T20 World Cup 2021 : શરમજનક ! ભારત હાર્યું તો મોહમ્મદ શમીને કહ્યા અપશબ્દો, પાકિસ્તાની કહીને તેનું અપમાન કર્યું

ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારતને પાકિસ્તાન સામે 10 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેના કારણે 29 વર્ષ સુધી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે તેનું વિજય અભિયાન પણ સમાપ્ત થયું.

T20 World Cup 2021 : શરમજનક ! ભારત હાર્યું તો મોહમ્મદ શમીને કહ્યા અપશબ્દો, પાકિસ્તાની કહીને તેનું અપમાન કર્યું
Mohammad Shami and virat kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 4:15 PM

T20 World Cup 2021 : T20 વર્લ્ડકપમાં ભારતની પાકિસ્તાનના હાથે હાર બાદ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ખેલાડીઓ પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે અને તેમના વિશે ટિપ્પણીઓ કરી રહ્યા છે.

આ અંતર્ગત ટીમ ઈન્ડિયા (Team India)ના ઝડપી બોલર મોહમ્મદ શમી(Mohammad Shami)ને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. તેમની સામે ટિપ્પણીઓ કરવામાં આવી છે. મુસ્લિમ હોવાનું કહી તેના પર પાકિસ્તાન તરફી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. લોકોએ ઈન્સ્ટાગ્રામ પર મોહમ્મદ શમીની પોસ્ટ જોઈને ઝેર ઓક્યું છે. ભારતીય બોલર મોહમ્મદ શમી (Mohammad Shami)ને એક પણ વિકેટ મળી ન હતી. શમીએ મેચમાં 3.5 ઓવર નાંખી અને 43 રન આપ્યા. તેના બોલમાં છ ચોગ્ગા અને એક સિક્સર ફટકારવામાં આવી હતી.

એક યુઝરે લખ્યું ટીમ ઇન્ડિયા (Team India)માં પાકિસ્તાની. બીજાએ લખ્યું, પાકિસ્તાનની તરફેણમાં એક મુસ્લિમ. તમને કેટલા પૈસા મળ્યા? મોહમ્મદ શમી સામે આવી ઘણી ટિપ્પણીઓ કરવામાં આવી હતી જો કે, એવા લોકો પણ હતા જેમણે શમી અને ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓનું સમર્થન કર્યું અને લોકોને શાંતી જાળવી રાખવા કહ્યું. આવી ટિપ્પણીઓમાં, એક યુઝરે લખ્યું, કૃપા કરીને બકવાસ ન લખો. રમતમાં કંઈપણ થઈ શકે છે. તેને નફરત કરવાનું બંધ કરો.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

મેચમાં શું થયું

મેચની વાત કરીએ તો, બેટ્સમેનો (Batsmen)ના ખરાબ પ્રદર્શન અને બોલરોની પરિસ્થિતિ અનુસાર બોલિંગ (Bowling) કરવામાં નિષ્ફળ જવાને કારણે ભારત પાકિસ્તાન સામે 10 વિકેટે હારી ગયું હતું. આ કારણે, છેલ્લા 29 વર્ષથી તેમના કટ્ટર હરીફ સામે તેમનું જીત અભિયાન પણ સમાપ્ત થયું. ભારતે 1992 થી વિશ્વ કપ (ODI અને T20)માં તમામ 12 મેચો (7 ODI અને T20Iમાં પાંચ) જીતી હતી, પરંતુ પહેલા શાહીન આફ્રિદીની આગેવાની હેઠળ પાકિસ્તાની બોલરોએ (31 રન આપીને 3 વિકેટ આપી હતી) તેના બેટ્સમેનો (Batsmen) આગળ ચાલી શક્યા ન હતા.

બાદમાં, કેપ્ટન બાબર આઝમ (Captain Babar Azam) (52 બોલમાં અણનમ 68, છ ચોગ્ગા, બે છગ્ગા) અને મોહમ્મદ રિઝવાન (55 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે અણનમ 79 રન)ની પ્રથમ વિકેટ માટે અતૂટ સદીની ભાગીદારી પૂર્ણ થઈ હતી. ભારત સાત વિકેટે 151 રનમાં હતું પરંતુ પાકિસ્તાને 17.5 ઓવરમાં વિના નુકશાન 152 રને એકતરફી જીત નોંધાવીને વિશ્વ કપ અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી.

આ પણ વાંચો : IPL New Team Auction 2021 LIVE: થોડી જ વારમાં આઈપીએલની બે નવી ટીમોની જાહેરાત કરવામાં આવશે,અદાણી ગ્રુપ અને માન્ચેસ્ટર યુનાઇટેડ રેસમાં આગળ છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">