ઈંગ્લેંડ સામેની શ્રેણી માટે બાયોબબલમાં જતા અગાઉ KL રાહુલ અભિનેત્રી સાથે ડેટીંગ પર, જુઓ તસ્વીરો

ઇજાને લઇને કેએલ રાહુલ (KL Rahul) ઓસ્ટ્રેલિયા (Australia) સામે ટેસ્ટ સિરીઝ પુરી કરી શક્યો નહોતો. સિરીઝની અધવચ્ચે જ તે ભારત પરત ફર્યો હતો. હવે રાહુલે ઇંગ્લેંડ (England) સામેની ટેસ્ટ સિરીઝમાં રમતો નજરે આવશે, તે માટે તેણે વર્તમાન સપ્તાહથી જ બાયો બબલમાં જોડાવવુ પડશે.

  • Avnish Goswami
  • Published On - 11:05 AM, 25 Jan 2021
1/4
ઇજાને લઇને કેએલ રાહુલ (KL Rahul) ઓસ્ટ્રેલીયા (Australia) સામે ટેસ્ટ સિરીઝ પુરી કરી શક્યો નહોતો. સિરીઝની અધવચ્ચે જ તે ભારત પરત ફર્યો હતો. હવે રાહુલે ઇંગ્લેંડ (England) સામેની ટેસ્ટ સિરીઝમાં રમતો નજરે આવશે, તે માટે તેણે વર્તમાન સપ્તાહ થી જ બાયો બબલમાં જોડાવવુ પડશે. તે પહેલા તે ગર્લફ્રેન્ડ અથિયા શેટ્ટી (Athiya Shetty) સાથે સમય ગુજારી રહ્યો છે.
2/4
લાંબા સમય થી બેટ્સમેન કેએલ રાહુલ અને બોલીવુડ અભિનેત્રી અથિયા શેટ્ટીના અફેયરની ચર્ચા ચાલી રહી છે. બંને અનેક વાર સાથે જોવા મળ્યા છે. હવે ફરી એક વાર લાંબા અરસા બાદ જોવા મળ્યા છે. રાહુલ અને અથિયા સાથે ક્રિકેટર રોબિન ઉથપ્પા (Robin Uthappa) અને તેમની પત્નિ શિતલ પણ મોજૂદ હતી.
3/4
કેએલ રાહુલ પોતાની ખાસ દોસ્ત અથિયા શેટ્ટી સાથે મિત્ર રોબિન ઉથપ્પાના ઘર પર ડિનર પર પહોંચ્યો હતો. ઉથપ્પાની વાઇફ શિતલે ઇન્સ્ટાગ્રામ પર તેમની તસ્વીરો શેર કરી છે. સોશિયલ મિડીયા પર તેમની તસ્વીરો ખૂબ વાયરલ થવા લાગી છે.
4/4
રાહુલ અને બોલિવુડના અન્ના સુનિલ શેટ્ટી (Sunil Shetty) ની પુત્રી અથિયા વચ્ચે અફેયરના સમાચારો લાંબા સમયથી વર્તાઇ રહ્યા છે. બંને અત્યાર સુધી તેમના આ સંબંધોને લઇને ખુલીને કંઇ પણ કબુલ કરતા નથી. જોકે બંને મોટે ભાગે એક બીજાની તસ્વીરો પર કોમેન્ટ કરવાનુ ચુકતા નથી.