Neeraj Chopra biopic : નીરજ ચોપરા પર બની શકે છે ફિલ્મ, સ્ક્રિપ્ટ વાયરલ થઈ

Neeraj Chopra biopic : નીરજ ચોપરા પર બની શકે છે ફિલ્મ, સ્ક્રિપ્ટ વાયરલ થઈ
નીરજ ચોપરા પર બની શકે છે ફિલ્મ, સ્કિપ્ટ વાયરલ થઈ

ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીતીને નીરજ ચોપરા સ્ટાર બની ગયો છે અને તેમની બાયોપિક વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હાલમાં ફેસબુક પર એક વ્યક્તિએ બાયોપિકની સ્કિપ્ટને શેર કરી છે.

TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Aug 10, 2021 | 5:08 PM

Neeraj Chopra biopic: સમય પહેલા બોલીવુડના મેકર્સ વચ્ચે બાયોપિકનો ટ્રેડે જોર પકડ્યું હતુ અને અનેક પ્રોડ્યુસર બાયોપિક પર ફિલ્મ બનાવીને પૈસા કમાતા હતા.મૌર્ય મંડળ નામના આ વ્યક્તિએ બોલીવૂડના મસાલા સ્ક્રીન રાઈટર્સ માટે મુસીબત બન્યો છે કારણ કે, ફેસબુક (Facebook)પર લખવામાં આવેલી તેમની સ્કિપ્ટ ફૈંસને ખુબ પસંદ આવી રહી છે તમે પણ વાંચો નીરજ ચોપરાની બાયોપિક.

ફિલ્મનો ઓપનિંગ સીનમાં હરિયાણાના એક નાનકડા ગામને દેખાડવામાં આવે છે કેટલાક છોકરાઓ ક્રિકેટ (Cricket)રમી રહ્યા છે એક બેટ્સમેન છગ્ગો મારે છે બોલ બાજુના ખેતરમાં જાય છે ખેતરમાં પિતા-પુત્ર કામ કરી રહ્યા છે. ફીલ્ડર આ બાળક પાસે જાય છે અને તેમની પાસે બોલ માંગે છે આ બાળક બોલને એટલો દુર ફેંકે છે કે સીધો સ્ટમ સાથે અથડાઈ છે.

ત્યારે રમી રહેલા તમામ છોકરાઓ આ થ્રોને જોઈ હેરાન થઈ જાય છે તેની પાસેથી ગજરાજ રાવ જે એથલેટિક્સ કોચ (Athletics coach) પસાર થઈ રહ્યા છે. આ તમામ દર્શ્ય જોય તે બાળક વિશે તમામ માહિતી એકઠી કરે છે તેના હાથમાં ખુબ તાકાત જોવા મળે છે. ગજરાજને આ બાળકમાં ખુબ પ્રતિભા જોવા મળે છે અને તેના પિતા સાથે વાત કરી તેમને એકેડમી શરુ કરાવે છે.

આ બાળકને આર્થિક સ્થિતિ સારી હોતી નથી તે ગંદા કપડા પહેરીને એકેડમી પહોંચે છે. જ્યાં અમીર બાળકો તેમની મજાક ઉડાવે છે, પરંતુ કોચ એ તમામ બાળકો પર ગુસ્સે થાય છે. જ્યારે આ બાળક ભાલું ફેંકે છે તો તમામ લોકોનું મોઢું બંધ થઈ જાય છે, કેટલાક વર્ષો પછી બાળક મોટું થાય છે અને નેશનલ લેવલ જૈવલિન થ્રો (Javelin throw)માં રમવા માટે જાય છે. આ છોકરાનો રોલ અક્ષય કુમાર નિભાવી રહ્યા છે.

અક્ષય કુમાર તેમના મિત્રો સાથે વાતચીત કરી રહ્યો હોઈ છે ત્યારે કિયારા અડવાણીની કેટલાક ગુંડાઓ છેડતી કરવાની કોશિશ કરી રહ્યા હોય છે ત્યારે અક્ષય કુમાર ગુંડાઓ પર ભાલાથી હુમલો કરે છે. કિયારા અડવાણી અક્ષય કુમારને નામ પુછે છે ત્યારે અક્ષય કુમાર (akshay kumar )ત્યાંથી ચાલ્યો જાય છે કારણ કે, તેમને ટ્રેનિંગ માટે જવાનું હોય છે. સુબેદાર અક્ષય કુમારને જાણ થાય છે કે, કિયારા તેમના સીનિયર ઓફિસરની પુત્રી છે.

