પહેલા પિતા, હવે ખુદ આ ક્રિકેટરને ભરખી ગયો કોરોના, ભાઈ હજુ હોસ્પિટલમાં

કોરોનાનો કહેર ક્રિકેટ પર સતત વર્તાઈ રહ્યો છે. ક્યાંક મેચ અને ટૂર્નામેન્ટ સ્થગિત રાખવામાં આવી રહી છે છે તો ક્યાંક ક્રિકેટરોના શ્વાસ અટકી રહ્યા છે. પૂર્વ રણજી ક્રિકેટર અને ઓડિશા ક્રિકેટ ટીમના કેપ્ટન પ્રશાંત મહાપત્રાને લઈને પણ દુખદ સમાચાર આવ્યા છે. ફક્ત 47 વર્ષની ઉંમરે, કોરોનાએ આ ભૂતપૂર્વ ક્રિકેટરનો જીવ લીધો. રાજ્યસભાના પૂર્વ સાંસદ રઘુનાથ […]

પહેલા પિતા, હવે ખુદ આ ક્રિકેટરને ભરખી ગયો કોરોના, ભાઈ હજુ હોસ્પિટલમાં
પ્રશાંત મહાપાત્રા
Follow Us:
| Updated on: May 19, 2021 | 9:46 PM

કોરોનાનો કહેર ક્રિકેટ પર સતત વર્તાઈ રહ્યો છે. ક્યાંક મેચ અને ટૂર્નામેન્ટ સ્થગિત રાખવામાં આવી રહી છે છે તો ક્યાંક ક્રિકેટરોના શ્વાસ અટકી રહ્યા છે. પૂર્વ રણજી ક્રિકેટર અને ઓડિશા ક્રિકેટ ટીમના કેપ્ટન પ્રશાંત મહાપત્રાને લઈને પણ દુખદ સમાચાર આવ્યા છે. ફક્ત 47 વર્ષની ઉંમરે, કોરોનાએ આ ભૂતપૂર્વ ક્રિકેટરનો જીવ લીધો. રાજ્યસભાના પૂર્વ સાંસદ રઘુનાથ મહાપત્રાના પુત્ર પ્રશાંત મહાપત્રાએ ભુવનેશ્વર સ્થિત AIIMS ખાતે અંતિમ શ્વાસ લીધા. AIIMS ભુવનેશ્વરના ડો.એસ.એન.મહંતીએ પ્રશાંત મહાપત્રાના મોત અંગે માહિતી આપી.

જ્યારે કોરોના સાથેના યુદ્ધમાં પ્રશાંત મહાપાત્રાની તબિયત લથડી ત્યારે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. ડોકટરોની વિશેષ ટીમ સતત તેમનું નિરીક્ષણ કરી રહી હતી. પ્રશાંત મહાપાત્રાના પિતાનું પણ 10 દિવસ પહેલા કોરોના વાયરસથી મૃત્યુ થયું હતું. તેના પિતા, જે કોરોના સામે લડતા હતા, તેમને 22 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 9 મેના રોજ તેમનું અવસાન થયું હતું.

પ્રશાંત મહાપાત્રાનું ક્રિકેટ કરિયર

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

પ્રશાંત મહાપત્રાએ 45 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી, જ્યારે 17 લિસ્ટ-એ મેચોમાં ભાગ લીધો હતો. આ રીતે તેમણે ક્રિકેટ કારકીર્દિમાં કુલ 62 મેચ રમી હતી. 1990 માં બિહાર સામે તેમણે રણજીથી શરૂઆત કરી હતી. પ્રશાંતે 45 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 30.08 ની એવરેજથી 2196 રન બનાવ્યા. પ્રશાંતે આ સમયગાળા દરમિયાન 5 સદી અને 11 અર્ધસદી પણ ફટકારી હતી.

મેચ રેફરીની ભૂમિકામાં પ્રશાંત

ક્રિકેટ રમવાનું છોડી દીધા પછી પણ, તે આ રમત સાથે સંકળાયેલા રહ્યા. તેમણે કુલ 142 મેચોમાં રેફરીની ભૂમિકા ભજવી હતી.

https://twitter.com/ImRaina/status/1394901217545834502

સુરેશ રૈના દુ: ખમાં ડૂબી ગયા

પ્રશાંત મોહમાત્રાના અવસાનને કારણે ક્રિકેટ જગતમાં શોકનું વાતાવરણ છે. સુરેશ રૈના તેમના મૃત્યુથી ઘેરા શોકમાં છે. રૈનાએ ટ્વિટ કરીને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

ભાઈ પર કોરોનાનો ખતરો

પહેલા પિતા અને હવે ખુદ પ્રશાંત મહાપત્રાના મૃત્યુ પછી પણ તેમનો પરિવાર કોરોના સામે લડી રહ્યો છે. પ્રશાંત મહાપાત્રાના ભાઈ જસબંતને પણ કોરોના છે અને તેમની સારવાર પણ એમ્સમાં કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં સૌ પ્રાર્થના કરી રહ્યા છે કે પરિવાર પર વધુ મુશ્કેલી ન આવે.

આ પણ વાંચો: આ રોકસ્ટારના માત્ર 6 વાળની 10 લાખમાં થઇ હરાજી, જાણો ગિટાર પર લાગી હતી કેટલાની બોલી

આ પણ વાંચો: તો શું સિંગાપુર કરશે દિલ્હીના CM કેજરીવાલ સામે કેસ? હાઈ કમિશનરે કહી આ મોટી વાત

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">