તોફાની બેટ્સમેન એંડરસન, મંગેતરને માટે ન્યુઝીલેન્ડની ટીમ છોડી અમેરીકામાં ક્રિકેટ રમશે

તોફાની બેટ્સમેન એંડરસન, મંગેતરને માટે ન્યુઝીલેન્ડની ટીમ છોડી અમેરીકામાં ક્રિકેટ રમશે

36 બોલમાં જ તોફાની શતક લગાવનારો દિગ્ગજ બેટ્સમેન કોરી એંડરસન હવે ન્યુઝીલેન્ડની ટીમનો હિસ્સો નહી હોય. તેણે પોતાના દેશ માટેની આંતરરાષ્ટ્રીય રમતને છોડી દીધી છે. એંડરસન હવે થોડાક જ સમયમાં અમેરીકાની તરફથી રમતો નજરે ચઢશે. 29 વર્ષીય આ ઓલરાઉન્ડર ખેલાડીની શરુઆત અમેરીકાની મેજર ટી20 લીગ થી થશે. જેમાં તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં યુએસએનુ પ્રતિનિધીત્વ કરશે. કારણ […]

Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Dec 06, 2020 | 9:22 AM

36 બોલમાં જ તોફાની શતક લગાવનારો દિગ્ગજ બેટ્સમેન કોરી એંડરસન હવે ન્યુઝીલેન્ડની ટીમનો હિસ્સો નહી હોય. તેણે પોતાના દેશ માટેની આંતરરાષ્ટ્રીય રમતને છોડી દીધી છે. એંડરસન હવે થોડાક જ સમયમાં અમેરીકાની તરફથી રમતો નજરે ચઢશે. 29 વર્ષીય આ ઓલરાઉન્ડર ખેલાડીની શરુઆત અમેરીકાની મેજર ટી20 લીગ થી થશે. જેમાં તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં યુએસએનુ પ્રતિનિધીત્વ કરશે.

કારણ પણ બતાવવામાં આવી રહ્યુ છે કે, એંડરસનની મંગેતર મેરી શમબર્ગર અમેરીકન છે. કોવિડ-19 મહામારી દરમ્યાન એંડરસન પોતાનો મોટાભાગનો સમય ટેકસાસમાં જ વિતાવ્યો હતો. અમેરીકા પણ ક્રિકેટ માં પોતાની દાવેદારી મજબૂત કરવ માટે ટીમને મજબૂત કરવા માટે પ્રયાસ કરી રહ્યુ છે. જેના માટે અમેરીકન ક્રિકેટ એંટરપ્રાઇઝ ની રણનિતી હેઠળ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનો સંપર્ક સાધી રહ્યા છે. આ કડીમાં પાકીસ્તાનનો ટેસ્ટ ક્રિકેટર સામી અસલમ, ઇંગ્લેન્ડનો 2019 માં વિશ્વકપ વિજેતા ટીમનો ખેલાડી લિયામ પ્લંકેટનુ પણ નામ ઉપર આવી રહ્યુ છે. દક્ષિણ આફ્રિકાનો પૂર્વ ખેલાડી રસ્ટી થેરોન અને ડેન પિડટ પહેલા જ યુએસએમાં રમવા માટે રાજી થઇ ચુક્યા છે.

Corey Anderson and Mary Shamburger

બતાવી દઇએ કે મેજર લીગ ટી20 ક્રિકેટમાં કલકત્તા નાઇટ રાઇડર્સની ફેંચાઇઝીએ પણ રોકાણ કર્યુ છે. શાહરુખ ખાનની આ કંપનીની કેરેબીયન પ્રિમીયર લીગમાં પણ ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ ટીમ છે. હવે તે મેજર લીગ ક્રિકેટમાં રોકાણ કરવા જઇ રહ્યુ છે. જે 2022 ના વર્ષમાં પ્રારંભ થવાની શક્યતા માનવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરોFollow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati