NovakDJokovic ના વિઝા બીજી વખત રદ્દ, ઓસ્ટ્રેલિયાથી બહાર જવાનો ખતરો

20 વખતનો ગ્રાન્ડ સ્લેમ વિજેતા નોવાક જોકોવિચ (NovakDJokovic)કોરોનાની રસી લીધા વિના ઓસ્ટ્રેલિયા ગયો હતો. જેના કારણે ઓસ્ટ્રેલિયાની સરકારે તેના વિઝા રદ્દ કરી દીધા હતા.

NovakDJokovic ના વિઝા બીજી વખત રદ્દ, ઓસ્ટ્રેલિયાથી બહાર જવાનો ખતરો
Novak Djokovic (file photo)
| Edited By: | Updated on: Jan 14, 2022 | 2:08 PM

NovakDJokovic : ઓસ્ટ્રેલિયન સરકારે નોવાક જોકોવિચના વિઝા બીજી વખત રદ કર્યા છે. આ પછી સર્બિયાના આ દિગ્ગજ ટેનિસ ખેલાડીને ઓસ્ટ્રેલિયા છોડવું પડી શકે છે. નોવાક જોકોવિચ (NovakDJokovic)કોરોનાની રસી (Corona vaccine)લીધા વિના ઓસ્ટ્રેલિયન ઓપન 2022 (Australian Open 2022)માં રમવા ગયો હતો. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર 20 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતાના ઓસ્ટ્રેલિયાના વિઝા પર ત્રણ વર્ષ માટે પ્રતિબંધ લગાવી શકાય છે.

ન્યૂઝ એજન્સી એપીએ ઓસ્ટ્રેલિયાના ઈમિગ્રેશન મિનિસ્ટર એલેક્સ હોકને ટાંકીને કહ્યું છે કે તેમણે તેમના મંત્રી સત્તાનો ઉપયોગ કરીને નોવાક જોકોવિચના વિઝા રદ કર્યા છે. તેમણે જનહિતમાં આ નિર્ણય લીધો છે. માનવામાં આવે છે કે જોકોવિચના વકીલો આ નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં જઈ શકે છે. પહેલીવાર જોકોવિચના વિઝા રદ થયા ત્યારે તે કોર્ટમાં પણ ગયો હતો જ્યાંથી તેને રાહત મળી હતી અને વિઝા પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.NovakDJokovicના વિઝા બીજી વખત રદ્દ, ઓસ્ટ્રેલિયાથી બહાર જવાનો ખતરો

ટૂર્નામેન્ટ 17 થી 30 જાન્યુઆરી દરમિયાન રમાશે અને વિક્ટોરિયન સરકારે પહેલેથી જ કહ્યું છે કે, જેમને બંને રસી લીધી છે તેમને જ ટુર્નામેન્ટના સ્થળે પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે,તેમણે ટૂર્નામેન્ટના સત્તાવાર લોન્ચિંગ પ્રસંગે જણાવ્યું હતું કે, “ફક્ત તે ખેલાડીઓ, સ્ટાફ અને ચાહકો ટૂર્નામેન્ટ સ્થળ પર આવી શકશે જેમને બંને રસી મળી છે.

ઓસ્ટ્રેલિયન ઓપન એ એક વર્ષમાં યોજાતા ટેનિસના ચાર ગ્રાન્ડ સ્લેમમાંથી પ્રથમ છે (અન્ય ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન અને અમેરિકન ઓપન છે). તે જાન્યુઆરીના છેલ્લા પખવાડિયામાં અથવા ઓસ્ટ્રેલિયન ઉનાળાના મધ્યમાં યોજાય છે.ઓસ્ટ્રેલિયન ઓપનની શરૂઆત 1905માં થઈ હતી, ત્યારથી લઈને 1987 સુધી તે ગ્રાસ કોર્ટ પર યોજાતી હતી.ઓસ્ટ્રેલિયન ઓપનનું સંચાલન ટેનિસ ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવે છે. અગાઉ તે ઓસ્ટ્રેલિયાના લૉન ટેનિસ એસોસિએશન (LTAA) તરીકે પણ ઓળખાતું હતું.

 

 

આ પણ વાંચોઃ

U19 World CUP 2022 : ટીમ ઈન્ડિયા પાંચમી વખત ચેમ્પિયન બનવા માટે તૈયાર છે, કોચે રણનીતિનો ખુલાસો કર્યો

આ પણ વાંચોઃ

IND vs SA: વિરાટ કોહલીના નામે નોંધાયો વધુ એક રેકોર્ડ, 500 મી ઇનીંગમાં સચિન તેંડુલકર સહિત અનેક દિગ્ગજને છોડ્યા પાછળ