Olympic: દિકરીને સફળ ખેલાડી બનાવવા માતાએ ઘરેણાં ગીરવે મૂક્યા, પુત્રીએ ગજબનો ઈતિહાસ રચ્યો

તલવારબાજી (fencer)માં ભવાની દેવી (Bhavani Devi)એ તે કરી બતાવ્યુ છે જે પાછળના 125 વર્ષમાં કોઈ ભારતીય એથલીટ (Indian Athlete) નથી કરી શક્યા.

  • Publish Date - 9:01 pm, Wed, 17 March 21 Edited By: Kunjan Shukal
Olympic: દિકરીને સફળ ખેલાડી બનાવવા માતાએ ઘરેણાં ગીરવે મૂક્યા, પુત્રીએ ગજબનો ઈતિહાસ રચ્યો
Bhavani Devi

તલવારબાજી (fencer)માં ભવાની દેવી (Bhavani Devi)એ તે કરી બતાવ્યુ છે જે પાછળના 125 વર્ષમાં કોઈ ભારતીય એથલીટ (Indian Athlete) નથી કરી શક્યા. તે ઓલંપિક રમતો (Olympic Games) માટે ક્વોલીફાઈ કરવાવાળી પ્રથમ ભારતીય તલવારબાજ બની ચુકી છે. ભવાની દેવી ટોકિયો ઓલંપિંક (Tokyo Olympic)માં ભાગ લેશે. પોતાની આ ઉપલબ્ધીનો શ્રેય તે પોતાના પરિવારને આપે છે. તેના કહ્યા મુજબ મારી માંએ તેના ઘરેણાં પણ ગીરવે રાખ્યા હતા. લોકોથી ઉધાર લીધુ, પરંતુ ક્યારેય એવી સ્થિતી સર્જાવા ના દીધી કે, જેનાથી મારો ખેલ પ્રત્યેનો ઉત્સાહ ઘટી જાય. ભવાની દેવી 8 વાર નેશનલ ચેમ્પિયન (National Champion) રહી ચુકી છે. હંગેરીમાં યોજાયેલા ફેંસિંગ વિશ્વકપ (Fencing World Cup)માં પણ સ્થાન મેળવ્યુ હતુ.

 

 

ભવાની દેવીનું પુરુ નામ ચદલવદા અનંદા સુંદરરમન ભવાની દેવી છે. જોકે તે તેના સાથીઓ અને પ્રશંસકોમાં સીએ ભવાની દેવીના નામથી ઓળખાય છે. ભવાની દેવીએ કહ્યુ હતુ કે આને લઈને તેમાં કોઈ જ બે મત નથી કે હું આજે મારા પરીવારના કારણે છુ. મધ્યમવર્ગીય પરિસ્થીતીમાંથી આવવા છતાં મારા માતા-પિતા મારી દરેક સ્થિતીમાં મારી સાથે ઉભા રહ્યા છે. 27 વર્ષીય ભવાની દેવીના પિતા સી સુંદરમન પુજારી હતા અને માતા રમાણી દેવી ગૃહીણી છે.

 

ભવાની દેવીએ બતાવ્યુ હતુ કે મારી માતાએ મારી મહત્વકાંક્ષાઓને પૂરી કરવા માટે પોતાના ઘરેણાંઓને પણ ગીરવે મૂક્યા હતા. હું ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકુએ માટે લોકો પાસેથી ઉધાર પણ લેતી હતી. મને યાદ છે કે જ્યારે જ્યારે અમે પૈસાની વ્યવસ્થા કરવામાં અસફળ રહ્યા, ત્યારે ટુર્નામેન્ટમાં પણ ભાગ લઈ શકી નહોતી. મેં બે વર્ષ અગાઉ જ મારા પિતાને ખોઈ દીધા છે. હું આ પ્રસંગે મારા પિતાને ખૂબ યાદ કરી રહી છુ.

 

ભવાની દેવીએ બતાવ્યુ હતુ કે, પાછળના કેટલાક વર્ષ દરમ્યાન મારી સપોર્ટ સિસ્ટમમાં ગોસ્પોર્ટસ ફાઉન્ડેશન સામેલ થયુ છે. ગોસ્પોર્ટસ ફાઉન્ડેશન એ મને રાહુલ દ્રવીડ એથલેટીક મેન્ટરશિપ પ્રોગ્રામ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ તામિલનાડુ, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડીયા અને તામિલનાડુ ઈલેકટ્રીસિટી બોર્ડ દ્વારા સમર્થન કર્યુ હતુ. આવામાં ઘણાં બધા લોકો છે કે હું તેમને આભાર માનવા માંગુ છું. કારણ કે તેઓના વિના આ યાત્રા સંભવ થઈ શકી ના હોત.

 

ભવાની દેવી સમાયોજીત અધિકારીક રેંન્કીંગના આધાર પર ઓલંપિક ક્વોલીફિકેશન હાંસલ કર્યુ છે. વિશ્વ રેન્કિંગ આધાર પર પાંચ એપ્રિલ 2021 સુધી એશિયા-ઓશિનિયા ક્ષેત્રના માટે બે સ્થાન હતા. ભવાની દેવી હાલમાં 45માં સ્થાન પર છે. રેન્કીંગના આધાર પર તે એક સ્થાન મેળવવામાં સફળ રહેશે. તેના અધિકારીક ક્વોલિફિકેશન પર 5 એપ્રિલે રેન્કીંગ જારી થવા પર મહોર લાગશે. આ માટે કેન્દ્રીય રમતગમત પ્રધાન કિરણ રિજ્જૂએ પણ ભવાની દેવીને શુભેચ્છા દર્શાવી હતી.

 

તલવાર બાજીને 1896માં ઓલંપિક રમતોમાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારથી આ ખેલ સતત ઓલંપિંકનો હિસ્સો રહ્યો છે. વર્ષ 1924 સુધી આ રમતોમાં ફક્ત પુરુષો જ હિસ્સો લેતા હતા. પરંતુ પેરિસ ઓલંપિક રમતોથી આ પ્રતિયોગીતામાં મહિલાઓ પણ હિસ્સો લેવા લાગી હતી. ભવાની દેવીથી પહેલા 125 વર્ષમાં કોઈ પણ ભારતીય આ રમતમાં ઓલંપિક માટે ક્વોલીફાઈ થઇ શક્યુ નથી.

 

આ પણ વાંચો: BCCI: વધતા કોરોના પ્રમાણને લઇને વન ડે શ્રેણી પર ખતરાના વાદળો ઘેરાયા, ઘરેલુ આયોજનો મોકૂફ

Click on your DTH Provider to Add TV9 Gujarati