ઓલંપિકની પ્રબળ દાવેદાર મહિલા લીફ્ટર અને આંતરરાષ્ટ્રીય પહેલવાન પણ ડોપિંગ પોઝિટીવ

પહેલા એથલીટ બાદ હવે એક મોટી મહિલા વેઇટલીફટર (Weightlifter) આંતરરાષ્ટ્રીય પુરુષ પહેલવાન (Wrestler) ડોપ ટેસ્ટમાં પોઝિટીવ હોવાનું સામે આવ્યું છે. બંને ખેલા઼ડીઓના હજુ સુધી બી સેંમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યુ નથી.

  • Avnish Goswami
  • Published On - 16:58 PM, 1 Apr 2021
ઓલંપિકની પ્રબળ દાવેદાર મહિલા લીફ્ટર અને આંતરરાષ્ટ્રીય પહેલવાન પણ ડોપિંગ પોઝિટીવ
Doping

પહેલા એથલીટ બાદ હવે એક મોટી મહિલા વેઇટલીફટર (Weightlifter) આંતરરાષ્ટ્રીય પુરુષ પહેલવાન (Wrestler) ડોપ ટેસ્ટમાં પોઝિટીવ હોવાનુ સામે આવ્યું છે. બંને ખેલા઼ડીઓના હજુ સુધી બી સેંમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યુ નથી. લિફ્ટર ને 15 એપ્રિલ થી શરુ થઇ રહેલ ઓલંપિક ક્વોલિફાઇંગ એશિયાઇ ચેમ્પિયનશીપ (Asian Championship) માં રમવા થી અટકાવી દેવામાં આવ્યા છે. જ્યારે પહેલવાનને હાલના દિવસોમાં પણ ઓલંપિક ક્વોલિફાઇંગ ટ્રાયલમાં અંતિમ ઘડી દરમ્યાન રમવા દેવામાં આવ્યા નહોતા.

લિફ્ટરના સેમ્પલમાં પાંચ પ્રકારના સ્ટીયરોઇડ પ્રાપ્ત થયા હતા, જ્યારે પહેલવાનના સેંપલમાં મિથાઇલ હેક્સેન-2-અમાઇન મળી આવ્યુ હતુ. લિફ્ટરને હાલમાં હંગામી ધોરણે પ્રતિબંધિત કરવામાં આવી છે. જ્યારે પહેલવાન પર MHA નો વાડાની સ્પેસિફાઇડ સબ્સટેંસની સૂચિમાં હોવાને લઇને હંગામી પ્રતિબંધ લગાવવામા આવ્યો નથી.

બંને સેમ્પલોની ટેસ્ટીંગ બેલ્જીયમની લેબમાં કરવામાં આવ્યા હતા. લિફ્ટરને સાડા ત્રણ મહિના બાદ IRMS દ્રારા પરિક્ષણ કર્યા બાદ તે પોઝિટીવ જાહેર કરવામાં આવ્યા હતા. જેના સેમ્પલમાં એંડ્રોસ્ટોરોન, ટેસ્ટોસ્ટોરોન, ઇટિયોકોલેનોન, 5એલ્ફાએડોએલ, 5બીટા એડોએલ મળી આવ્યા હતા. આ લિફ્ટર એ બે વર્ષ પૂર્વે સિડની ઓલંપિકમાં કાંસ્ય વિજેતા કરણમ મલેશ્વરીનો સ્નેચમાં રાષ્ટ્રીય કિર્તીમાન ધ્વસ્ત કર્યો હતો. ટોક્યોમાં ત્રણના બદલે હવે બે લિફ્ટરો રમવા માટે દાવેદાર બચ્યા છે.

નાડાએ લિફ્ટરનુ સેમ્પલ 26 નવેમ્બર 2020 એ NIS પટિયાલામાં મેળવ્યુ હતુ. લિફ્ટર આ પહેલા પોતાના ઘરે ગઇ હતી, કારણ કે ચિફ કોચ વિજય શર્મા અને મીરાબાઇ ચાનૂની સાથે તેની સારવાર માટે અમેરિકા ગયા હતા. વેઇટલીફ્ટીંગ ફેડરેશનના લિફ્ટરના ઘરેથી પરત ફરવા દરમ્યાન સેંમ્પલ મેળવવા માટે કહ્યુ હતુ. ચિફ કોચની ગેરહાજરીમાં લિફ્ટરનુ સેમ્પલ લેવામાં આવ્યુ હતુ, જેમાં તે પોઝિટીવ જણાઇ આવી હતી.