અક્ષય અને કિયારા પ્રેમમાં પડે છે પરંતુ અક્ષય કુમાર કહે છે કે, તેમનું ફોક્સ દેશને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ આપવાનું છે. કિયારા કહે છે તે અક્ષય કુમાર(akshay kumar )ને સપોર્ટ કરશે અને જ્યાં સુધી ગોલ્ડ મેડલ (Gold medal) નહિ આવે ત્યાં સુધી તે તેમની રાહ જોશે. અક્ષય કુમાર અનેક સ્પર્ધામાં જીત મેળવી છે તે દરમિયાન પાકિસ્તાન સામે એક યુદ્ધ થાય છે.

સુબેદાર અક્ષય કુમાર (akshay kumar ) કહે છે કે, તે યુદ્ધમાં ભાગ લેવા માગે છે પરંતુ પ્રશાસન તેમને કહે છે કે, તે ઓલિમ્પિક માટે તૈયારી કરે. માટે તેમણે આ યુદ્ધમાં ભાગ લેવો જોઈએ નહિ, અક્ષય દેશ-ભક્તિના અંદાજમાં કહે છે કે, દેશની રક્ષા થી વધારે કોઈ ચીજ નથી. તમામ લોકો તેમને સૈલ્યુટ કરે છે.

યુદ્ધ દરમિયાન અક્ષય કુમાર (akshay kumar )ને પાકિસ્તાનના સૌનિકો ધેરી લે છે અક્ષય કુમારની ગોળી ખાલી થઈ ગઈ હોય છે અક્ષય કુમાર એક વૃક્ષની ડાળીનો ભાલા તરીકે ઉપયોગ કરે છે અને બોલીવુડના અંદાજમાં પાકિસ્તાનના સૌનિકોનો નાશ કરે છે પરંતુ અક્ષય કુમાર પણ આ લડાઈમાં ઘાયલ થઈ જાય છે ડોક્ટર કહે છે કે, તે ક્યારે પણ ભાલું ફેંકી શકશે નહિ.

અક્ષય કુમાર ડોક્ટરની સલાહ બાદ પણ ટ્રેનિંગ શરુ કરે છે અને ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરે છે. જ્યાં અક્ષયનો મુકાબલો જર્મન અને આફ્રિકી ખેલાડી સાથે થાય છે. અક્ષય કુમાર ક્વોલીફાય રાઉન્ડમાં ટોપ પર આવે છે.

જર્મન ખેલાડી ઓલિમ્પિકના ખેલગામમાં તેમના સાથીઓની મદદથી અક્ષય પર હુમલો કરાવે છે. જેમાં જર્મના એક જુડો અને કરાટે ટીમ પણ સામેલ હોય છે ફિલ્મનો હિરો આ તમામ લોકોને પછાડી દે છે. ભારતની હોકી ટીમ પણ અક્ષય કુમારની મદદે આવે છે.

અક્ષય કુમાર (akshay kumar )ને જ્યારે જાણ થાય છે કે, તેમના ખેતરમાં આગ લાગી છે ત્યારે તે દુખી થાય છે. ઓલિમ્પિકના ફાઈનલમાં તેમના પ્રદર્શન પર પ્રભાવ પડે છે. પિતાનું આગ લાગેલું ખેતર તેમની આંખોમાં આવે છે પરંતુ કિયારા અડવાણીના પ્રેમ અને કોચની વાત સાંભળી અક્ષયને હિંમત મળે છે.

અક્ષય ફાઈનલ થ્રોમાં ચોથા સ્થાન પર હોય છે તમામ લોકોની નજર અક્ષય પર હોય છે સ્લોમોશન સ્ટાઈમાં તે દોડે છે બ્રૈકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલુ થાય છે. સ્ટેડિયમમાં રહેલા તમામ લોકો બુમો પાડી રહ્યા હોય છે. અક્ષય કુમાર ભાલું ફેકતા કહે છે જય અને આ થ્રોમાં તે 90 મીટર દુર ભાલું ફેંકે છે. આ એક થ્રો થી તે ગોલ્ડ મેડલ જીતી જાય છે.

તમામ લોકો સ્ટેડિયમમાં નાચવા લાગે છે. જર્મન ખેલાડી અક્ષય પાસે માફી માગે છે ફિલ્મ પૂર્ણ થતા પહેલા ગોવિંદાની ફિલ્મનું રીમિક્સ ગીત આવે છે જે બાદશાહે બનાવ્યું છે. જેમાં કિયારા અડવાણી અને અક્ષય કુમાર (akshay kumar )સ્ટાઈલિશ કપડા પહેરી ડાંસ કરે છે. ગીતનું નામ છે સોના કિતના સોના હૈ, ફિલ્મ જોઈને ફેન્સ કહે છે કે, અક્ષય કુમાર નેશનલ એવોર્ડને પાત્ર છે.

આ પણ વાંચો : હિંદ મહાસાગર ઝડપથી ગરમ થઈ રહ્યો છે, ભારતમાં ગરમી અને પૂરનું જોખમ વધશે : IPCC રિપોર્ટ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati