છે. 7 વર્ષની લાંબી રાહ બાદ ગુજરાતમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ થયો છે. નેશનલ ગેમ્સને લઈ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા (Olympic Medalist) પીવી સિંધુએ પણ હાજરી આપી હતી. નેશનલ ગેમ્સ (National Games 2022) છેલ્લે 2015માં કેરળમાં યોજાઈ હતી.  નેશનલ ગેમ્સ 2022, 29 સપ્ટેમ્બરથી શરુ થઈ છે જે 12 ઓક્ટોબર સુધી ચાલશે જેમાં અંદાજે 7 હજાર ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં 36મી નેશનલ ગેમ્સ (36th National Games)માં ટેનિસની રમત રમાઈ રહી છે. જેમાં આજે ગુજરાતની ખેલાડીએ ગુજરાતના ખાતામાં મેડલ અપાવ્યો હતો. ઝીલ દેસાઈ (Zeel Desai)એ ટેનિસમાં મહિલા સિંગલ્સમાં ગુજરાત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ફાઇનલમાં કર્ણાટકના શર્મદા બાલુને હાર આપી હતી.

અમદાવાદના અનેક સ્થળે રમત યોજાઈ

નેશનલ ગેમ્સ અંતર્ગત સંસ્કારધામમાં તીરંદાજી, ખો-ખો અને મલખંબ, ટ્રાન્સ્ટેડિયા ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે રગ્બી, ટ્રાન્સ્ટેડિયા એકા ગ્રાઉન્ડ ખાતે પુરુષો માટેની ફુટબોલ સ્પર્ધા તેમજ કબડ્ડી, યોગાશન, શાહીબાગ પોલીસ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓ માટેની ફુટબોલ સ્પર્ધા યોજાશે. સાબરમતી નદીમાં રોવિંગ રમત પૂર્ણ થઈ ગઈ છે.

કેનોઇંગનું તેમજ સાબમરતી સ્પોર્ટસ પાર્ક ખાતે આર્ટિસ્ટિક સ્કેટિંગ, ઇનલાઇન સ્કેટિંગ, સ્પીડ સ્કેટિંગ, ટેનીસ, સોફ્ટ ટેનીસ રમતનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્સ વિલે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં લૉન બોલ અને ગોલ્ફ, ક્રાઉન એકેડમીમાં શોટગન શુટિંગ, જ્યારે ખાનપુરની રાઇફલ ક્લબ ખાતે રાઇફલ અને પીસ્ટલની શુટિંગ સ્પર્ધાઓ યોજાઈ રહી છે

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સૌથી વધુ ગોલ્ડ મેડલ ટેબલ ટેનિસમાં મળ્યા

અમદાવાદ ખાતે યોજાનારી વિવિધ કોમ્પિટિશનમાં દેશભરમાંથી ક્વોલિફાય થયેલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ગુજરાતમાં નેશનલ ગેમ્સની સાથે ગરબાની રમઝટ પણ ખેલાડીઓ બોલાવી રહ્યા છે. નેશનલ ગેમ્સમાં અમદાવાદ સહભાગી થતા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની ઉભરતી પ્રતિભાને નવું બળ મળશે.

ગુજરાતના ખાતામાં 7 ગોલ્ડ મેડલ 5 સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલની સાથે કુલ 21 મેડલ જમા થયા છે. આ મેડલ આર્ચરી,બેડમિન્ટન ,નેટબોલ ,રોલર સ્પોર્ટ્સ,શૂટિંગ,ટેબલ ટેનિસ,ટેનિસ અને કુસ્તીમાં મળ્યા છે. સૌથી વધુ 3 ગોલ્ડ મેડલ ટેબલ ટેનિસમાં મળ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">