પ્રેકટીસ દરમિયાન કે એલ રાહુલ ઈજાગ્રસ્ત, ઓસ્ટ્રેલિયા સિરીઝમાંથી બહાર

  • Bipin Prajapati
  • Published On - 12:56 PM, 5 Jan 2021
KL Rahul injured during practice, out of Australia series

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ માટે માઠા સમાચાર છે. વિકેટકિપર કમ બેટ્સમેન ભારતીય બેટ્સમેન કે એલ રાહુલને ( K L RAHUL ) પ્રેકટીસ દરમિયાન કાંડામાં ઈજા પહોચતા, બાકીની બે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે.
બીસીસીઆઈ (BCCI) એ કે એલ રાહુલના ઈજાગ્રસ્ત થવાની જાણ કરી હતી. મેલબોર્નમાં પ્રેકટીસ દરમિયાન કાંડા ઉપર ઈજા પહોચતા તે બાકીની બન્ને ટેસ્ટ રમી શકે તેમ ના હોવાનુ જણાવ્યુ છે. કે એલ રાહુલ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટમેચ નહોતો રમ્યો પણ ટીમમાં સામેલ હતો. ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી ટેસ્ટ મેચ આગામી ગુરુવારને સાતમી જાન્યુઆરીથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.