16 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાનો ઓલરાઉન્ડર દેખાવ, ચેસેબલ માસ્ટર્સની ફાઇનલમાં જગ્યા બનાવી

16 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનન્ધાએ (Pragyananda) ચેસેબલ માસ્ટર્સમાં તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું અને ફાઈનલમાં પ્રવેશવા માટે સેમિફાઈનલમાં અનીશ ગિરીને હરાવી.

16 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાનો ઓલરાઉન્ડર દેખાવ, ચેસેબલ માસ્ટર્સની ફાઇનલમાં જગ્યા બનાવી
Praggnanandhaa (PC: Twitter)
Follow Us:
| Updated on: May 25, 2022 | 1:52 PM

16 વર્ષીય ભારતીય યુવા ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદે (16-year-old Indian chess GM Praggnanandhaa) ચેસેબલ માસ્ટર્સ (Chessable Masters) માં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા અનીશ ગિરી (Anish Giri) ને સેમિ ફાઇનલમાં હરાવીને શાનદાર રીતે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આર. પ્રજ્ઞાનંદને ટાઈબ્રેકમાં અનીશ ગિરીને 1.5-0.5 થી માત આપી હતી. જ્યારે તેની 4 ગેમની ઝડપી મેચ 2-2 થી ડ્રોમાં સમાપ્ત થઈ. ભારતીય યુવા ચેસ ખેલાડી હવે ફાઇનલમાં વિશ્વની બીજા નંબરની ચીનની ડીંગ લિરેન (China Ding Liren) સામે ટકરાશે.

તમને જણાવી દઈએ કે ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદદાએ ક્વાર્ટર ફાઇનલમાં ચીનના વેઈ યીને 2.5 થી હરાવ્યો હતો. મેલ્ટવોટર ચેમ્પિયન્સ ચેસ ટુર ચેસેબલ માસ્ટર્સ 2022 ઓનલાઈન ટુર્નામેન્ટની સેમિ ફાઈનલ માટે 1.5 બાય 2 થી હરાવીને ક્વોલિફાય થયો હતો, તો આ વર્ષે પ્રજ્ઞાનંદે બે વખતના વર્લ્ડ ચેમ્પિયન કાર્લસનને હરાવીને પોતાના પરાક્રમથી વિશ્વ આખાને ચોંકાવી દીધા હતા. આ ટૂર્નામેન્ટમાં ભારતના હરિકૃષ્ણા અને વિદિત ગુજરાતી ટોપ આઠમાં જગ્યા બનાવી શક્યા નથી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

હજુ થોડા દિવસ પહેલા જ પ્રજ્ઞાનંદાએ વિશ્વ ચેમ્પિયન કાર્લસનને બીજીવાર માત આપી હતી. ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદ રમેશપ્રભુ (R. Praggnanandhaa)એ 2022 માં વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસન (Magnus Carlsen) સામે બીજી જીત નોંધાવી હતી. ચેસબોલ માસ્ટર્સના પાંચમા રાઉન્ડમાં નોર્વેના કાર્લસને મોટી ભૂલ કરી અને પ્રજ્ઞાનંદે તેનો ફાયદો ઉઠાવીને તેને માત આપી હતી. 3 મહિનામાં આ બીજી વખત છે જ્યારે પ્રજ્ઞાનંદએ શાનદાર પ્રદર્શન કરતા વિશ્વ ચેમ્પિયન એવા મેગ્નસ કાર્લસનને માત આપી હતી. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં તેણે એરથિંગ્સ માસ્ટર્સમાં વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવ્યો હતો. મેગ્નસ કાર્લસન સામે આ તેની પ્રથમ જીત હતી. હવે 3 મહિના બાદ તેણે ફરી ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે.

પ્રજ્ઞાનંદ અને મેગ્નસ કાર્લસન આ ટૂર્નામેન્ટના પાંચમાં રાઉન્ડમાં 1,50,000 યુએસ ડોલર (રૂ 1.16 કરોડ)ની ઈનામી રકમ સાથે ટકરાયા હતા. મેચ ડ્રો તરફ આગળ વધી રહી હતી. પરંતુ મેગ્નસ કાર્લસન 40મી ચાલમાં મોટી ભૂલ કરી બેઠો. તેણે પોતાનો કાળો ઘોડો ખોટી જગ્યાએ મૂક્યો. આ પછી ભારતીય ખેલાડીએ તેને પરત ફરવાની તક ન આપી અને અચાનક તેને હારનો સામનો કરવો પડ્યો. મેગ્નસ કાર્લસનની ભૂલને કારણે મેચ જીત્યા બાદ પ્રજ્ઞાનંદે કહ્યું હતું કે તે આ રીતે મેચ જીતવા માંગતો નથી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">