મહેન્દ્રસિંહ ધોનીનો જોવા મળશે ક્રિકેટર સિવાય જાસૂસના રુપમાં નવો અવતાર, જાણો શું છે ધોનીની નવી યોજના

ભારતીય ક્રિકેટ ટીમ (Team India)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) શાંત ચિતે કોઈને પણ ખબર વગર જ પોતાના નિર્ણય લેવા અને પોતાના કામને લઈ જાણીતો છે. હવે તે પોતાની આ અદા અને આદતને ધોની નવા અવતારમાં રજૂ કરનાર છે.

  • Avnish Goswami
  • Published On - 21:23 PM, 7 Apr 2021
મહેન્દ્રસિંહ ધોનીનો જોવા મળશે ક્રિકેટર સિવાય જાસૂસના રુપમાં નવો અવતાર, જાણો શું છે ધોનીની નવી યોજના
Mahendra Singh Dhoni

ભારતીય ક્રિકેટ ટીમ (Team India)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) શાંત ચિતે કોઈને પણ ખબર વગર જ પોતાના નિર્ણય લેવા અને પોતાના કામને લઈ જાણીતો છે. હવે તે પોતાની આ અદા અને આદતને ધોની નવા અવતારમાં રજૂ કરનાર છે. તેનો નવો અવતાર ક્રિકેટના મેદાનમાં નહીં, પરંતુ સ્ક્રિન પર જોવા મળશે. ધોની ખૂબ જલ્દી એક એનિમેટેડ સિરીઝ લઈને આવી રહ્યા છે. જે જાસૂસ પર આધારીત હશે. જે એક ભારતની પ્રથમ એનિમેટેડ જાસૂસ સિરીઝ (Animated Spy Series) હશે. સાથે જ તેનુ નામ પણ ખૂબ જ ખાસ રાખવામાં આવ્યુ છે, એટલે કે ‘કેપ્ટન સેવન’ (Captain 7) રાખ્યુ છે. હવે એ સમજવુ તો કોઈ મોટી વાત નહીં હોય કે તેનુ નામ કેમ આમ વિચારવામાં આવ્યુ હશે. સ્વાભાવિક છે સિરીઝ ખુદ ધોની પર જ આધારીત હશે.

 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ધોનીએ પાછળના વર્ષે 15 ઓગષ્ટે સંન્યાસ લીધો હતો. ત્યારબાદથી ધોની અલગ અલગ કામમાં પોતાનો હાથ અજમાવી રહ્યો હોવાની ખબર પણ આવતી રહી હતી. આવી જ એક જાણકારી પણ સામે આવી હતી કે ધોની દ્વારા એક પ્રોડકશન હાઉસ શરુ કરવામાં આવી રહ્યુ છે. જેના હેઠળ જ એક વેબ સિરીઝ બનાવવાનું એલાન કરવામાં આવ્યુ હતુ. હવે એ વાત પરથી પડદો ઉઠી ગયો છે કે, આ વેબ સિરીઝ શું છે અને તેનુ નામ પણ શું છે. ધોનીના પ્રોડકશન હાઉસ ધોની એન્ટરટેઈનમેન્ટ (Dhoni Emtertainment)એ પોતાના પ્રથમ ખાસ પ્રોજેક્ટનુ એલાન કરી દીધુ છે.

 

ધોનીનું જાસૂસનું રુપ આવશે સામે
ક્રિેકેટ કરિયર અને વ્યક્તિગત જીવનને ખૂફિયા બનાવી રાખવાની આદત પર ધોની હવે એક ખૂફિયા જાસૂસના અવતારમાં નજર આવનાર છે. ધોની એન્ટરટેઈનમેન્ટે બુધવારે 7 એપ્રિલે એલાન કર્યુ હતુ કે, ‘કેપ્ટન 7’ નામથી ભારતની પ્રથમ એનિમેટેડ સ્પાય યૂનિવર્સની શરુઆત થનારી છે. જે ધોની પર આધારીત હશે. આ એલાન સાથે જ આ સિરીઝનો લોગો પણ જારી કરવામાં આવ્યો છે.

 

આ સિરીઝનું નિર્માણ ધોની એન્ટરટેઈનમેન્ટ અને બ્લેક-વ્હાઈટ ઓરેન્જ પ્રોડકશન હાઉસ મળીને કરશે. જોકે હાલમાં આ પ્રોજેક્ટ પ્રિ-પ્રોડકશન સ્ટેજમાં છે અને તેને આવતા વર્ષે 2022માં રિલીઝ કરવાની આશા છે. આના સાથે જ એક નિવેદનમાં ધોનીના હવાલેથી એમ પણ કહેવામાં આવ્યુ છે કે, “આનો કોન્સેપ્ટ અને કહાની પણ શાનદાર છે. આ ક્રિકેટ ઉપરાંતના મારા અન્ય ઝૂનુનને પણ બહાર લાવશે”.

ચેન્નાઇ સુપર કિંગ્સને ફરીથી ચેમ્પિયન બનાવવાની તૈયારી કરી રહ્યો છે ધોની

IPL 2021ની શરુઆત શુક્રવારથી ચેન્નાઈથી રહી છે. જેમાં મુંબઈ ઈન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Mumbai Indians vs Royal Challengers Bangalore) બંને આમને સામને ટકરાશે. જોકે આ દરમ્યાન ચેન્નાઈ સુપર કિંગ્સ પણ આ સિઝનમાં સફળતા મેળવવા માટે કમર કસી રહ્યુ છે. કેપ્ટન ધોની પણ ચેન્નાઇની પોતાની ટીમ સાથે હાલમાં તૈયારીઓમાં લાગી ચુક્યો છે. ત્રણ વખત IPL ચેમ્પિયન ધોની અને CSKની પ્રથમ મેચ 10 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે રમાનારી છે. ગત સિઝનમાં CSKની ટીમ છઠ્ઠા સ્થાન પર રહી હતી, જોકે ટીમ આ વખતે મોટાપાયે સુધારા સાથે પોતાના અસલી રુઆબને હાંસલ કરવા મથશે.

 

આ પણ વાંચો: ભારતમાં વધતા કોરોના સંક્રમણને લઈ ICCએ T20 વિશ્વકપને લઈને આપ્યુ મોટુ નિવેદન, તૈયાર છે બેકઅપ પ્લાન