અમદાવાદથી ઝાલોર સુધી મહેન્દ્રસિંહ ધોની કારમાં ગયા, રસ્તામાં ખાટલા પર સુઇ આરામ કર્યો, જુઓ તસ્વીરો

ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) જલ્દી થી IPL 2021 માં રમતો જોવા મળશે. તેના માટે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના કેમ્પથી જોડાવવા માટે ચેન્નાઇ પણ પહોંચી ચુક્યો છે. પરંતુ આ પહેલા મહેન્દ્ર સિંહ ધોની 3 માર્ચે રાજસ્થાન (Rajasthan) ના ઝાલોરમાં જોવા મળ્યો હતો. અહી તેમણે એક શાળાનુ ઉદઘાટન કર્યુ હતુ.

  • Avnish Goswami
  • Published On - 7:56 AM, 5 Mar 2021
1/5
ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) જલ્દી થી IPL 2021 માં રમતો જોવા મળશે. તેના માટે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના કેમ્પથી જોડાવવા માટે ચેન્નાઇ પણ પહોંચી ચુક્યો છે. પરંતુ આ પહેલા મહેન્દ્ર સિંહ ધોની 3 માર્ચે રાજસ્થાન (Rajasthan) ના ઝાલોરમાં જોવા મળ્યો હતો. અહી તેમણે એક શાળાનુ ઉદઘાટન કર્યુ હતુ.
2/5
સ્કૂલના ઉદઘાટન માટે ધોની ફ્લાઇટ થી અમદાવાદ પહોંચ્યો હતો. અમદાવાદ એરપોર્ટ થી તે કાર દ્રારા ઝાલોર જિલ્લાના સાંચોર તાલુકાના જાખલ ગામ પહોંચ્યો હતો. જ્યા તેણે 2 કરોડ રુપિયાના ખર્ચ થી બનેલી એક સ્કૂલ નુ ઉદઘાટન કર્યુ હતુ. આ દરમ્યાન રાજસ્થાન સરકારના મંત્રી સુખરામ બિશ્નોઇ અને ઝાલોરના સાંસદ દેવજી પટેલ પણ મોજૂદ હતા. ધોની પોતાના કેટલાક સાથીઓ સાથે આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
3/5
કાર્યક્રમના દરમ્યાન ધોનીએ કેટલાક સમય સુધી શાળાના ક્લાસરુમમાં વિધ્યાર્થીઓથી વાત કરી હતી. તેમણે કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, તેમને રાજસ્થાન આવીને ખૂબ સારુ લાગ્યુ. આગામી સમયમાં કોશિષ કરીશ કે હું અહી વધારે લાંબો સમય સુધી રોકાઇ શકુ.
4/5
અમદાવાદ થી કાર દ્રારા પ્રવાસ કરવા દરમ્યાન રસ્તામાં એક સ્થળ પર ધોની એક ફાર્મ હાઉસ પર રોકાયો હતો. જ્યાં તેણે ખાટલા પર થોડોક સમય આરામ કર્યો હતો. સાથે જ તેણે સ્થાનિક અંદાજમાં વાડકીમાં ચા પણ પીધી હતી.
5/5
આ કાર્યક્રમના દરમ્યાન ધોનીને જોવા વાળા પ્રશંસકોની ભીડ ઉમટી પડી હતી. ભીડ બેકાબુ બનવાને લઇન સ્થાનિક પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. કાર્યક્રમમાં 500 લોકોના મુજબ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે ધોની ના આવવાની વાત ફેલાઇ જતા 3000 થી વધુ લોકો ઉમટી પડ્યા હતા. જેને લઇને કાર્યક્રમની વ્યવસ્થા બગડી ગઇ હતી.